PF એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા કેટલું યોગ્ય? 3 લાખ રૂપિયા ઉપાડશો તો રિટાયમેંટ પર 35 લાખ ઓછા મળશે

EPFO ના અનુસાર લોકોએ કોરોનાકાળમાં સૌથી વધુ ફંડ ઉપાડ્યું. 71 લાખથી વધુ લોકોએ પોતાના EPF એકાઉન્ટ બંધ કરાવી દીધા. તમારા માટે જાણવું જરૂરી છે કે EPF એકાઉન્ટમાંથી પૈસા ઉપાડતાં રિયાયરમેંટ ફંડ કેટલો ઓછો થઇ જાય છે. 

PF એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા કેટલું યોગ્ય? 3 લાખ રૂપિયા ઉપાડશો તો રિટાયમેંટ પર 35 લાખ ઓછા મળશે

EPF Withdrawal: પ્રોવિડેંટ ફંડ એકાઉન્ટ આપણા માટે એક સેવિંગ એકાઉન્ટ છે અને નિવૃત ફંડ પણ. પરંતુ નોકરિયાત લોકો આ એકાઉન્ટમાંથી સમયાંતરે પૈસા ઉપાડતા રહે છે. ખાસકરીને કોરોના મહામારી દરમિયાન લોકોને મોટી સંખ્યામાં પ્રોવિડેંટ ફંડ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડ્યા. કદાચ ઓછા લોકો જાણે છે કે વારંવાર EPF એકાઉન્ટમાંથી વિડ્રોલ કરવાથી નિવૃતફંડ પણ ઓછો થતો જાય છે. EPFO ના અનુસાર લોકોએ કોરોનાકાળમાં સૌથી વધુ ફંડ ઉપાડ્યું. 71 લાખથી વધુ લોકોએ પોતાના EPF એકાઉન્ટ બંધ કરાવી દીધા. તમારા માટે જાણવું જરૂરી છે કે EPF એકાઉન્ટમાંથી પૈસા ઉપાડતાં રિયાયરમેંટ ફંડ કેટલો ઓછો થઇ જાય છે. 

PF વિંડ્રોલથી કેટલો ઓછો થશે Retirement Fund?
EPF ના નિવૃત આસિસ્ટેંટ કમિશ્નર એ.કે.શુક્લાના અનુસાર તમારી ઉંમર 30 વર્ષની છે અને નિવૃતમાં 30 વર્ષના બાકી છે અને તમે તમારા EPF એકાઉન્ટમાંથી 1 લાખ રૂપિયા વિંડ્રોલ કરો છો તો તેનો અર્થ છે કે 60 વર્ષ ઉંમરમાં રિટાયરમેંટ ફંડમાંથી મળનાર એમાઉન્ટમાંથી 11.55 લાખ રૂપિયા ઓછા થઇ જશે. આવો ગણતરી મુજબ સમજીએ કે સમય પહેલાં વિંડ્રોલનું કેટલું નુકસાન થઇ શકે છે. 

કેટલો PF વિડ્રોલ    20 વર્ષ પછી ફંડમાં કેટલું અંતર        30 વર્ષ પછી ફંડમાં કેટલું અંતર
10 હજાર રૂપિયા      51 હજાર રૂપિયા                                 1 લાખ 16 હજાર રૂપિયા
20 હજાર રૂપિયા     1 લાખ 02 હજાર રૂપિયા                       2 લાખ 31 હજાર રૂપિયા
50 હજાર રૂપિયા      2 લાખ 55 હજાર રૂપિયા                      5 લાખ 58 હજાર રૂપિયા
1 લાખ રૂપિયા         5 લાખ 11 હજાર રૂપિયા                       11 લાખ 55 હજાર રૂપિયા
2 લાખ રૂપિયા        10 લાખ 22 હજાર રૂપિયા                     23 લાખ 11 હજાર રૂપિયા
3 લાખ રૂપિયા       15 લાખ 33 હજાર રૂપિયા                      34 લાખ 67 હજાર રૂપિયા

ક્યારે ઉપાડવા જોઇએ PF ના પૈસા?
એ.કે. શુક્લાના અનુસાર PF ભલે તમારી સેવિંગ છે, પરંતુ આ 60 વર્ષ બાદ માટે છે. એટલા માટે રિટાયરમેંટ ફંડ (Retirement Fund) કહે છે. જો તમારી સામે કોઇ નાણાકીય સંકટ નથી અથવા પછી ખૂબ જરૂર નથી ત્યાં સુધી PF ના પૈસા ઉપાડવા ન જોઇએ. હાલ EPF પર 8.5 ટકા વ્યાજ મળી રહ્યું છે. સ્મોલ સેવિંગ્સની તુલનામાં આ સૌથી વધુ વ્યાજ છે. એટલા માટે મોટાભાગના લોકો EPF એકાઉન્ટમાં વોલેંટરી પણ પૈસા નાખે છે. EPF માં જેટલું રોકાણ કરશો એટલું વ્યાજ વધુ હોવાથી એટલો વધુ ફાયદો મળશે. જોકે બજેટ 2021 માં હવે 2.50 લાખ રૂપિયાથી ઉપરના રોકાણ પર મળનાર વ્યાજ ટેક્સના દાયરામાં લાવવામાં આવ્યું છે, પરંતુ તેમછતાં તેમાં રોકાણનો પોતાનો ફાયદો છે. 

કેટલો કપાય છે તમારો EPF?
EPFO  ના અનુસાર નૌકરીયાતનો દર મહિનનાના પગારમાંથી 12 ટકા રકમ EPF ખાતામાં જમા થઇ જાય છે. એટલી જ રકમનો ભાગ એમ્પ્લોયર તરફથી પણ એમ્પ્લોઇના PF ખાતામાં જમા થાય છે. EPF એકાઉન્ટમાં બે ભાગમાં પૈસા જમા થાય છે. પહેલો PF માં જમા થાય છે અને બીજો ભાગ પેંશનનો હોય છે. પેંશનમાં એમ્પલોયરના કંટ્રીબ્યૂશનના 8.33 ટકા જમા થાય છે, તેની અધિકત સીમા હાલ 1250 રૂપિયા છે. PF માં જમા પૈસા પર કમ્પાઉંડિંગ વ્યાજ મળે છે. EPFO ના નિયમોના અનુસાર રિટાયરમેંટથી પહેલાં પણ EPF ના પૈસા નિકાળી શકાય છે. પરંતુ તેની કેટલીક શરતો નક્કી કરવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news