આજે બપોર બાદ ગમેત્યારે જાહેર થઇ શઇ શકે લોકડાઉન 4ના નિયમો, મહત્વની બેઠક મળી

રવિવારે પ્રજાજોગ સંબોધનમાં નવી ગાઈડલાઈન અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. જેને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને લોકડાઉન 4ના નવા નિયમો અને છૂટછાટ અંગે મહત્વની બેઠક મળી છે.

આજે બપોર બાદ ગમેત્યારે જાહેર થઇ શઇ શકે લોકડાઉન 4ના નિયમો, મહત્વની બેઠક મળી

ગાંધીનગર, હિતલ પારેખ: નવા રંગ નવા રૂપ સાથે લોકડાઉન 4 ગુજરાતમાં અમલ થવા જઈ રહ્યું છે. ત્યારે રવિવારે પ્રજાજોગ સંબોધનમાં નવી ગાઈડલાઈન અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. જેને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને લોકડાઉન 4ના નવા નિયમો અને છૂટછાટ અંગે મહત્વની બેઠક મળી છે.

રાજ્યના મુખ્ય સચિવ અનિલ મૂકીમ સહિત રાજ્યના ઉચ્ચ અધિકારી હાજર રહ્યા છે. આ બેઠકમાં લોકડાઉનના નવા નિયમો બનાવીને આવતીકાલથી ગુજરાતમાં અમલ થશે. મુખ્યમંત્રીના નિવાસસ્થાનેથી વિડિયો કોન્ફરન્સથી કલેક્ટર પાસેથી તેમના રિપોર્ટ પર ચર્ચા કરવામાં આવશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, જે કન્ટેન્મેન્ટ ઝોન બહાર છૂટછાટ અપાશે. ઈન્ડસ્ટ્રીઝ ચાલુ કરવાની છૂટ અપાશે, સાથે જ ટ્રાન્સપોર્ટેશનમાં છૂટ આપવામાં આવશે. રાજ્ય સરકાર કન્ટેન્મેન્ટ ઝોન બહાર સોશિયલ ડિસ્ટન્સનસના અમલ સાથે સિટી બસ સર્વિસ અને એસટી બસ સર્વિસ પણ ચાલુ કરાશે. કયા વિસ્તારમાં ચાલુ કરાશે તે આજે (સોમવારે) નક્કી કરાશે. 

લોકડાઉન વચ્ચે લદાયેલા 12 કલાકના કરફ્યુ અંગે વિજય રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતમાં સાંજે 7 થી રાત્રે 7 સુધીના કરફ્યુનો અમલ કરાશે. કડક અમલ સમગ્ર રાજ્યમાં કરવામાં આવશે. ગુજરાતમાં સવારે સાતથી રાતના 7 વાગ્યા સુધી ચાલુ રહેશે. ત્યારબાદ કરફ્યૂ રહેશે. 31 મે સુધી આ તેનો ચુસ્તપણે અમલ કરવામાં આવશે. 

થૂંકવા અને માસ્ક માટે ખાસ સૂચના
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી કે, ગુજરાતમાં જાહેરમા થુંકવા અને માસ્ક ન પહેરવા પર કડક અમલ કરાવવામાં આવશે. થૂંકવા પર પ્રતિબંધ રહેશે અને જાહેરમાં જ થૂંકતા દેખાય તેની પાસેથી 200 રૂપિયા દંડ વસૂલ કરવામાં આવશે. સાથે જ માસ્ક ન પહેરનારને 200નો દંડ થશે. 

કોને કોને છુટછાટ મળશે
- રીક્ષા અને સ્કૂટર ચાલકોને પણ છૂટછાટ મળશે. પરંતુ પેસેન્જર કેટલા બેસાડવા અને રીક્ષા કેટલા સમય માટે ચલાવ શકાશે તેના નિયમો આજે બનાવવામાં આવશે
- દુકાનો અને ઓફિસો કન્ટેન્મેન્ટ ઝોનની બહાર ચાલુ રાખવાની છૂટછાટ આપવામાં આવશે પણ તેના નિયમો આજે બનાવવામાં આવશે
- રેસ્ટોરન્ટ ખોલવામાં નહિ આવે. પણ home deliveryની છુટ આપવામાં આવશે

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news