JUNAGADH માં પ્રિમોન્સુન કામગીરીના નામે માત્ર કાગળો પર કામકાજ
Trending Photos
ભાવીન ત્રિવેદી/જૂનાગઢ : મનપા દ્વારા કરવામા આવતી પ્રિ મોન્સુન કામગીરી માત્ર કાગળ ઉપર થતી હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. હજૂ શહેરના અનેક વોકળાની સફાય થઇ નથી તેની સાથે વીજ પોલ સાથેનું ટ્રી કટીંગ પણ જોવા નથી મળતું. ચોમાસુ નજીક આવી ગયું છે ત્યારે મનપા દ્વારા પ્રિ મોન્સુન કામગીરી કરવામા આવે છે, પણ હજુ શહેરના અનેક વોકળા કાદવ કીચડ અને કચરાથી ભરાયેલા જોવા મળે છે તેની સાથે વીજ કરંટના કેસ પણ ઘણા સામે આવતા હોય છે. ત્યારે વીજ વાઈર સાથે વૃક્ષોની ડાળીનું કટીંગ કરવાની કામગીરી પણ બરાબર નથી.
હજું અનેક વીજ ટ્રાન્સમર સાથે વૃક્ષોની ડાળીઓ જોવા મળે છે અને વીજ લાઈન સાથે વૃક્ષોની ડાળીઓ લટકતી જોવા મળે છે. ત્યારે મનપા દ્વારા શહેરમા ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહયું છે. ત્યારે ગટરનું કામ પુર્ણ થયું ત્યા ડામર રોડ બનાવવામાં આવ્યો નથી. જેના કારણે શહેરના અનેક રસ્તાઓ પર ખાડા જૉવા મળે છે. ત્યારે વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સ્થાનીક આગેવાન મતે જૂનાગઢ મનપાની પ્રિ મોન્સુન કામગીરી માત્ર કાગળ ઉપર જોવા મળે છે. શહેરમાં થોડા જ વરસાદમાં ગટર ઉભરાય હતી. રસ્તા ઉપર પાણી ભરાયેલા જોવા મળ્યા હતા ત્યારે હજૂ ચોમાસુ શરૂ થયું છે ત્યારે જે કામગીરી બાકી હોય તે વેહલી તકે પુર્ણ કરવાની માંગ કરી હતી.
જૂનાગઢ મહાનગર પાલીકા દ્વારા થતી પ્રિ મોન્સુન કામગીરી મુદે મેયર જણાવ્યું હતું કે, પ્રિ મોન્સુનની કામગીરી ચાલી રહી છે. જેમા શહેરના તમામ વોકળાની સફાઈ તેમજ વીજ લાઈન સાથે જે વૃક્ષોની ડાળીનું કટીંગ હોઇ કે શહેરમાં ભૂગર્ભ ગટર કામનું પેચ વર્કના ઑર્ડર અપાય ગયા છે. હજુ પણ કોઇ જગ્યાએ કામગીરી બાકી રહેતી હશે તે ચોમાસા પેહલા પૂર્ણ કરી દેવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે