નશાબંધી વિભાગની ચૂંટણી પંચને રજૂઆત, ઓછો સ્ટાફ હોવાથી ચૂંટણી ડ્યુટી ન સોંપો

Gujarat Election 2022 Duty : નશાબંધી ખાતામાં ઓછા મહેકમને કારણે ચૂંટણી કામગીરી નહિ સોંપવા રજુઆત કરાઈ, પણ ચૂંટણી પંચે પરાણે ચૂંટણી કામગીરી સોંપતા મૂળ કામગીરી ખોરંભે 

નશાબંધી વિભાગની ચૂંટણી પંચને રજૂઆત, ઓછો સ્ટાફ હોવાથી ચૂંટણી ડ્યુટી ન સોંપો

Gujarat Election 2022 Duty મૌલિક ધામેચા/ અમદાવાદ : ગુજરાત વિધાનસભા 2022ની ચુંટણી હાલ ચર્ચાનું કેન્દ્ર છે. પ્રથમ તબક્કામા વર્ષ 2017 ના ચૂંટણીની સરખામણીએ ઓછું મતદાન થયું છે. તેવામાં બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. જે અંતર્ગત ચુંટણીપંચે નશાબંધી ખાતાના કર્મચારીઓને પણ કામગીરી સોંપી છે. ઓછા સ્ટાફને કારણે નશાબંધી વિભાગના અધિકારીઓએ ચૂંટણી પંચને વધારાની ફરજ નહિ સોંપવા લેખિતમાં રજુઆત પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે નશાબંધી અને આબકારી ખાતાના PSI સહિત અન્ય યુનિફોર્મ પોલિસ જવાનોને મતદાન મથકની કામગીરી અમદાવાદના ચુંટણી અધિકારી દ્વારા સોંપવામાં આવી. હાલ નશાબંધી અને આબકારી ખાતામાં કુલ મહેકમના 62% સ્ટાફની અછત છે.

બીજા તબક્કામાં મતદાન દિવસે નશાબંધી અને આબકારી ખાતાના 11 જેટલા PSI અને 10 કોન્સ્ટેબલ કામગીરી કરતા જોવા મળશે. હાલમાં નશાબંધી અને આબકારી ખાતા દ્વારા વિવિધ પ્રતિબંધિત નશાકારક પદાર્થો જેવા કે વિદેશી દારૂ , મિથાઇલ આલ્કોહોલ , નાર્કોટિકસ ડ્રગ્ઝ વગેરે ઉપર સીધો નિયંત્રણ કરવાની મુખ્ય કામગીરી ઓછા સ્ટાફના કારણે ધીમી ચાલી રહી છે. તેવામાં વધારાની ચુંટણીની કામગીરી સોંપાતા નશાબંધી અને આબકારી ખાતાની કામગીરી ખોરંભે પડવાની શક્યતાઓ વધી છે. 

એક બાજુ પોલીસ અને અન્ય સરકારી તંત્ર નશાકારક પદાર્થો ઉપર કસીને લગામ લગાવવા પુરા પ્રયત્નો કરે છે, જ્યારે બીજી બાજુ જાણે આડકતરી છુટ આપી હોય તેમ લાગી રહ્યું છે. ચૂંટણી પંચને નશાબંધી અને આબકારી ખાતાના કમિશનર દ્વારા 14 નવેમ્બરના રોજ અમદાવાદ જિલ્લાના ચુંટણી અધિકારી આવા હુકમો રદ્દ કરવા પત્ર લખી જાણ પણ કરવામાં આવી તેમ છતાં ઘ્યાને લીધા વગર જ ચુંટણી કામગીરી કરવા હુકમ કરવામાં આવ્યો. આ ઉપરાંત ચૂંટણીમાં રોકાયેલા નશાબંધી વિભાગના કર્મચારીઓને ચૂંટણી પત્યાના પછીના દિવસે રજા રાખવા હુકમ કરાતા લિકર શોપનું કામ ખોરભે ચડતું દેખાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news