Morva Hadaf Gujarat Chunav Result 2022 : પંચમહાલમાં કમળ ખિલ્યું, નિમિષા સુથારની જીત

Panchmahal Morva Hadaf (ST)  Gujarat Chutani Result 2022: હાલના મોરવા હડફથી ધારાસભ્ય અને હાલના રાજ્યના આરોગ્ય મંત્રી નિમિષા સુથારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેવો સાચા આદિવાસી નથી અને બોગસ પ્રમાણપત્રના આધારે મંત્રી પદ હાંસિલ કર્યું હતું. ત્યારે ફરી એકવાર ભાજપમાંથી નિમિષા સુથારને ટિકિટ આપી છે. ને તેમની સામે કોંગ્રસના ઉમેદવાર સ્નેહલતા ખાંટ છે. ત્યારે આ બેઠક ઉપર પણ ભારે રસાકસી જોવા મળશે. ત્યારે મોરવા હડફ બેઠક કોણ બાજી મારશે તે સમય બતાવશે.

Morva Hadaf Gujarat Chunav Result 2022 : પંચમહાલમાં કમળ ખિલ્યું, નિમિષા સુથારની જીત

Panchmahal Morva Hadaf (ST)  Gujarat Chunav Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર પુરા દેશની નજર છે. આ વખતે ફરી પૂનરાર્તન થાય કે પછી પરિવર્તન થાય છે. ફરી એક વાર ગુજરાતમાં કમળ ખીલે છે કે પછી પંજો પોતાનો હાથ મારે છે. કે પછી આપનો ઝાડૂ પોતાનો જાદૂ ચલાવે છે. તે જોવાનું રહેશે.

મોરવા હડફના ભાજપ ના ઉમેદવાર નિમિષાબેન ની જીત નિશ્ચિત 
જીત નિશ્ચિત થતા જ નિમિષાબેને આપી પ્રતિક્રિયા 
મોરવા હડફમાં ફરી એક વખત ભગવો લહેરાયો 
પોતાના મતદારો અને ભાજપ સંગઠન સહિત શીર્ષ નેતૃત્વ નો માન્યો આભાર 
ફરી એક વખત સારી સરસાઈ થી જીત થતા નિમિષાબેન ભાવુક થયા

બેઠક : મોરવા હડફ 
રાઉન્ડ : 14 પૂર્ણ
પક્ષ :  ભાજપના નિમિષા સુથાર
મત : 30000 થી આગળ

ભાજપના નિમિષાબેન સુથાર ની જીત લગભગ નક્કી

બેઠક : મોરવા હડફ 
રાઉન્ડ : 9 પૂર્ણ
પક્ષ :  ભાજપના નિમિષા સુથાર
મત : 11459 થી આગળ

મોરવા હડફ માં ભાજપ અને આપ વચ્ચે સીધી ટક્કર 
9 માં રાઉન્ડ માં ભાજપ ની લીડ ઘટી

બેઠક : મોરવા હડફ
રાઉન્ડ : 8 પૂર્ણ
પક્ષ :  ભાજપના નિમિષાબેન સુથાર
મત : 12642 થી આગળ

બેઠક : મોરવા હડફ 
રાઉન્ડ : 2 પૂર્ણ
પક્ષ :  ભાજપના નિમિષાબેન સુથાર
મત : 2110

Panchmahal Morva Hadaf (ST)  Gujarat Chunav Result 2022:  પંચમહાલ મોરવા હડફ વિધાનસભા બેઠક (ST)
મોરવા હડફ વિધાનસભા બેઠક વર્ષ 2012માં અસ્તિત્વમાં આવી હતી. આ બેઠક એસ.ટી. ઉમેદવારો માટે અનામત બેઠક તરીકે જાહેર કરવામાં આવી હતી. આ બેઠક માટે વર્ષ 2012 માં યોજાયેલ પ્રથમ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના સવિતાબેન ખાંટનો વિજય થયો હતો. પરંતુ પરિણામના દિવસે તેમનું અવસાન થતાં આ બેઠક પર વર્ષ 2013 માં પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. પેટાચૂંટણીમાં ભાજપના નિમિષાબેન સુથારનો જંગી લીડથી વિજય થયો હતો. ત્યાર બાદ વર્ષ 2017 માં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં મોરવા હડફ બેઠક પરથી કોંગ્રેસ પક્ષ દ્વારા ભુપેન્દ્ર ખાંટને ટિકીટ આપવામાં ન આવતા ભુપેન્દ્ર ખાંટ દ્વારા અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. અને અપક્ષ ઉમેદવાર તરીકે આ બેઠક પરથી નજીવી સરસાઈથી ચૂંટાઈ આવ્યા હતા. મોરવા હડફબેઠક પર સૌથી વધુ આદિવાસી સમાજનું પ્રભુત્વ છે. અહીના કુલ મતદારોની સંખ્યા 1,99,749 છે.

2022ની ચૂંટણી
2022ની ચૂંટણી માટે ભાજપે નીમીષા સુથારને ઉમેદવાર બનાવ્યા છે. કોંગ્રેસે ભુપેન્દ્ર ખાંટના નાના ભાઇના પત્ની સ્નેહલતા બેન ખાંટને ઉમેદવાર બનાવ્યા જ્યારે આપ માથી બાના ડામોર ચૂંટણી મેદાને છે.

2017ની ચૂંટણી
વર્ષ 2017ની ચૂંટણીમાં મોરવા હડફ બેઠક પરથી કોંગ્રેસ પક્ષ દ્વારા ભુપેન્દ્ર ખાંટને ટિકીટ આપવામાં ન આવતા ભુપેન્દ્ર ખાંટે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. અપક્ષ ઉમેદવાર તરીકે આ બેઠક પરથી 4 હજારના નજીવી સરસાઈથી ચૂંટાઈ આવ્યા હતા. તે સમયે ભાજપના વિક્રમસિંહ ડીંડોર અને બીટીપી માથી અલ્પેશ ડામોર ઉમેદવાર હતા.

2012ની ચૂંટણી
વર્ષ 2012 માં યોજાયેલ પ્રથમ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના સવિતાબેન ખાંટનો વિજય થયો હતો. પરંતુ પરિણામના દિવસે તેમનું અવસાન થતાં આ બેઠક પર વર્ષ 2013 માં પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. પેટાચૂંટણીમાં ભાજપના નિમિષાબેન સુથારનો કોંગ્રેસના ઉમેદવાર ભુપેન્દ્ર ખાંટ સામે 15 હજારની જંગી લીડથી વિજય થયો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news