રસ્તા માટે રઝળતું આખું ગામ! વિકસિત ગુજરાતના દાવા વચ્ચે જોઈ લો વાસ્તવિકતા, આંદોલનની ચીમકી

ગુજરાત સરકાર વિકાસના મોટા મોટા દાવાઓ કરી રહી છે. છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવાની વાતો કરી રહી છે. પરંતુ વિકાસ માત્ર કાગળ ઉપર જ જીવ મળતો હોય તેવું જણાઈ રહ્યું છે અને સરકારના વિકાસના દાવાની પોલ છોટા ઉદેપુર જીલ્લામાં ખુલ્લી પડી રહી છે.

રસ્તા માટે રઝળતું આખું ગામ! વિકસિત ગુજરાતના દાવા વચ્ચે જોઈ લો વાસ્તવિકતા, આંદોલનની ચીમકી

હકીમ ઘડિયાળી/છોટા ઉદેપુર: વિકાસના મોટા મોટા દાવા કરતી ગુજરાત સરકારના દાવા છોટા ઉદેપુર જિલ્લામાં પોકળ સાબિત થઈ રહ્યા છે. ત્યારે વધુ એક ગામ રસ્તા માટે રાહ જોઈ રહ્યું છે અને અહીંના લોકો કાચા, કાદવ કીચડવાળા રસ્તા ઉપરથી હાલાકી ભોગવીને પસાર થવા મજબૂર બન્યા છે.

ગુજરાત સરકાર વિકાસના મોટા મોટા દાવાઓ કરી રહી છે. છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવાની વાતો કરી રહી છે. પરંતુ વિકાસ માત્ર કાગળ ઉપર જ જીવ મળતો હોય તેવું જણાઈ રહ્યું છે અને સરકારના વિકાસના દાવાની પોલ છોટા ઉદેપુર જીલ્લામાં ખુલ્લી પડી રહી છે. આવું જ એક ગામ આઝાદી બાદથી રસ્તો ઝંખી રહ્યું છે. કવાંટ તાલુકાના નવાલજા ગામ કવાંટથી માત્ર પાંચ છ કિલોમીટરના અંતરે આવેલું ગામ છે. 

પરંતુ ગામના ધરમગિયા ફળિયાના લોકો આજે પણ ગમાને જોડતા એપ્રોચ રોડ ક્યારે બનશે તેની રાહ જોઈ રહ્યા છે. કવાંટ થી રેણદા જવાના રસ્તા પરથી ધરમગિયા ફળિયા નો જોડતો લગભગ અઢી કિલોમીટરનો કચો રસ્તો છે આ રસ્તો મારી મેટલનો વર્ષો પહેલા બનાવવામાં આવ્યો હતો, પરંતુ પાકો આજદિન સુધી ન બનાવતા ગામના લોકોને પારાવર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. આ રસ્તા પરથી સીધા સમલવાંટ સુધી રસ્તો જાય છે. જેથી આ ગામના લગભગ 700 જેટલા લોકોને અવર જવર માટે આ જ રસ્તો છે. 

ચોમાસા દરમિયાન કાદવ કિચડ થઈ જાય છે ઉપરાંત રસ્તામાં બે કોતર પડે છે. જેમાં પુર આવી જતા ગ્રામજનો ખૂબ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. ચોમાસામાં કોઈ બીમાર પડે તો 108 પણ આવી શકતી નથી, જેને કારણે ગ્રામજનોને બીમાર વ્યક્તિને ઝોળીમાં નાખીને ઉંચકીને બે કિલોમીટર હાઇવે સુધી લઈ જવાની ફરજ પડે છે. આઝાદી બાદથી રસ્તા માટે વલખા મારી રહેલા ગ્રામજનોએ વારંવાર રજૂઆતો કરી છે, ધારાસભ્ય સાંસદને પણ રજૂઆતો કરી છે, પરંતુ આજદિન સુધી રસ્તો બન્યો નથી, અગાઉ ચૂંટણી વખતે ઉમેદવારોને પણ રજૂઆતો કરી હતી અને તેઓએ આશ્વાસનો પણ આપ્યા હતા તેમ છતાં હજુ સુધી રસ્તો બન્યો નથી. 

નવાલજાના ગ્રામજનો આઝાદી બાદથી રસ્તો બને તેની રાહ જોઈ રહ્યા છે અને રસ્તાની રાહ જોઈ થાકી ગયા છે, એટલે જો આગામી દિવસોમાં રસ્તો નહિ બને તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે. હાલ તો નવાલજાના ગ્રામજનો રસ્તાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ આગામી દિવસોમાં રસ્તો ન બને તો ગ્રામજનો આંદોલન કરશે તેમાં કોઈ શક નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news