રાજકોટમાં કોરોનાની મહામારી વચ્ચે પ્રેક્ટિસ કરતા ઉંટ વૈદ્યને SOG એ ઝડપી પાડ્યો

રાજકોટમાં કોરોનાની મહામારી વચ્ચે પ્રેક્ટિસ કરતા ઉંટ વૈદ્યને SOG એ ઝડપી પાડ્યો

* રાજકોટમાં થી વધુ એક મુન્નાભાઈ MBBS ની ધરપકડ 
* SOG પોલીસે બદ્રી નામના બોગસ તબીબની કરી ધરપકડ 
* પોલીસે બોગસ તબીબની પાસેથી એલોપેથી દવાનો જથ્થો કર્યો કબજે

રક્ષીત પંડ્યા/રાજકોટ: કોરોના વાયરસની મહામારી વચ્ચે રાજકોટ પોલીસે વધુ એક બોગસ તબીબને ઝડપી પડ્યો છે.. રાજકોટ ના ગુલાબનગર વિસ્તારમાં છેલ્લા 2 વર્ષથી તબીબ તરીકે પ્રેક્ટીસ કરતા બદ્રી સૂર્યવંશી ને બાતમીના આધારે SOG પોલીસે ઝડપી પડ્યો છે.. પોલીસે રેડ કરી આરોપી બોગસ તબીબ ની ધરપકડ કરી દવા તેમજ બોટલ સહીત નો મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટ SOG પોલીસે બાતમી નાં આધારે રેડ કરી બોગસ તબીબ ને ઝડપી પડ્યો છે. એક તરફ કોરોના વાયરસની મહામારી સમગ્ર વિશ્વ માં ચાલી રહી છે બીજી તરફ રાજકોટ SOG પોલીસે ગુલાબનગર વિસ્તારમાંથી બોગસ તબીબ ની ધરપકડ કરી છે. પોલીસને હકીકત બાતમી મળી હતી જેના આધારે મહાનગર પાલિકા ની હેલ્થ વિભાગ ને સાથે રાખી ગુલાબનગર વિસ્તારમાં આવેલ ઓમ ક્લિનિક નામના દવાખાનામાં તપાસ કરતા બદ્રી નામનો વ્યક્તિ કે જેની પાસે કોઈ પણ જાતની તબીબી ડીગ્રી ન હોવાનું સામે આવ્યું હતું. જેને લઇ પોલીસે તેની ધરપકડ કરી સ્થળ પરથી ઇન્જેક્શન, ગ્લુકોઝની બોટલો, એલોપેથીની દવા, બ્લડપ્રેસર માપવા મશીન સહીત 8000 નો મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલ બોગસ તબીબ બદ્રી  સૂર્યવંશી નર્સિંગનો અભ્યાસ કર્યા બાદ છેલ્લા બે વર્ષથી રાજકોટ આવી ગુલાબનગર વિસ્તારમાં ઓમ ક્લિનિક ચલાવી લોકોને એલોપેથી દવા આપી સારવાર આપતો હતો. જેમાં તે તમામ પ્રકારની સામાન્ય સારવાર દવા આપી તેમજ જરૂર જણાય તો ગ્લુકોઝની બોટલ ચડાવી દર્દીઓની સારવાર કરતો હતો. આ બોગસ તબીબ રૂપિયા 30 થી 50 માં દર્દીઓને સારવાર આપતો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

હાલ પોલીસે રાજકોટમાંથી વધુ એક મુન્નાભાઈ MBBSને ઝડપી પાડી કોઈ દર્દીને મેજર સારવાર આપી છે કે કેમ સહીતના અલગ અલગ મુદાઓને લઇ તપાસ હાથ ધરી છે. આ અગાઉ રાજકોટ શહેર ઉપરાંત ગ્રામ્ય પોલીસે પણ શાપર ખાતે થી બોગસ તબીબને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી. ઉલેખ્ખનીય છે કે હાલમાં કોરોના નામની વૈશ્વિક મહામારી ચાલી રહી છે. જેને ડામવા માટે સમગ્ર વિશ્વનું આરોગ્ય વિભાગ મહેનત કરી રહ્યું છે. તેવામાં બોગસ તબીબ પોલીસ પકડ માં સામે આવતા અનેક લોકોના આરોગ્ય સાથે ચેડા થયા હોવાનું જાણી શકાય છે, ત્યારે પોલીસે પણ લોકો ને અપીલ કરી છે કે કોઈ પણ બીમારી હોય તો તેની સારવાર સરકારી દવાખાના અથવા યોગ્ય તબીબ દવાખાના માં લેવી અને બોગસ તબીબ વિષે કોઈ  માહિતી જણાય તો પોલીસ ને જાણ કરવી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news