પાટણમાં ‘આર્ટિકલ 15’નો વિરોધ, બ્રહ્મ સમાજે આપી ફિલ્મ રિલીઝ ન કરાવવાની ધમકી
Trending Photos
પ્રેમલ ત્રિવેદી/પાટણ :ફિલ્મ આર્ટિકલ 15 તેના રિલીઝ પહેલા જ વિવાદોમાં ઘેરાયેલી છે. અત્યાર સુધી પરશુરામ સેના તથા કેટલાક બ્રાહ્મણ સમાજે તેનો વિરોધ કર્યો છે, ત્યારે આર્ટિકલ 15 ફિલ્મનો પાટણમાં પણ વિરોધ થઈ રહ્યો છે. બ્રહ્મ સમાજ દ્વારા પાટણ કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.
વરસાદની આગાહી વચ્ચે જાણો આગામી બે દિવસમાં ગુજરાતમાં ક્યાં ધોધમાર મેઘ વરસશે
આવેદન પત્રમાં બ્રહ્મ સમાજ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ફિલ્મમાં બ્રાહ્મણોને ખોટી રીતે દર્શાવામાં આવ્યા છે. ત્યારે બ્રહ્મ સમાજે ગુજરાત અને ભારતભરમાં ફિલ્મ રજૂ ન કરવા માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે, દેશભરના કેટલાટ બ્રાહ્મણ સમાજે આ ફિલ્મનો વિરોધ દર્શાવ્યો છે. જેમાં કરણી સેના પણ સામેલ છે. કરણી સેનાએ ફિલ્મ મેકર્સને ધમકી આપતા કહ્યું કે, જો આ ફિલ્મ રિલીઝ થઈ તો અમે તેને ચલાવવા નહિ દઈએ.
ફિલ્મ આર્ટિકલ 15માં આયુષ્યમાન ખુરાના સાથે ઈશા તલવાર, કુમુદ મિશ્રા, મનોજ પાહવા અને સયાની ગુપ્તા છે. આ ફિલ્મ 28 જૂનના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં આયુષ્યમાન ખુરાના પહેલીવાર પોલીસના પાત્રમાં નજર આવશે. આયુષ્યમાન ફિલ્મમાં યુપીના આઈપીએસ ઓફિસર બન્યા છે. જે બે દલિત યુવતીઓના મોતનીની તપાસ કરી રહ્યો છે. આ ફિલ્મ રિયલ લાઈફ પર આધારિત છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે