અમારી લાગણીનું શું, બધા અમને જ ટોર્ચર કરે છે: નર્સનું રૂદન

ગુજરાતમાં ડોકટરની હડતાળ હજી માંડ માંડ સમેટાઈ છે ત્યારે આજે રાજકોટમાં વિશ્વ નર્સ દિવસે શહેરભરની નર્સે કાળી પટ્ટી બાંધીને પોતાની માંગ સાથે વિરોધ દર્શાવી રહ્યા છે

Updated By: May 12, 2021, 11:49 PM IST
અમારી લાગણીનું શું, બધા અમને જ ટોર્ચર કરે છે: નર્સનું રૂદન
  • આંતરરાષ્ટ્રીય નર્સિંગ દિવસે જ ન્યાય માટે સરકાર પાસે આજીજી કરતો નર્સિંગ સ્ટાફ
  • માંગ નહી સંતોષાય તો એક દિવસની પ્રતિક હડતાળની ચિમકી

ગૌરવ દવે/ રાજકોટ: ગુજરાતમાં ડોકટરની હડતાળ હજી માંડ માંડ સમેટાઈ છે ત્યારે આજે રાજકોટમાં વિશ્વ નર્સ દિવસે શહેરભરની નર્સે કાળી પટ્ટી બાંધીને પોતાની માંગ સાથે વિરોધ દર્શાવી રહ્યા છે. રડતાં રડતાં નર્સે કહ્યું હતું કે- અમારી લાગણીનું શું !, બધા અમને જ ટોર્ચર કર્યા કરે છે. આ આંદોલનમાં જો તેમને તાત્કાલિક ન્યાય નહી મળે અને તેમની માંગ સંતોષવામાં નહીં આવે તો સ્ટાફ હળતાલ પર ઉતરશે અને એક દિવસની પ્રતીક હડતાળ પર જશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી.

શું છે માંગણીઓ
નર્સોની માગણીઓ છે કે, તેમને ગ્રેડ પે રૂ.4200 અને ખાસ ભથ્થાઓ રૂ.9600 પ્રતિ માસ ચૂકવાય. સાથે જ આઉટ સોર્સિંગથી ભરતી બંધ કરીને રૂ.35000 માસિક પગાર ચૂકવાય. નર્સિંગ સ્ટુડન્ટ્સમાં ડીપ્લોમા દરમિયાન રૂ. 15000 પ્રતિ માસ સ્ટાઈપેન્ડ અપાય અને ડિગ્રી અભ્યાસમાં (બેઝિક ઇજઈ) ફાઈનલ વર્ષમાં ઈન્ટર્નશીપ દરમિયાન રૂ. 18000 પ્રતિ માસ ચૂકવાય. નર્સોને બે ઉચ્ચતર પગાર ધોરણને બદલે શિક્ષકોની જેમ 10-20-30 વર્ષે ત્રણ ઉચ્ચતર પગાર અપાય. રાજ્યમાં નર્સીસની ખાલી પડેલી લગભગ 4000 જગ્યા તાત્કાલિક ધોરણે ભરીને હાલની અછત દૂર કરાય. નર્સોને છેલ્લા એક વર્ષથી આજદીન સુધી ન મળેલી રજાઓનું વળતર અપાય અથવા જમા કરવાનો હુકમ થાય. ફિક્સ પગારમાં ફરજો બજાવતા નર્સીસને પણ આ તમામ ભથ્થા સમાન દરે ચૂકવાય.

આ પણ વાંચો:- ગોંડલમાં વકીલોમાં રોષ, જિલ્લા કલેકટરના હુકમ સામે પ્રાંત અધિકારીને પાઠવ્યું આવેદનપત્ર

17 મે સુધીનું અલટીમેટમ
નર્સો દ્વારા 1આજથી17મી મે સુધી આ ઙઙઊ કીટ પર હાથમાં કાળી પટ્ટી બાંધીને ધરણાં યોજી પોતાનો વિરોધ વ્યક્ત કરશે. આ દરમિયાન તેઓ દર્દીઓની સેવા ચાલુ રાખશે. જો સરકાર દ્વારા આ દરમિયાન કોઈ કાર્યવાહી નહીં કરાય તો 18મી મેના રોજથી તેમણે એક દિવસની પ્રતિક હડતાલ પર જવાની ચીમકી ઉચ્ચારી છે. જેમાં રાજ્યના દરેક જિલ્લા ખાતેની તમામ હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં ફરજો બજાવતા નર્સીસ તેમાં જોડાઈને સામુહિક વિરોધ દાખવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube