NCERTની પુસ્તકથી અલગાવવાદી રાજનીતિનું ચેપ્ટર હટાવ્યું, આર્ટિકલ 370 વિષય જોડાયો

રાષ્ટ્રીય શૈક્ષણિક અનુસંધાન તેમજ પ્રશિક્ષણ પરિષદ (એનસીઇઆરટી)એ 12માં ધોરણના રાજકીય વિજ્ઞાન પુસ્તકના એક પાઠમાં સુધારો કરીને, તેમાંથી જમ્મુ-કાશ્મીરના અલગાવવાદી રાજકારણ પરના ફકરાઓ દૂર કર્યા અને ગત વર્ષે રાજ્યના વિશેષ દરજ્જાના નાબૂદનો ટૂંક ઉલ્લેખ કર્યો.
NCERTની પુસ્તકથી અલગાવવાદી રાજનીતિનું ચેપ્ટર હટાવ્યું, આર્ટિકલ 370 વિષય જોડાયો

નવી દિલ્હી: રાષ્ટ્રીય શૈક્ષણિક અનુસંધાન તેમજ પ્રશિક્ષણ પરિષદ (એનસીઇઆરટી)એ 12માં ધોરણના રાજકીય વિજ્ઞાન પુસ્તકના એક પાઠમાં સુધારો કરીને, તેમાંથી જમ્મુ-કાશ્મીરના અલગાવવાદી રાજકારણ પરના ફકરાઓ દૂર કર્યા અને ગત વર્ષે રાજ્યના વિશેષ દરજ્જાના નાબૂદનો ટૂંક ઉલ્લેખ કર્યો.

એનસીઇઆરટીએ શૈક્ષણિક સત્ર 2020-21 માટેના પાઠયપુસ્તકમાં આઝાદી પછી ભારતના રાજકારણના પાઠમાં સુધારો કર્યો છે. 'અલગતાવાદ અને તેનાથી આગળ'ને દૂર કરવામાં આવ્યા છે, જ્યારે કલમ 37૦ નાબૂદ કરવાના વિષયને પ્રાદેશિક મહત્વાકાંક્ષાઓ વિષય હેઠળ સમાવવામાં આવેલ છે.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 5 ઓગસ્ટના કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીર રાજ્યનો વિશેષ દરજ્જો નાબૂદ કર્યો હતો અને રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશો જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં વિભાજિત કર્યું હતું.

અલગતાવાદના અંશમાં જે પાઠથી દૂર કરવામાં આવ્યું છે, તેવું કહેવામાં આવ્યું હતું કે અગલાવાદીઓનો એક વર્ગ કાશ્મીરને ભારત અને પાકિસ્તાનથી અલગ રાષ્ટ્ર તરીકે ઇચ્છે છે. બીજો જૂથ ઈચ્છે છે કે કાશ્મીરને પાકિસ્તાન સાથે જોડવા માગે છે. ત્રીજો વિભાગ ભારતીય સંઘ હેઠળ રાજ્યના લોકો માટે વધુ સ્વાયત્તતા માંગે છે.

આ પાઠમાં જૂન 2018માં લાદવામાં આવેલા રાષ્ટ્રપતિ શાસનનો પણ ઉલ્લેખ છે, જ્યારે ભાજપે મહેબૂબા મુફ્તી સરકારને ટેકો પાછો ખેંચ્યો હતો. તેના અંતે, કલમ 370ની જોગવાઈને દૂર કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

જમ્મુ-કાશ્મીર વિશે સુધારેલા વિભાગમાં એમ કહેવામાં આવ્યું છે કે ભારતના બંધારણ હેઠળ જમ્મુ કાશ્મીરને કલમ 37૦ હેઠળ વિશેષ દરજ્જો હતો. આ હોવા છતાં, આ વિસ્તારમાં હિંસા, સરહદ આતંકવાદ અને રાજકીય અસ્થિરતા જોવા મળી, જેના આંતરિક અને બાહ્ય પ્રભાવ પડ્યા.

આ અંશમાં એમ કહેવામાં આવ્યું છે કે આર્ટિકલના પરિણામસ્વરૂપે નિર્દોષ નાગરિકો, સુરક્ષા દળો સહિત ઘણા લોકોએ જીવન ગુમાવ્યું હતું. આ ઉપરાંત કાશ્મીર ખીણમાંથી મોટી સંખ્યામાં કાશ્મીરી પંડિતો વિસ્થાપિત થયા હતા.

સુધારેલા અંશમાં જણાવાયું છે કે, 5 ઓગસ્ટ 2019ના રોજ સંસદે આર્ટિકલ 370 હેઠળ મેળવેલા વિશેષ દરજ્જાના નાબૂદ કરવાને મંજૂરી આપી હતી. રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચ્યું- વિધાનસભા વિના લદ્દાખ અને તેની સાથે જમ્મુ-કાશ્મીર. સુધારેલી પાઠયપુસ્તકમાં 2002થી જમ્મુ-કાશ્મીરના ઘટનાક્રમનો ઉલ્લેખ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news