વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ અમદાવાદમાં નિભાવી ટ્રાફિક પોલિસની ભૂમિકા

કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી(Paresh Dhanani) શનિવારે રાત્રે અમદાવાદમાંથી સિંધુભવન રોડ(Sindhubhavan Road) પરથી પસાર થઈ રહ્યા હતા. આ સમયે સિંધુભવન ચાર રસ્તા પાસે ટ્રાફિક જામ થઈ જતાં તેઓ પોતે જ કારમાંથી નીચે ઉતરી ગયા હતા અને ટ્રાફિક મેનેજ કરવા લાગ્યા હતા. પરેશ ધાનાણીનો ટ્રાફિક મેનેજ કરતો આ વીડિયો રવિવારે સોશિયલ મીડિયામાં(Social Media) વાયરલ થયો હતો.   

Updated By: Dec 8, 2019, 07:11 PM IST
વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ અમદાવાદમાં નિભાવી ટ્રાફિક પોલિસની ભૂમિકા

ગૌરવ પટેલ/અમદાવાદઃ ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા(Opposition Leader) પરેશ ધાનાણીનો(Paresh Dhanani) અમદાવાદમાં મોડી રાત્રે ટ્રાફિક મેનેજ(Traffic Manage) કરતો એક વીડિયો વાયરલ(Video Viral) થયો છે. જેમાં તેઓ ચાર રસ્તા પર થયેલા ચક્કાજામને દૂર કરવા માટે જાતે જ કારમાંથી ઉતરીને ટ્રાફિક મેનેજ કરવા લાગ્યા હતા. 

કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી(Paresh Dhanani) શનિવારે રાત્રે અમદાવાદમાંથી સિંધુભવન રોડ(Sindhubhavan Road) પરથી પસાર થઈ રહ્યા હતા. આ સમયે સિંધુભવન ચાર રસ્તા પાસે ટ્રાફિક જામ થઈ જતાં તેઓ પોતે જ કારમાંથી નીચે ઉતરી ગયા હતા અને ટ્રાફિક મેનેજ કરવા લાગ્યા હતા. પરેશ ધાનાણીનો ટ્રાફિક મેનેજ કરતો આ વીડિયો રવિવારે સોશિયલ મીડિયામાં(Social Media) વાયરલ થયો હતો. 

દિપડાની દહેશતઃ બગસરામાં એક મહિલા અને સારંભડામાં બકરા પર હુમલો કર્યો

ઉલ્લેખનીય છે કે, પરેશ ધાનાણી લોકોની સમસ્યા માટે હંમેશાં દોડી આવતા હોય છે. તાજેતરમાં જ તેમનો પ્રજા પ્રેમ બિનસચિવાલયની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ માટે પણ જોવા મળ્યો હતો. જેમાં ગાંધીનગરમાં તેમણે અડધી રાત્રે ધારાસભ્યોના આવસની કેન્ટીન ખોલાવીને ઉપવાસ પર બેસેલા વિદ્યાર્થીઓ માટે ખિચડી અને શાક બનાવડાવ્યું હતું અને પછી તેને લઈને જાતે જ વિદ્યાર્થીઓને પરીસ્યું હતું. આ સાથે જ તેમણે વિદ્યાર્થીઓ સાથે જ આખી રાત ઉપવાસ છાવણીમાં વિતાવી હતી.

binsachivalay exam: આંદોલનના ભૂખ્યા વિદ્યાર્થીઓને પરેશ ધાનાણીએ ખીચડી-શાકનું ભોજન કરાવ્યું  

binsachivalay exam: આંદોલનના ભૂખ્યા વિદ્યાર્થીઓને પરેશ ધાનાણીએ ખીચડી-શાકનું ભોજન કરાવ્યું

ગુજરાત વિધાનસભાનું સોમવારથી ત્રણ દિવસીય સત્રઃ અનેક મુદ્દે વિપક્ષ કરશે ઘેરાવ

અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણી સોમવારથી શરૂ થઈ રહેલા વિધાનસભાના સત્રને લઈને ગાંધીનગર આવેલા છે. મોડી રાત્રે કોઈ કામસર તેઓ અમદાવાદના સિંધુભવન રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રાફિક જામ થતાં કારમાંથી નીચે ઉતરીને ટ્રાફિક મેનેજ કરવા લાગ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...