મિત્રએ પોતાના મિત્રની હત્યા કરી, ત્યારબાદ પોતે કરી આત્મહત્યા

મિત્રએ પોતાના મિત્રની હત્યા કરી, ત્યારબાદ પોતે કરી આત્મહત્યા

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના રામપરા ગામની સીમમાં હત્યાનો બનાવ બન્યો છે. મિત્રએ જ મિત્રની હત્યા કરી છે. ધારીયાના ઘા મારીને મિત્રની હત્યા કરવામા આવી છે, ત્યારબાદ તેણે પણ ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. મિત્રની ધારીયાના ઘા મારી હત્યા નિપજાવ્યા બાદ જાતે બાજુની ઓરડીમાં ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે જોરાવનગર પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. 

મિત્રની હત્યા કેમ કરી અને ત્યારબાદ પોતે આત્મહત્યા કેમ કરી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news