JUNAGADH માં વરસાદ ન પડે તો પણ ગભરાવાની જરૂર નથી, ડેમમાં પુરતુ પાણી
Trending Photos
* જૂનાગઢ શહેર માટે પાણીની પુરતી વ્યવસ્થા
* શહેરને પાણી પુરૂં પાડતાં ત્રણ ડેમોમાં પુરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ
* હાલ પર્યાપ્ત પાણી છતાં તંત્ર એક મહિના પછી સમીક્ષા કરશે
* શહેરમાં પાણીની ઘટ ન પડે તે માટે તંત્રનું આયોજન
* હાલ નર્મદાના પાણીની જરૂર નથી છતાં જરૂર પડે તંત્રની તૈયારી
* શહેરીજનોને પાણીનો દુરૂપયોગ નહીં કરવા મનપાની અપીલ
સાગર ઠાકર/જૂનાગઢ : શહેરીજનો માટે એક સારા સમાચાર છે, નગરજનો માટે પાણીની પુરતી વ્યવસ્થા હોવાનું તંત્રએ જણાવ્યું છે. શહેરને પાણી પુરૂં પાડતાં ત્રણ ડેમોમાં પુરતો પાણીનો જથ્થો હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે. જો કે હાલ પર્યાપ્ત પાણી ઉપલબ્ધ હોવા છતાં તંત્ર એક મહિના પછી આ અંગે સમીક્ષા કરશે. શહેરમાં પાણીની ઘટ ન પડે તે માટે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા લોકોને પાણીનો દુરૂપયોગ ટાળવા માટે પણ સતત અપીલ કરવામાં આવી રહી છે.
હાલમાં જ હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી વરસાદની કોઈ સંભાવના નહીં હોવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સ્વાભાવિક રીતે લોકોને પાણીની ચિંતા થાય પરંતુ જૂનાગઢવાસી માટે હાલ પુરતી પીવાના પાણીની કોઈ ચિંતા નથી. જો કે વરસાદ લંબાઈ તો પણ હાલ પુરતું પાણી પુરૂં પાડી શકાય તેવી સ્થિતી છે. તેમ છતાં એક મહિના બાદ તંત્ર આ અંગે સમીક્ષા પણ કરવાનું છે. જૂનાગઢ શહેરને પાણી પુરૂં પાડતાં ત્રણ સ્ત્રોત હસ્નાપુર ડેમ, આણંદપુર ડેમ અને વિલિંગ્ટન ડેમમાં હાલ પાણીનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે.
હસ્નાપુર ડેમની ક્ષમતા 292.97 MCFT છે અને 33 ફુટથી ઓવરફ્લો થાય છે. હાલ 25 ફુટ જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. વિલિંગ્ટન ડેમની ક્ષમતા 18 MCFT છે. 34 ફુટથી ઓવરફ્લો થાય છે. જેમાં હાલ 26 ફુટ પાણીનો જથ્થો છે. જ્યારે આણંદપુર ડેમની ક્ષમતા 93 MCFT છે અને તેમાં પણ પુરતું પાણી છે. આણંદપુર ડેમ સિંચાઈ વિભાગ હસ્તક છે અને તેમાંથી મનપા પાણીનો ઉપયોગ કરે છે.
જૂનાગઢ શહેરને દરરોજ 25 એમ.એલ.ડી. પાણીની આવશ્યકતા રહે છે. તે પ્રમાણે ત્રણેય ડેમમાં પાણીની સ્થિતિ સારી છે. હાલ ચિંતાનું કોઈ કારણ નથી પરંતુ જો વરસાદ ન આવે અને ડેમમાં પાણી ઘટે તો શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થા માટે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જરૂર પડે નર્મદાના પાણી માટેની તંત્ર પાસે તૈયારી છે ત્યારે પાણીની કોઈ મુશ્કેલી ન પડે તે માટે મનપા દ્વારા લોકોને બીનજરૂરી પાણીનો ઉપયોગ નહીં કરવા, પાણીનો બગાડ નહીં કરવા અપીલ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે