Operation Kaveri : સુદાનમાં મોત જોઈને વતન પરત ફર્યા ગુજરાતીઓ, હર્ષ સંઘવીએ તમામને આવકાર્યા
Operation Kaveri : સુદાનથી બચાવાયેલા તમામ નાગરિકોને અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યા... તમામ પ્રવાસીઓને ઘરે જવાની વ્યવસ્થા કરાઈ
Trending Photos
Indian in Sudan evacuated : ઓપરેશન કાવેરી અંતર્ગત આજે વધુ ભારતીયોને દેશમા લાવવામા આવ્યા છે. 231 ભારતીયો યુદ્ધગ્રસ્ત સુદાનથી સુરક્ષિત સ્વદેશ પહોંચ્યા છે. સાઉદીના જેદ્દાહ એરપોર્ટથી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. જોકે, સ્વદેશ પરત ફરેલા તમામ પ્રવાસીઓ ગુજરાતના છે. ત્યારે ઓપરેશન કાવેરીમાં સુદાનથી આવેલા ગુજરાતીઓએ એરપોર્ટ પર પોતાની વ્યથા વર્ણવી હતી કે, વેપાર, ધંધા, મિલકત બધું છોડીને આવ્યા છીએ. તો બીજી તરફ, પ્રવાસીઓના આગમનને લઈને રાજ્યે આરોગ્ય વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. રાજ્ય સરકાર અને amc ની હેલ્થ ટીમ એરપોર્ટ પર ડિપ્લોઈ કરાઈ છે. તમામ પ્રવાસીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવનાર છે, અને પોઝિટિવ આવેલા પ્રવાસીઓ માટે કરાઈ ક્વોરોનટાઇનની વ્યવસ્થા કરવામા આવી છે. ઇન્ટરનેશનલ ટર્મિનલ ખાતે એમ્બ્યુલન્સ, એસટીની વોલ્વો બસ સહિતની તમામ વ્યવસ્થા કરાઈ હતી. તો ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી ખુદ પ્રવાસીઓને આવકારવા ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ ઈન્ટરનેશનલે એરપોર્ટ પર સુદાનથી આવેલા લોકોનું સ્વાગત કરાયુ હતું. ઈન્ડિગો ફ્લાઈટમાં સવારે 10.15 કલાકે તમામ લોકો અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. ત્યાર બાદ અમદાવાદ જિલ્લા અરોગ્યની ટિમ અને એએમસીની અરોગ્ય ટિમ દ્વારા સ્કેનિંગ કરવામાં આવ્યું હતું. વેકસીન લીધેલ છે તેવા લોકોને પોતાના ઘરે જવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. અને જે લોકોને ક્વોરોન્ટાઇ માટેની જરૂર છે તેવા લોકો માટે હોટલ બુક કરવામાં આવી છે. જે લોકો બીમાર છે તેને એમ્બ્યુલન્સ મારફતે ઘરે પહોંચાડવામાં આવ્યા છે. તેમજ અમદાવાદ એરપોર્ટથી એસટી નિગમને બસ વ્યવસ્થા કરી હતી.
સુદાનથી પરત આવેલા મુસાફર ભુપેન્દ્ર કોઠારીએ જણાવ્યું કે, સુદાનમા અરાજકતા ખૂબ છે. રેસ્ક્યુ કરીને સલામત પરત આવ્યા છીએ. આ માટે હું સરકારનો આભાર માનું છું. તો અન્ય એક મુસાફર મીત ગાંધીએ જણાવ્યું કે, અમે રિસ્ક સાથે આવ્યા છીએ. સુદાનમાં ખરાબ હાલત છે. 29 એપ્રિલના રોજ અમે નીકળ્યા હતા. આર્મી કેમ્પ પાસે પહોંચ્યા બાદ અમે રાહતનો શ્વાસ લીધો હતો. ત્યાં લોકોએ જેલ તોડી નાંખી છે. લૂંટફાટ થઈ રહી છે.
આ મુદ્દે હર્ષ સંઘવીએ કહ્યું કે, ઓપરેશન કાવેરીના માધ્યમથી સુદાનમાં ફસાયેલા તમામ ભારતીયોને પરત લાવવા પ્રયાસ ચાલુ છે. ટેકનોલોજીના ઉપયોગથી પરત લાવી રહ્યાં છે. કેન્દ્ર સરકારના પ્રયન્ટ દ્વારા ભારતીયોને ભયંકર સ્થિતિમાંથી બહાર લાવી રહ્યાં છીએ. હાલ અમદાવાદમાં 231 ભારતીયો આવ્યા છે. જેમાં 208 ગુજરાતીઓ અને 13 પંજાબી છે. કેન્દ્રના સંકલનમાં રહી તમામ વ્યવસ્થા કરાઈ છે. વોલ્વો બસની વિશેષ વ્યવસ્થા, મેડિકલ ટીમ તૈનાત રખાઇ છે, અત્યાર સુધીમાં 360 લોકો ગુજરાતી પરિવારને મળ્યા છે. એરફોર્સની મદદથી આવા લોકોને પરત લાવી રહ્યાં છે. સેનાનાં જવાનોની કામગીરી પર ગર્વ અનુભવું છું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે