સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં નવું આવ્યું : જંગલ સફારીના આ પ્રાણીને જોયા વગર પાછા ન આવતા, નહિ તો પસ્તાશો
Statue Of Unity : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નવું આકર્ષણ ઉમેરાયું : અહીં જંગલ સફારીમાં તમને હવે સરીસૃપો જોવા મળશે
Trending Photos
Gujarat Tourism : નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવેલી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓની સુવિધા અને મનોરંજન માટે અવનવા આકર્ષણો હાલ ઉપલબ્ધ છે. પ્રવાસીઓની સુવિધાઓ અને મનોરંજનમાં વધારો કરવાના ઉદ્દેશ્યથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે વધુ એક આકર્ષણ ઉમેરાયું છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતે 375 એકર માં જંગલ સફારી નિર્માણ પામ્યું છે. આ જંગલ સફારીમાં અત્યાર સુધીમાં 1 કરોડ કરતા વધુ પ્રવાસીઓએ મુલાકાત લઈ ચૂક્યા છે. જંગલ સફારીમાં દર વર્ષે એક પછી એક નવા આકર્ષણો ઉમેરવામાં આવી રહ્યા છે. જેને લઈને પ્રવાસીઓને દર વર્ષે જંગલ સફારી જોવા આવવાનું ગમે છે.
તાજેતરમાં વાત કરીએ તો પ્રવાસીઓ માટે એક નવું આકર્ષણ ઊભું થયું છે. અહી એક સ્નેક હાઉસ બનાવાયું છે. જંગલ સફારી ખાતે એક વિશાળ ડોમમાં સરીસૃપો માટે હાઉસ બનાવવામાં આવ્યું છે, જેને હાલ ટ્રાયલ બેઝ પર પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ સ્નેક હાઉસમાં દેશ વિદેશના ઝેરી બીન ઝેરી સાપ મૂકવામાં આવ્યા છે અને જેને પ્રવાસીઓ નિહાળવા હાલ આવી રહ્યા છે.
અલગ અલગ દેશોના અલગ અલગ પ્રકૃતિના જે સાપ હોય છે. જેમાં ખાસ ઇન્ડીયન રોક પાઈથન, રસન્સ વાઈપર, ઈન્ડિયન રાઈક સ્નેક,આફ્રિકન બોલ પાઈથન, ગ્રીન ઇકવાના જેવા અનેક દેશ વિદેશના સાપ લાવવામાં આવ્યા છે. જોકે હવે આ સ્નેક હાઉસને 31 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી દ્વારા પ્રવાસીઓ માટે વિધિવત રીતે ખુલ્લું મુકવામાં આવી શકે છે. જોકે હાલ તો આ જંગલ સફારી પાર્ક માં અનેક નવા જાનવરો લાવવામાં આવી રહ્યા છે અને હાલ જેને જોવા મોટી સંખ્યા માં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે