વડોદરાને મળ્યા નવા મેયર, જાણો કોના નામ પર લાગી મહોર

વડોદરાને આજે નવા મેયર મળ્યા છે. આજે સવારે સામાન્ય સભામાં મેયરની ચૂંટણી બાદ નિલેશ રાઠોડનું નવા મેયર તરીકેનું નામ જાહેર કરાયું છે. કોર્પોરેશનમાં સામાન્ય સભા પહેલા કોન્ફરન્સ રૂમમાં સંકલનની બેઠકમાં નિલેશ રાઠોડનું નામ જાહેર કરાયું છે. ઉલ્લેખનીય છે કે, કેયુર રોકડીયા ધારાસભ્ય બનતા મેયર પદ પરથી રાજીનામું આપ્યું હતું. 

વડોદરાને મળ્યા નવા મેયર, જાણો કોના નામ પર લાગી મહોર

Vadodara News : વડોદરાને આજે નવા મેયર મળ્યા છે. આજે સવારે સામાન્ય સભામાં મેયરની ચૂંટણી બાદ નિલેશ રાઠોડનું નવા મેયર તરીકેનું નામ જાહેર કરાયું છે. કોર્પોરેશનમાં સામાન્ય સભા પહેલા કોન્ફરન્સ રૂમમાં સંકલનની બેઠકમાં નિલેશ રાઠોડનું નામ જાહેર કરાયું છે. ઉલ્લેખનીય છે કે, કેયુર રોકડીયા ધારાસભ્ય બનતા મેયર પદ પરથી રાજીનામું આપ્યું હતું. 

આજે સવારે પ્રદેશ નેતૃત્વ મેયરના નામનું મેન્ડેટ આપ્યું હતું. જેમાં સ્થાનિક સ્તરેથી ચાર નામ મોકલવામાં આવ્યા હતા. ચાર નામમાંથી નિલેશ રાઠોડના નામ પર મહોર લગાવવામાં આવી છે. વડોદરામાંથી નવા મેયરની પસંદગી તરીકે મનોજ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય, ચીરાગ બારોટ દંડક, નીલેશ રઠોડ સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય, અલ્પેશ લીંબાચીયા શાસક પક્ષના નેતાના નામ મોકલાયા હતા. 

કોણ છે નિલેશ રાઠોડ
- વોર્ડ 17માં કોર્પોરેટર 
- સતત ત્રીજી ટર્મ
- માંજલપુર ધારાસભ્ય યોગેશ પટેલના અંગત 
- પૂર્વ શાસક પક્ષ નેતા પાલિકા 
- સ્ટેન્ડિંગ કમિટીના હાલના સભ્ય 
- સામાન્ય પરિવારમાંથી આવે છે નિલેશ રાઠોડ 
- અગાઉ યુવા મોરચામાં નિભાવી છે જવાબદારી

સામાન્ય સભામાં સૌપ્રથમ કેયુર રોકડીયાનું મેયર પદેથી રાજીનામું સ્વીકાર કરાયું હતું. બાદમાં નવા મેયર માટેની ચૂંટણી થઈ, જે બિનહરીફ ચૂંટાયા હતા. કોર્પોરેશનમાં કોર્પોરેટર, સાંસદ, શહેર ભાજપ પ્રમુખ પણ પહોંચ્યા હતા. ભાજપના ઇજાગ્રસ્ત કોર્પોરેટર ચિરાગ બારોટ વ્હીલચેર પર સામાન્ય સભામાં હાજરી આપવા પહોંચ્યા હતા. જોકે, ચિરાગ બારોટ મેયર પદના સંભવિત દાવેદાર ગણાતા હતા, પરંતુ છેલ્લી ઘડીએ મેન્ડેટમાંથી નિલેશ રાઠોડના નામની પસંદગી કરાઈ હતી.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news