Pardi Gujarat Election Result 2022: પારડીમાં ફરી પુનરાવર્તન, 72 વર્ષીય પૂર્વ નાણાપ્રધાન કનુ દેસાઈની ભવ્ય જીત

Pardi Gujarat Election Result 2022: પારડી બેઠક દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાનો એક ભાગ છે. છેલ્લી પાંચ ચૂંટણીની વાત કરીએ તો અહીંથી ભાજપ ચાર વખત જીત્યું છે. 2007 સુધી આ બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત હતી.

Pardi Gujarat Election Result 2022: પારડીમાં ફરી પુનરાવર્તન, 72 વર્ષીય પૂર્વ નાણાપ્રધાન કનુ દેસાઈની ભવ્ય જીત

Pardi Gujarat Election Result 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ ચૂકી છે. ગુજરાતના ઈતિહાસની અત્યાર સુધીની આ સૌથી અલગ પ્રકારની ચૂંટણી બની રહેશે. કારણકે, અત્યાર સુધી ગુજરાતમાં વર્ષોથી ભાજપ-કોંગ્રેસ આ બન્ને મુખ્ય રાજકીય પક્ષો જ સામ-સામે લડતા દેખાતા હતાં. જોકે, આ વર્ષે તસવીર બદલાઈ ગઈ છે. અને હવે આમ આદમી પાર્ટી પિચ્ચરમાં આવતા ગુજરાતની તમામ બેઠકો પર ત્રિ-પાંખિયો જંગ જામ્યો છે. ત્યારે જોઈએ મતદારોએ કઈ તરફ પસંદગીનો કળશ ઢોળે છે. શું કોંગ્રેસના હાથને મળે છે મતદારોનો સાથ? દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં ચાલશે મફતની રેવડી અને ઝાડુનો જાદુ? કે પછી ફરી એકવાર ગુજરાતમાં ખિલશે કમળ? ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં આજે પરિણામનો દિવસ છે. જાણો પરિવર્તન કે પુનરાવર્તન....

વલસાડ

  • વલસાડ જિલ્લાની તમામ પાંચ વિધાનસભા બેઠકો પર ભાજપના ઉમેદવારો ની જીત
  • ભાજપ એ ફરી ભગવો લેહરાવવ્યો
  • વલસાડ ભરત પટેલ 1 લાખ 2 હજાર મતે જીત્યા
  • પારડી કનુભાઇ દેસાઇ 98 હાજર વધુ મતો થી જીત્યા
  • ધરમપુર અરવિંદ પટેલ 35 હજાર વધુ મતો થી જીત્યા
  • કપરાડા જીતુભાઈ ચૌધરી 32 હજાર વધુ મતો થી જીત્યા
  • ઉમરગામ રમણ પાટકર વિજય 55 હજાર થી વધુ મતો થી જીત્યા

જીલ્લો - વલસાડ
બેઠક- પારડી
પક્ષ- ભાજપ
ઉમેદવાર- કનુભાઈ દેસાઈ
રાઉન્ડ - 13
મતથી આગળ- 70,000

પારડી વિધાનસભા બેઠકઃ
રાજકીયની સાથો સાથ પારડી વિધાનસભા બેઠકનુ ઐતિહાસિક મહત્વ પણ ઘણું જ વધારે છે. જણાવી દઈએ કે પારસીઓનુ પ્રથમ અગ્નિ મંદિર પારડીમાં જ સ્થપાયું હતું. આ સાથે જ રાષ્ટ્રીય ધોરીમારંગ નંબર 8 પર વેલ બગવાદાના પ્રાચીન જૈન સ્થળ પર પણ યાત્રાળુઓનો સતત ઘસારો થતો જોવા મળે છે. વલસાડની પારડી બેઠક ઈશ્વરભાઈના ખેડ સત્યાગ્રહની પણ સાક્ષી રહી છે. આ બેઠકમાં આસો નવરાત્રી દરમિયાન આઠમના દિવસે ખૂબ મોટો મેળો પણ ભરાય છે. પેશ્વાઈની શાનની સાક્ષી પૂરતો પેશ્વાનો કિલ્લો પણ પારડીમાં આવેલો છે. આ સાથે જ ઉમરસાડીનો દરિયો, કોલકનો દરિયો પ્રવાસીઓને ખૂબ આકર્ષે છે.

આ બેઠક પર માછીમાર સમાજનુ ખૂબ પ્રભુત્વ છે. માછીમાર સમાજને કોઈ પક્ષ અવગણી શકે તેમ નથી. આ સાથે જ આ વિસ્તારના પરપ્રાંતિય વોટ અને આદિવાસી સમાજના મતદારોના વોટ પર કોઈપણ પક્ષનો હારજીતનો મદાર રહેલો છે. આ બેઠકમાં મતોનુ ધ્રુવીયકરણ શક્ય છે. આ બેઠક પર સૌથી વધુ કોળી પટેલ, ઘોડિયા પટેલની પણ બહુમતી જોવા મળે છે. આ ત્રણેય સમાજને સાથે રાખીને ચાલનારને અહીં ચોક્કસથી સત્તા મળે છે.

2022ની ચૂંટણી-
પારડી વિધાનસભા બેઠક પર ભાજપે 72 વર્ષના પૂર્વ નાણાપ્રધાન કનું દેસાઈને રિપીટ કર્યા છે. જેમની સામે કોંગ્રેસે આદિવાસી મહિલા જયશ્રી પટેલની મોકો આપ્યો છે. જ્યારે, આમ આદમી પાર્ટીએ કેતન પટેલ નામના યુવા ઉમેદવારને ટિકિટ આપી છે.

2017ની ચૂંટણી-
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં પારડી વિધાનસભા બેઠક પરથી ભાજપના કનુ દેસાઈએ જંગી જીત નોંધાવી હતી. તેમણે કોંગ્રેસના ઉમેદવાર ભરતભાઈ મોહનભાઈ પટેલને હરાવ્યા હતા. કનુભાઈને 98 હજારથી વધુ મત મળ્યા, જ્યારે કોંગ્રેસના ભરતભાઈને માત્ર 46 હજાર મત મળ્યા હતા. અહીંથી બહુજન સમાજ પાર્ટી તરફથી ગિરીશભાઈ જીવનભાઈ પરમાર અને આમ આદમી પાર્ટી તરફથી ડૉ.રાજીવ શંભુનાથ પાંડે પણ મેદાનમાં હતા.

2012ની ચૂંટણી-
2012મી ચૂંટણીમાં કનુભાઈ દેસાઈને 84,563 મત મળ્યા હતા. જ્યારે, કોંગ્રેસના ઉમેદવાર હેમંત દેસાઈને 47,252 મત મળ્યા હતા. આ ચૂંટણીમાં કનુભાઈ દેસાઈનો 37,311 મતથી વિજય થયો હતો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news