'હું અહીંથી કૂદી રહ્યો છું' કહીને સગાસંબંધીની સામે જ NRI યુવકે સાતમા માળેથી લગાવી મોતની છલાંગ
યુવક જ્યારે ઘરમાં હતો ત્યારે સંબંધીઓને કહ્યું હતું કે હું કૂદી રહ્યો છું અને પછી ગેલરીમાંથી કૂદી ગયો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. પોલીસે માતા-પિતા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે પરિવારજનો દ્વારા યુવકને ઈન્ડિયા ન આવવા કહેતા હતા છતાં તે ભારત આવ્યો હતો.
Trending Photos
ચેતન પટેલ/સુરત: સુરતમાં ફરી એકવાર ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના સીટીલાઈટના આર્જવ એપાર્ટમેન્ટમાં NRI યુવકે 7 માળેથી કૂદી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. એટલું જ નહીં, NRI યુનવકે પોતાના સગાસંબંધીની સામે જ કૂદી જઈ આત્મહત્યા કરી લીધી છે. મૃતક યુવક પાંચ દિવસ પહેલા જ પુણેથી સુરત આવ્યો હતો. પરંતુ પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે યુવક માનસિક બીમારીના તણાવમાં આવી આ પગલું ભર્યું છે. આ ઘટના સંદર્ભે ઉમરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમેરિકા ખાતે રહેતા 38 વર્ષીય NRI દીપેશભાઈ રમણલાલ પંજાબી ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓનો ઈમ્પોર્ટ-એક્સપોર્ટ બિઝનેસ કરતો હતો. 5 દિવસ પહેલાં જ દીપેશભાઈ તેમના કાકા બીમાર હોવાના કારણે તેમની ખબર અંતર પૂછવા માટે સુરત આવ્યો હતો. સોમવારે તે સિટીલાઈટના આર્જવ ટાવર ખાતે તેમના સંબંધીના ઘરમાં આંટાફેરા મારી રહ્યો હતો. દરમિયાન અચાનક જ તેણે બારીની બહાર નજર કરી "હું અહીંથી કૂદી રહ્યો છું" એમ કહીને નીચે પડતું મૂકી દીધું હતું.
પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે, યુવક જ્યારે ઘરમાં હતો ત્યારે સંબંધીઓને કહ્યું હતું કે હું કૂદી રહ્યો છું અને પછી ગેલરીમાંથી કૂદી ગયો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. પોલીસે માતા-પિતા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે પરિવારજનો દ્વારા યુવકને ઈન્ડિયા ન આવવા કહેતા હતા છતાં તે ભારત આવ્યો હતો.
મહત્વનું છે કે, મૃતક યુવક પાંચ દિવસ પહેલાં પુણેથી સુરત આવ્યો હતો. માનસિક બીમારીના કારણે તણાવમાં આવી યુવકે આ પગલું ભર્યુ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે