ગુજરાતમાં વધુ એક ટ્રેન અકસ્માત થતા રહી ગયો, ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતર્યું, ને એકાએક ટ્રેન ચાલુ થઈ થઈ
Train Accident : પંચમહાલ જિલ્લામાં ગોધરા નજીક ગુડ્સ ટ્રેનનું એન્જિન પાટાની નીચે ઉતરી ગયો... ઘટનાને પગલે રેલવે તંત્ર દોડતું થયું
Trending Photos
Panchmahal News જ્યેન્દ્ર ભોઈ/પંચમહાલ : ગોધરા તાલુકાના ટૂવા ગામ નજીક આજે મોટો રેલવે અકસ્માત થતા રહી ગયો હતો. લોકોમોટિવ ડીરેલ થવાની ઘટના સામે આવી છે, જ્યાં એક ગુડ્સ ટ્રેનનું એન્જિન પાટા પરથી નીચે ઉતરી ગયું હતું. જો કે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર, આજ રોજ ગોધરા તાલુકાના ટુવા નજીક ગુડ્સ ટ્રેનનું લોકોમોટીવ ડીરેલ થવાની ઘટના સામે આવી છે. આણંદથી ગોધરા તરફ આવી રહેલ ગુડ્ઝ ટ્રેન ટુવા સ્ટેશન ખાતે લૂપ લાઈન પર ઊભી હતી, જે દરમ્યાન એકાએક ટ્રેન ચાલુ થઈ ગઈ હતી અને લૂપ લાઇનના ડેડ એન્ડ પર પહોંચી ગઈ હતી. વહેલી પરોઢના સાડા ચાર વાગ્યે બનેલી આ ઘટનામાં જો કે કોઈ જાનહાનિ થઈ ન હતી.
લાહૌલ સ્પીતિમાં ફસાયેલા પ્રવાસીઓ માટે રાજ્ય સરકારની ટીમો દ્વારા બચાવ કામગીરી#Himachalpardesh #tourist #Rescue #ZEE24KalakOrignalVideo pic.twitter.com/btsLTG83h8
— Zee 24 Kalak (@Zee24Kalak) July 13, 2023
આ વિશે લોકોમોટીવ ડીરેલ થવાની ઘટનાની જાણ થતાં રેલવે વિભાગની રેસ્કયુ વાન સહિતની પશ્ચિમ રેલવે વિભાગની રાહત ટીમ આવી પહોંચી હતી. લૂપ લાઈન પર માટીમાં ખૂંપી ગયેલા એન્જિનની આસપાસથી માટી દૂર કર્યા બાદ અન્ય લોકોમોટીવ એન્જિન દ્વારા ડીરેલ થયેલા એન્જિનને ખેંચવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ ગંભીર ઘટનાની જાણ થતાં રેલવે વિભાગની ટેક્નિકલ ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ આ ઘટના કયા કારણોસર બની તે અંગે રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જો કે સમગ્ર ઘટના દરમિયાન કોઈ જાનહાનિ ન થતાં રેલવે વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે