nitya nandita

નિત્યાનંદ અને તેની બે સુંદર સાધિકા સામે ચાર્જશીટ દાખલ, લાલ શાહીથી ઢોંગી બાબાને વોન્ટેડ જાહેર કરાયો

સ્વામી નિત્યાનંદ (Nithyananda) વિરુદ્ધ લોપામુદ્રા ઉર્ફે મા નિત્ય તત્વપ્રિયા આનંદા અપહરણના મામલામાં પોલીસે 83 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં 50 સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે. આશ્રમ (Nityanand Ashram)માં માતાપિતાની મરજી વિરુદ્ધ બાળકોને ગોંધી રાખવાના કેસમાં પોલીસે નિત્યાનંદ તેમજ તેના આશ્રમની બે સંચાલિકાઓ પ્રાણ પ્રિયા અને પ્રિયતત્વાની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. 83 પાનાની આ ચાર્જશીટ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવી છે.ચાર્જશીટમાં નિત્યાનંદને લાલ શાહીથી વોન્ટેડ જાહેર કરાયો છે. જ્યારે કે, આશ્રમની બંને સંચાલિકાઓ હાલ પોલીસ દેખરેખમાં છે. 

Jan 22, 2020, 02:12 PM IST

‘નિત્યાનંદની ત્રીજી આંખની શક્તિથી શરીરના વાળનું વેક્સિંગ થાય છે...’ મંજુલા શ્રોફે કહી ચોંકાવનારી વાત

અત્યારસુધી તમે પાખંડી બાબા નિત્યાનંદ (Nithyananda) ના કથિત ચમત્કારોની વાતો સાંભળી હશે. પણ હવે એક એવો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જ્યાં પાંખડી નિત્યાનંદ નહિ, પણ ઉચ્ચ શિક્ષિત અને જાણીતુ નામ એવા મંજુલા શ્રોફ (Manjula Shroff)  બાબાના પાખંડને સત્ય ગણાવવા જઈ રહી છે. આ વીડિયોમાં મંજુલા શ્રોફ નિત્યાનંદના એક કાર્યક્રમમાં તેના ગુણગાન ગાઇ રહી છે. મંજુલા નિત્યાનંદના ચમત્કાર વિશે જણાવી રહી છે. તેમજ મંજુલા શ્રોફ બાબા નિત્યાનંદ સાથે ઘણો સમય વ્યતિત કરે છે તે આ વીડિયોથી પુરવાર થાય છે.

Jan 4, 2020, 08:04 AM IST

નફ્ફટ નિત્યાનંદનું નવુ નાટક, પોતાને પીડિત બતાવી યુએનના દરવાજા ખખડાવ્યા

પોતાને સ્વંયભૂ ભગવાન જાહેર કરનાર નફ્ફટ નિત્યાનંદે યુએનને ચિઠ્ઠી લખી છે. જેમાં તેણે બીજેપી અને રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘને હિન્દુત્વ અતિવાદી સંગઠન ગણાવ્યું છે. ચિઠ્ઠીમાં તેણે નિત્યાનંદે બીજેપી અને સ્વંયસેવક સંઘને હિન્દુત્વ અતિવાદી સંગઠન બતાવ્યું છે. આ પત્રમાં નિત્યાનંદના એમ પણ દાવો કર્યો કે, તેમના સમર્થકોએ ભારતમાં તકલીફ સહી છે.

Dec 6, 2019, 09:57 AM IST

DPS સ્કૂલની સેકન્ડ ઈનિંગ : હરખાયેલા વાલીઓએ સ્કૂલના ગેટ પર લીલા તોરણ બાંધીને બાળકોને મોકલ્યા

નિત્યાનંદ વિવાદ (Nityanand Ashram) ને કારણે DPS સ્કૂલના સંચાલકોએ સ્કૂલને તાળા લગાવી દીધા હતા. પરંતુ વાલીઓની મહેનત રંગ લાવી હતી. વાલીઓ અને વિદ્યાર્થીઓના પ્રયાસોને કારણે અનેક વિવાદોમાં આવ્યા બાદ DPS ફરીથી શરૂ થઈ છે. 800 જેટલા વિદ્યાર્થીઓના ભાવિને ધ્યાનમાં રાખતા સ્કૂલ ફરી શરૂ કરવાનો CBSE દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. જેથી આજે શોર્ટ વેકેશન બાદ સ્કૂલ આવેલા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. વાલીઓએ ડીપીએસના ગેટ પર લીલા તોરણ બાંધ્યા હતા, તો એકબીજાને મીઠાઈ ખવડાવવામાં આવી હતી. 

Dec 5, 2019, 11:05 AM IST

DPSની CEO મંજૂલા શ્રોફના પાપે વિદ્યાર્થીઓ ઠંડીમાં ઠુંઠવાયા

નિત્યાનંદ આશ્રમ વિવાદ (Nityanand Ashram) બાદ હાથીજણ DPS સ્કૂલની માન્યતા રદ થતા 850 જેટલા બાળકોનું ભાવિ અંધકારમય બની ગયું છે. ત્યારે ગઈકાલ સવારથી જ બાળકો અને વાલીઓએ ડીપીએસ સ્કૂલમાં ઘેરાવ કર્યો હતો અને સ્કૂલ ફરીથી શરૂ કરવાની માંગ સાથે મંગળવારે મોડી રાત સુધી બાળકો અને તેમના માતાપિતા સ્કૂલ બહાર જ દેખાવો કર્યા હતા. જ્યારે 11 વાગ્યા સુધી નાના બાળકો પણ ત્યાં જ સૂઈ ગયા હતા અને સ્કૂલ ફરી ચાલુ કરવા આંદોલન કર્યું હતું. નિત્યાનંદ કાંડમાં ભાગીદાર DPS સ્કૂલની માન્યતા રદ થતાં દોઢ હજાર વાલીઓ રઝળ્યા. DPS સ્કૂલની બહાર તંબૂમાં રાત વિતાવી હતી. ત્યારે કૌભાંડી સ્કૂલના પ્રિન્સીપાલે આવીને વાલીઓને ફરીથી સ્કૂલ ચાલુ થઈ જવાનું ગાજર બતાવ્યું હતું. 

Dec 4, 2019, 08:12 AM IST
DPS Scandal: What about 700 students every time? PT4M13S

DPS કાંડ: 700થી વાધારે વિદ્યાર્થીઓનું શું?

અમદાવાદના હીરાપુરમાં જૂઠની જમીન પર બનેલી DPS સ્કૂલને તાળાં મારતાં વાલીઓ રઝળી પડ્યા છે. વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય બંધ થયું છે, ત્યારે સ્કૂલ સામે વાલીઓએ મોરચો માંડ્યો છે. વાલીઓ મંજુલા શ્રોફને શોધી રહ્યા છે. તો મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ડીપીએસ સ્કૂલની બહાર ધરણા પર બેસ્યા છે અને સ્કૂલ ચાલુ કરવાની માંગી કરી રહ્યાં છે. ત્યારે ધરણા પર બેસેલા DPSના વિદ્યાર્થીઓએ નિત્યાનંદનો ભાંડો ફોડ્યો હતો. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, નિત્યાનંદ (Nityanand Ashram) ના નફ્ફટ બાબાઓ તેઓને મલખમ શીખવવા આવતા હતા

Dec 3, 2019, 10:15 PM IST

DPSના વિદ્યાર્થીઓએ પહેલીવાર નિત્યાનંદ આશ્રમના કરતૂતોની પોલ ખોલી, જુઓ કેમેરા સામે શું બોલ્યા...

અમદાવાદના હીરાપુરમાં જૂઠની જમીન પર બનેલી DPS સ્કૂલને તાળાં મારતાં વાલીઓ રઝળી પડ્યા છે. વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય બંધ થયું છે, ત્યારે સ્કૂલ સામે વાલીઓએ મોરચો માંડ્યો છે. વાલીઓ મંજુલા શ્રોફને શોધી રહ્યા છે. તો મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ડીપીએસ સ્કૂલની બહાર ધરણા પર બેસ્યા છે અને સ્કૂલ ચાલુ કરવાની માંગી કરી રહ્યાં છે. ત્યારે ધરણા પર બેસેલા DPSના વિદ્યાર્થીઓએ નિત્યાનંદનો ભાંડો ફોડ્યો હતો. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, નિત્યાનંદ (Nityanand Ashram) ના નફ્ફટ બાબાઓ તેઓને મલખમ શીખવવા આવતા હતા. ત્યારે સવાલ એ થાય છે કે, કયા ઈરાદા સાથે નિત્યાનંદના બાબાઓ વિદ્યાર્થીઓ પાસે આવતા હતા? અગાઉ અંધજન મંડળના બાળકો પર પણ નિત્યાનંદના બાબાઓ નકલી પ્રયોગ કરી ચૂક્યા છે. જેનો વીડિયો સામે આવ્યો હતો. 

Dec 3, 2019, 10:56 AM IST

એકાએક DPS બંધ કરવાની જાહેરાતથી વાલીઓ ગિન્નાયા, કહ્યું-અમારા સંતાનોના ભવિષ્યનું શું?

નિત્યાનંદ આશ્રમના વિવાદ (Nityanand Ashram) માં ડીપીએસ (DPS) ના કૌભાંડો પણ ખૂલ્યા હતા. જેના બાદ ગઈકાલે નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે ચર્ચામાં આવેલી હાથીજણ સ્થિત DPS ઇસ્ટની માન્યતા CBSE દ્વારા રદ કરવામાં આવી છે. જેને પગલે શાળામાં ભણતા હજ્જારો વાલીઓ એક તરફ ચિંતામાં તો બીજી તરફ આક્રોશમાં દેખાઈ રહ્યાં છે. ભારે આક્રોશ સાથે આજે મોટી સંખ્યામાં વાલીઓ ડીપીએસ ઈસ્ટ સ્કૂલ ખાતે પહોંચ્યા હતા. તો બીજી તરફ, વાલીઓને ડીપીએસ તરફથી કોઈ જવાબ ન આપવામાં આવતા તેમનામાં આક્રોશ જોવા મળ્યો છે. તેઓએ પોતાના બાળકોના ભવિષ્યનું રક્ષણ કરવાની માંગ કરી છે. ત્યારે થોડીવારમાં આચાર્ય ડીપીએસ સ્કુલ ખાતે પહોંચશે. 

Dec 2, 2019, 11:22 AM IST

DPS પરિસરમાંથી નફફ્ટ નિત્યાનંદના સાધકોની હકાલપટ્ટી, આશ્રમ ફરી વળશે બૂલડોઝર

કલેક્ટર તરફથી આદેશ કરાયા બાદ આજે નિત્યાનંદ આશ્રમ (Nityanand Ashram) માં રહેતા લોકો અને સાધકો આશ્રમ ખાલી કરી રહ્યાં છે. પાપલીલા તથા અનેક કૌભાંડોનું કેન્દ્ર બનેલ નિત્યાનંદ આશ્રમ આજે ખાલી કરાવવામાં આવી રહ્યો છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સાધકો અને સાધ્વીઓ આશ્રમ ખાલી કરતા નજરે ચઢ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, આ તમામ સાધકો બિસ્તરા-પોટલા લઈને આશ્રમની બહાર દેખાયા હતા. સાધકોને અહીંથી બેંગલોર લઈ જવામાં આવશે. તેમના શિફ્ટીંગ માટે 2 લક્ઝરી બસ બોલાવવામાં આવી છે, જેના દ્વારા તેઓને બેંગલોર લઈ જવામાં આવશે.

Dec 2, 2019, 09:36 AM IST
New Revelations In Nityanand Ashram Case PT1M25S

નિત્યાનંદ આશ્રમ કેસમાં દિવસેને દિવસે થઇ રહ્યાં છે નવા ખુલાસા, જુઓ ખાસ રિપોર્ટ

શહેરના હાથીજણ ખાતે આવેલા સ્વામી નિત્યાનંદ આશ્રમમાં પોતાની બાળકીને મળવા ન દેતા પિતા જનાર્દન શર્માએ ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કૉર્પસની અરજી દાખલ કરી હતી. જેના પર આજે સુનવણી હાથ ધરવામાં આવી અને કોર્ટે પોલીસને બંને યુવતીઓને હાજર કરવા આદેશ કર્યો છે.હાઇકોર્ટે બંને યુવતી લોપમુદ્રા અને નિત્યન્દીતાને કોર્ટમાં હાજર રહી પોતાનું નિવેદન આપવા આદેશ કર્યો છે. કોર્ટે બંને યુવતીઓએ કરેલા એફિડેવિટ અસંતુષ્ટ વ્યક્ત કર્યો છે. બંને બહેનો નિત્યનંદિતા અને લોપામુદ્રા જો જુબાની આપવા હાઇકોર્ટમાં આવશે ત્યારે તેમને સંપૂર્ણ પોલીસ પ્રોટેક્શન આપવામાં આવશે.

Nov 29, 2019, 11:40 AM IST
Samachar Gujarat 29 November 2019 PT26M9S

સમાચાર ગુજરાત: BRTS પાંજરાપોળ અકસ્માતમાં ડ્રાઇવરની બેદરકારી

BRTS ના વધતા જતા અકસ્માતોને લઈને સરકારે કડક કાર્યવાહી હાથ ધરી છે અને જે કોઈ BRTS ચાલક કસૂરવાર જણાય તેની સામે કાયદાકીય કાર્યવાહી અને દંડની જોગવાઈ સરકારે જાહેર કરી છે. જેમાં સૌપ્રથમ અમદાવાદના પાંજરાપોળ પાસે 21 નવેમ્બરના રોજ થયેલા અકસ્માતમાં બે સગા ભાઈઓનું BRTS સાથે ટક્કર થતાં મોત થયાની ઘટનામાં BRTS ચાલકની બેદરકારી FSL રિપોર્ટમાં બહાર આવી છે.

Nov 29, 2019, 09:00 AM IST

નિત્યનંદિતાનો વધારે એક વીડિયો બોમ્બ, પિતા-પરિવાર પર ગંભીર આરોપ લગાવ્યા

નિત્યાનંદ આશ્રમની બે યુવતી ગુમ વિવાદનો મામલો  ગુમ થયેલ યુવતી નિત્યનાદિતા નો સોશ્યલ મીડિયા પર વધુ એક  વિડિયો થયો વાયરલ થયો છે

Nov 26, 2019, 06:14 PM IST

નિત્યાનંદ આશ્રમમાં વિવાદ: આજે HCમાં મિસીંગ યુવતીઓની હેબિયસ કોર્પસ પર સુનાવણી

નિત્યાનંદ આશ્રમ (Nityanand Ashram) માંથી બે યુવતીઓ ગુમ થવાના મામલે આજે ગુજરાત હાઈકોર્ટ (Gujarat Highcourt) માં હેબિયસ કોર્પસ અરજી પર સુનાવણી થવાની છે. તો બીજી તરફ હાઈકોર્ટની નોટિસ છતાં પોલીસ બંને મિસીંગ બહેનોને ગુજરાત લાવી શકી નથી. તો બીજી તરફ, નિત્યાનંદ આશ્રમમાં બાળકોને ગોંધી રાખવાના મામલે બાળ આયોગનો રિપોર્ટ પણ આજે આવી શકે છે. બાળ આયોગની ટીમ રોજેરોજ આશ્રમમાં તપાસ કરે છે. આયોગે આશ્રમમાં ચાલતી પ્રવૃતિ અંગે તપાસ કરી છે. 

Nov 26, 2019, 10:47 AM IST
Samachar Gujarat 26 November 2019 PT25M37S

સમાચાર ગુજરાત: નિત્યાનંદ આશ્રમ કેસની બંને બહેનો સોશિયલ મીડિયા પર સક્રિય

નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે આજે બંને આરોપી પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વાને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં 5 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે બંને આરોપીઓને વધુ દોઠ દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે. આજે સરકારી વકીલ તરફથી કોર્ટમાં રિમાન્ડ અરજી પર રજુઆત કરી કે બંને આરોપી રીઢા છે, માટે તપાસમાં અને પૂછપરછમાં સહકાર આપતા નથી. આ ઉપરાંત પોલીસે વધુ 3 દિવસના રિમાન્ડની માગણી કરતા કોર્ટમાં રજુઆત કરી કે તપાસ દરમ્યાન આરોપીઓના ડિઝિટલ લોકર મળી આવ્યા છે.

Nov 26, 2019, 09:05 AM IST

તત્વપ્રિયાએ એફિડેવિટ કરીને કહ્યું, અમે સેફ છીએ, અમારું અપહરણ નથી થયું...’

નિત્યાનંદ આશ્રમ કેસ (Nityanand Ashram) મામલે હજી પણ ગાયબ રહેલી બંને બહેનો નિત્યનંદિતા (Nitya Nandita) અને નિત્ય તત્ત્વપ્રિયા (Nithya Tattvapriya) હજી પોલીસ સામે આવી નથી. તેઓ ક્યાં છે તેની માહિતી પણ તેઓ જણાવી રહ્યાં છે. પરંતુ ફેસબુક વીડિયો દ્વારા એક પછી એક ચોંકાવનારા ખુલાસા કરી રહી છે. ત્યારે સૌથી મોટી બહેન તત્વપ્રિયાએ એક એફિડેવિટ ફાઈલ કરી છે. જેની માહિતી તેણે ફેસબુક પર વીડિયો શેર કરીને આપી છે. તત્વપ્રિયાએ 7 મિનીટ જેટલા લાંબા વીડિયોમાં કોને કોને એફિડેવિટ કરવામાં આવી છે તે પણ જણાવ્યું છે. 

Nov 25, 2019, 01:16 PM IST

નિત્યાનંદ આશ્રમ કેસમાં નવો વળાંક, મિસિંગ નિત્યનંદિતાનું નેપાળ કનેક્શન આવ્યું સામે

નિત્યાનંદ આશ્રમ કેસ (Nityanand Ashram) માં કેન્દ્રીય ગૃહ વિભાગ, વિદેશ મંત્રાલય બાદ હવે ઈન્ટરપોલ આવ્યું છે. સગીર યુવતી નિત્યનંદિતા (Nitya Nandita) નું લોકેશન ટ્રેસ કરવા માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસે CID ક્રાઇમની મદદથી ઇન્ટરપોલ (Interpol) નો સંપર્ક કર્યો છે. નિત્યનંદિતા 5મી નવેમ્બરે સોનાલી ચેક પોસ્ટથી નેપાળમાં પ્રવેશી હોવાનું કહેવાઈ રહ્યું છે. ત્યાર નિત્ય નંદિતા નેપાળમાં છે કે અન્ય કોઈ દેશમાં તે ઇન્ટરપોલની મદદથી જાણી શકાશે. 

Nov 25, 2019, 10:58 AM IST

DPS સ્કૂલ મામલે મોટો ધડાકો : શાળાએ નકલી NOC બનાવી હતી

અમદાવાદના નિત્યાનંદ આશ્રમ કેસ (Nityanand Ashram) માં દિલ્હી પબ્લિક સ્કૂલ (DPS) ની મુશ્કેલીમાં વધારો થયો છે. અમદાવાદના હાથીજણ સ્થિત દિલ્લી પબ્લિક સ્કૂલની માન્યતા રદ થઈ શકે છે. લંપટ નિત્યાનંદ કાંડમાં સામેલ દિલ્હી પબ્લિક સ્કૂલ સામે શિક્ષણ વિભાગની તપાસ બાદ શાળાને તાળાં પણ લાગી શકે છે. શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાવે CBSEને ઈન્વેસ્ટિગેશન રિપોર્ટ સોંપ્યો છે. રિપોર્ટમાં દિલ્હી પબ્લિક સ્કૂલ સામે ફોજદારી પગલાં લેવાની ભલામણ કરવામાં આવી છે. શિક્ષણ વિભાગની તપાસમાં ખુલાસો થયો છે કે, 2010માં શાળાને NOC ન મળી હોવા છતાં શાળાએ નકલી NOC બનાવી હતી. આ ઉપરાંત દિલ્હી પબ્લિક સ્કૂલની જમીનમાં આશ્રમ પણ ગેરકાયદે હોવાનો ધડાકો થયો છે.

Nov 23, 2019, 08:06 AM IST
Police will get passport details Of Nitya Nandita PT6M41S

નિત્યાનંદિતાના પાસપોર્ટ ડિટેલ મેળવીને ગુજરાત પોલીસ કરશે તપાસ

નિત્યાનંદિતાના પાસપોર્ટ ડિટેલ મેળવીને ગુજરાત પોલીસ કરશે તપાસ

Nov 22, 2019, 08:10 PM IST
Nityanand Case: Tatvapriya Father Press Confence PT21M19S

તત્વાપ્રિયા અને નિત્યાનંદિતા ફેસબુકમાં એકસાથે Live

નિત્યાનંદ આશ્રમ કાંડ (Nityanand Ashram) મામલે ગાયબ થયેલી બંને બહેનો વિદેશમાં એક સાથે હોવાનો આખરે ખુલાસો થયો છે. બંને બહેનો પહેલીવાર એકસાથે ફેસબુક પર આવી હતી. ફેસુબક પર વીડિયો (Facebook Video) અપલોડ કરીને તેઓએ કહ્યું કે, પોલીસ તેમની શરતો માને તો ગુજરાત આવીશું. તો બીજી તરફ, પુત્રીઓનો વીડિયો સામે આવ્યા બાદ પિતા જર્નાદન શર્માએ પણ મીડિયા સાથે વાત કરી હતી. તેમણે દીકરીઓને મીડિયાના માધ્યમથી જવાબ આપતા કહ્યું કે, હું દરેક શરત માનવ તૈયાર છું.’

Nov 22, 2019, 03:55 PM IST

પિતા V/s પુત્રીઓ : નિત્યાનંદ વિવાદમાં એકબીજા પર આરોપબાજી, જુઓ હવે શું કહ્યું...

નિત્યાનંદ આશ્રમ કાંડ (Nityanand Ashram) મામલે ગાયબ થયેલી બંને બહેનો વિદેશમાં એક સાથે હોવાનો આખરે ખુલાસો થયો છે. બંને બહેનો પહેલીવાર એકસાથે ફેસબુક પર આવી હતી. ફેસુબક પર વીડિયો (Facebook Video) અપલોડ કરીને તેઓએ કહ્યું કે, પોલીસ તેમની શરતો માને તો ગુજરાત આવીશું. તો બીજી તરફ, પુત્રીઓનો વીડિયો સામે આવ્યા બાદ પિતા જર્નાદન શર્માએ પણ મીડિયા સાથે વાત કરી હતી. તેમણે દીકરીઓને મીડિયાના માધ્યમથી જવાબ આપતા કહ્યું કે, હું દરેક શરત માનવ તૈયાર છું.’

Nov 22, 2019, 03:48 PM IST