VIDEO અમદાવાદ: આજે સાણંદથી વટવા સુધી પાટીદાર યાત્રાનું આયોજન

પાટીદારોના અનામત આંદોલનને વેગવંતુ કરવા માટે આજે અમદાવાદ શહેરમાં પાટીદાર શહીદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

VIDEO અમદાવાદ: આજે સાણંદથી વટવા સુધી પાટીદાર યાત્રાનું આયોજન

અમિત રાજપૂત, અમદાવાદ: પાટીદારોના અનામત આંદોલનને વેગવંતુ કરવા માટે આજે અમદાવાદ શહેરમાં પાટીદાર શહીદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. પાટીદાર યાત્રાનો આજે સાણંદથી આરંભ થઈ ગયો છે. અનેક પાટીદાર યુવાઓ આ પાટીદાર શહીદ યાત્રામાં જોડાયા છે. કુલ 60 કિમી ફરશે આ પાટીદાર યાત્રા. દિલીપ સાબવા અને ગોપાલ ઈટાલીયા પણ યાત્રામાં હાજર છે. અનામત અને અન્ય માગણીઓ સાથે આ યાત્રાની શરૂઆત કરાઈ છે. આ શહીદ યાત્રા સાણંદથી શરૂ થઈને શહેરના પૂર્વ વિસ્તાર વટવા સુધી જશે. 

મળતી માહિતી મુજબ આજની આ પાટીદાર શહીદ યાત્રાની શરૂઆત સાણંદથી થઈ છે  અને વટવા સુધી જશે. આ રૂટમાં બોપલ, ઘુમા, રાણીપ, નિકોલ, નરોડા, બાપુનગર અને વસ્ત્રાલ જેવા પાટીદારો પ્રભાવિત વિસ્તારોને આવરી લેવાયા છે. આ તમામ વિસ્તારોમાં પાટીદારો દ્વારા યાત્રાના સ્વાગત માટેના કાર્યક્રમો રાખવામાં આવ્યાં છે. 

આ યાત્રા દ્વારા શહીદોને ન્યાય અપાવવા અને આંદોલનને ફરીથી ઊભું કરવાની ચીમકી આપવામાં આવી રહી છે. એવી પણ માહિતી છે કે આ રેલીને અમદાવાદ જિલ્લા પોલીસ તેમજ અમદાવાદ શહેર પોલીસ દ્વારા મંજૂરી અપાઈ છે અને પોલીસ સુરક્ષા વચ્ચે જ રેલી નીકળવાની છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news