સોમનાથ દર્શન માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન ફરજીયાત, પાસ સિવાય એન્ટ્રી બંધ

શ્રાવણ મહિનાના પહેલા દિવસે એટલે કે આજે સવારે સોમનાથ મંદિરમાં પોલીસ અને ભક્તો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેના પગલે ગીર સોમનાથનાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરની હાજરીમાં સોમનાથ ટ્રસ્ટનાં જનરલ મેનેજર સાથે બેઠક યોજાઇ હતી. જેના પગલે કલેક્ટર અને મંદિર ટ્રસ્ટ દ્વારા સંયુક્ત રીતે પાસ સિસ્ટમ લાગુ કરવા પર સંમતી સધાઇ હતી. દર્શન માટે ફરજીયાત વેબસાઇટ પર પાસ સિસ્ટમથી શનિવારથી લાગુ કરવામાં આવશે. તેવો નિર્ણય લેવાયો છે. આ સિસ્ટમ વેરાવળના સ્થાનિક લોકોને પણ લાગુ પડશે. તેમણે પણ ફરજીયાત પાસ લેવા પડશે. વેબસાઇટ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
સોમનાથ દર્શન માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન ફરજીયાત, પાસ સિવાય એન્ટ્રી બંધ

વેરાવળ : શ્રાવણ મહિનાના પહેલા દિવસે એટલે કે આજે સવારે સોમનાથ મંદિરમાં પોલીસ અને ભક્તો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેના પગલે ગીર સોમનાથનાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરની હાજરીમાં સોમનાથ ટ્રસ્ટનાં જનરલ મેનેજર સાથે બેઠક યોજાઇ હતી. જેના પગલે કલેક્ટર અને મંદિર ટ્રસ્ટ દ્વારા સંયુક્ત રીતે પાસ સિસ્ટમ લાગુ કરવા પર સંમતી સધાઇ હતી. દર્શન માટે ફરજીયાત વેબસાઇટ પર પાસ સિસ્ટમથી શનિવારથી લાગુ કરવામાં આવશે. તેવો નિર્ણય લેવાયો છે. આ સિસ્ટમ વેરાવળના સ્થાનિક લોકોને પણ લાગુ પડશે. તેમણે પણ ફરજીયાત પાસ લેવા પડશે. વેબસાઇટ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું પડશે.

વેરાવળનાં લોકો દર્શન કરવા ઇચ્છતા હોય તો તેઓએ પથિકાશ્રમ નજીક પાસ મળશે. આ અલગ કાઉન્ટરપરથી તેઓ પાસ મેળવી શકશે. આ સુવિધા જો કે માત્ર વેરાવળ વાસીઓ માટે જ રહેશે. બહારનાં લોકોએ ટ્રસ્ટની વેબસાઇટ પરથી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે. ઓનલાઇન રજીસ્ટ્રેશનની સુવિધા શનિવારથી વેબસાઇટ પર ચાલુ થઇ જશે. 

આ ઉપરાંત મંદિરના દર્શનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. સવારે 5.30થી 6.30, સવારે 7.30 થી 11.30, બપોરે 12.30થી 6.30 અને સાંજે 7.30થી 9.15 વાગ્યા સુધી દર્શન કરી શકાશે. આરતી સમયે કોઇને પણ પ્રવેશ મળશે નહી. મંદિર રાત્રે સવા નવ વાગ્યા સુધી ખુલ્લું રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news