સાકેત ગોખલે બાદ વધુ એક શખ્સ સામે ફરિયાદ, મોરબી હોનારત બાદ PM વિશે કરી હતી ટ્વીટ
Saket Gokhle Tweet On PM Modi : TMCના પ્રવક્તા સાકેત ગોખલે સામે નોંધાઇ વધુ એક ફરિયાદ.... મોરબીમાં ચૂંટણી અધિકારીએ નોંધાવી ફરિયાદ... PM મોદીની મોરબી મુલાકાતના ખર્ચ અંગે કર્યું હતું ટ્વીટ....
Trending Photos
હિમાંશુ ભટ્ટ/મોરબી : મોરબીના ઝુલતા પુલ દુર્ઘટના બાદ પ્રધાનમંત્રી મોદીએ કરેલી મોરબીની મુલાકાત અંગે ટ્વીટ કરનાર બે શખ્સો સામે ગુનો નોંધાયો છે. મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચૂંટણી અધિકારીએ નોંધાવી બે શખ્સો સામે ફરિયાદ કરી છે. ઝૂલતા પુલ દુર્ઘટના બાદ મોદીની મોરબી મુલાકાતના ખર્ચને લઈને આ ટ્વીટ કરવામાં આવી હતી. ત્યારે ખોટી માહિતી ટ્વિટર ઉપર શેર કરીને વિવિધ વર્ગો વચ્ચે દુશ્મનાવટ ઊભી થાય એને તિરસ્કારની ભાવના ઊભી થાય તેવુ કારણ ફરિયાદમાં દર્શાવાયું છે. દક્ષ પટેલ અને સાકેત ગોખલે નામના બે શખ્સો સામે ચૂંટણી અધિકારીએ ફરિયાદ નોંધાવી છે. જેમાં ટીએમસી નેતા સાકેત ગોખલેની આ સપ્તાહમાં અટકાયત કરાઈ હતી.
TMCના પ્રવક્તા સાકેત ગોખલે સામે નોંધાઇ વધુ એક ફરિયાદ
મહત્વનું છે કે મોરબીમાં ઝૂલતો બ્રિજ તૂટી ગયા પછી પ્રધાનમંત્રી મોદીએ મોરબીની મુલાકાત લીધી હતી. જેમાં હોસ્પિટલમાં દાખલ ઈજાગ્રસ્ત દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા. આ દરમિયાન કરવામાં આવેલા ખર્ચ અંગે ખોટી માહિતી ટ્વિટર પર શેર કરવામાં આવી હતી. ત્યારે TMCના પ્રવક્તા સાકેત ગોખલે સામે વધુ એક ફરિયાદ નોંધાઈછે. મોરબીમાં ચૂંટણી અધિકારીએ આ ફરિયાદ નોંધાવી છે. PM મોદીની મોરબી મુલાકાતના ખર્ચ અંગે કર્યું હતું ટ્વીટ.
ટીએમસી નેતા છે સાકેત ગોખલે
સાકેત ગોખલેએ મોરબી પુલ તુટવાની ઘટના બાદ પીએમ મોદી મુલાકાત પાછળ થયેલા ખર્ચા અંગે ટવીટ કરી હતી, જેને લઇને અટકાયત કરવામાં આવી હતી. સોમવારે સાકેત નવી દિલ્હીથી જયપુર માટે રાતે 9 વાગ્યાની ફ્લાઈટમાં ઉતર્યા હતા. તેઓ ફ્લાઈટથી ઉતરતા જ ગુજરાત પોલીસે રાજસ્થાન એરપોર્ટથી તેમની અટકાયત કરાઈ હતી. સાકેત ગોખલેએ મોરબી પુલ ઘટનામાં એક રિપોર્ટ ટ્વીટ પર શેર કરી હતી. જેમાં તેઓએ પીએમ મોદીના મોરબી બ્રિજવાળી જગ્યા પર જવાને લઈને સવાલ ઉઠાવ્યા હતા. તેઓએ ટ્વીટમાં લખ્યું હતું કે, આરટીઆઈથી માલૂમ પડ્યું કે, કેટલાક કલાકો માટે પીએમ મોદીની મોરબી મુસાફરી પર 30 કરોડ રૂપિયાનો ખર્ચો કરાયો છે. તેમાંથી 5.5 કરોડ રૂપિયા વેલકમ, ઈવેન્ટ મેનેજમેન્ટ અને ફોટોગ્રાફી માટે ખર્ચાયા હતા. તેઓએ આગળ લખ્યું કે, 5 કરોડમાંથી પ્રત્યેક મૃતકોના સ્વજનોને 4 લાખ રૂપિયાની રકમ આપવામાં આવી હતી. માત્ર મોદીના કાર્યક્રમની વ્યવસ્થા અને પીઆર કિંમત 135 લોકોની જીવન કરતા વધુ છે. જેના બાદ ગુજરાતની સાયબર સેલે ટીએમસી પ્રવક્તા સાકેત ગોખલેની સામે અફવા ફેલાવવાના મામલે કેસ દાખલ કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે