વટવા

0812 Child labor released from GIDC PT1M7S

વટવા GIDC માંથી બાળ મજુરોને મુક્ત કરાવાયા...

વટવા GIDC માંથી બાળ મજુરોને મુક્ત કરાવાયા હતા. અમદાવાદનાં વટવામાંથી પોલીસ દ્વારા કરવામાં આવી કાર્યવાહી.

Dec 9, 2019, 12:00 AM IST
Bootlegger Attack On Family In Ahmedabad PT2M44S

અમદાવાદમાં બુટલેગરનો એક પરિવાર પર હુમલો, સીસીટીવીમાં હુમલાખોરો કેદ

અમદાવાદના વટવા વિસ્તારમાં બુટલેગરોએ મહિલા અને તેના પતિ પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. ત્યારે બુટલેગરોએ ચાની કીટલી ચલાવીને ગુજરાન ચલાવતા પરિવાર પર હુમલો કર્યો હતો. જો કે, થોડા દિવસ પહેલા તે વિસ્તારમાંથી દારુ પકડાયો હતો. જને લઇને દારુની બાતમી આફી હોવાની શંકા રાખી બુટલેગરોએ મહિલા અને તેના પતિને માર માર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. ત્યારે બુટલેગરોએ આ સીસીટીવી પણ તોડી નાખ્યા હતા.

Oct 26, 2019, 03:30 PM IST

અમદાવાદ: મિત્રનાં ઝગડામાં વચ્ચે પડેલા યુવકને ગળાના ભાગે છરો મારીને હત્યા

વટવા સદાની ધાબા નજીકથી પસાર થતી કેનાલ નજીક મિત્રો વચ્ચેની સામાન્ય માથાકુટ લોહીયાળ બની

Oct 21, 2019, 12:04 AM IST

અમદાવાદ: 4 ઈંચ વરાસાદમાં જ શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ

શહેરમાં છેલ્લા 24 કલાકથી સતત વરસી રહેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. અમદાવાદ શહેરમાં ગત 4 ઈંચ જેટલો વરાસદ પડ્યો હતો. દોઢ કલાકમાં 1.5 ઈંચ વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મંગળવારે વહેલી સવારથી ભારે વરસાદ શરૂ થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Sep 10, 2019, 05:15 PM IST

અમદાવાદ: સગીર વયના બાળકે પાડોશમાં રહેતી 11 વર્ષની બાળકી પર આચર્યું દુષ્કર્મ

સગીર વયના બાળક-બાળકીઓ પર થતા ગુનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે સગીર વયના બાળક દ્વારા જ પાડોશમાં રહેતી સગીર વયની બાળકી પર દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા સગીરાના કાકીએ પોલીસમાં ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે આરોપી સગીર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે. 
 

Sep 3, 2019, 08:37 PM IST

અમદાવાદ: વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી, ઠેર-ઠેર ટ્રાફિક જામ

શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ સર્જાયો છે. અમદાવાદમાં છેલ્લા કેટલાક કલાકોથી વરસાદી મહોલ સર્જાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરના ગોતા, ઘાટલોડિયા, ચાંદખેડા, મણિનગર, હાટકેશ્વર, સીટીએમ, અમરાઇવાડી, વટવા, કાંકરિયા સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા.

Jul 31, 2019, 09:50 PM IST
Water Clogging Despite of Light Rain Showers At Juhapura,Ahmedabad PT4M28S

અમદાવાદ: સામાન્ય વરસાદમાં જ ઠેર ઠેર ભરાયા પાણી, જુઓ વીડિયો

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં વરસાદી ઝાપટામાં પાણી ભરાયા છે. જુહાપુરા વિસ્તારમાં સર્વિસ રોડ પર પણ પાણી ભરાયા છે... નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે.. સ્થાનિકોમાં પણ પાણી ભરાતા રોષ જોવા મળ્યો છે...

Jun 26, 2019, 06:10 PM IST

અમદાવાદ: વટવા જીઆઇડીસીના ફેઝ 2માં સ્લેબ પડતા બે દટાયા, એક વૃદ્ધનું મોત

અમદાવાદના વટવા જીઆઇડીસી ફેઝ 2માં સ્લેબ પડી જતા બે કર્મચારી દટાયા હતાં. જો કે સ્થાનિક લોકોએ ફાયરબ્રિગેડને જાણ કરતાં જ ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોચી હતી. અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ફાયરબ્રિગેડએ દેવશી કોલડિયા નામની વ્યક્તિને જીવીત હાલતમાં બહાર કાઢીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. 

Jun 23, 2019, 10:35 PM IST

અમદાવાદ: ચૂંટણી પહેલા વટવા વિસ્તારમાંથી 2 બાંગ્લાદેશી યુવક ઝડપાયા

લોકસભાની ચૂંટણીના મતદાનને ગણતરીના જ દિવસો બાકી રહયા છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે સજ્જ થઇ છે. આ કામગીરી અનુસંધાને અમદાવાદ SOG ક્રાઇમ બ્રાંચે અમદાવાદના વટવા વિસ્તારના કેનાલ નજીકા ચાર માળીયા વિસ્તારમાંથી બે બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર વસવાટના ગુના હેઠળ ઝડપી પાડયા છે.

Apr 16, 2019, 07:05 PM IST

અમદાવાદ: પત્નીની આબરૂ લેવા આવેલા શખ્શની પતિએ કરી હત્યા

અમદાવાદના વટવા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ખારીકટ કેનાલ પાસે યુવકની હત્યા મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી લીધી છે. નોંધનીય છે કે, આરોપીએ પોતાની પત્નીની આબરુ બચાવવા માટે હત્યા કર્યા હોવાનુ સામે આવ્યુ છે.

Dec 31, 2018, 07:51 PM IST

વટવામાં આરોપીના શંકાસ્પદ મોત મામલે આખરે કસ્ટોડિયલ ડેથની ફરિયાદ દાખલ

અમદાવાદના વટવા વિસ્તારમાં આરોપીના શંકાસ્પદ મોત મામલે આખરે પોલીસે કસ્ટોડિયલ ડેથની નોંધી ફરિયાદ દાખલ કરી છે. વટવા પોલીસ સ્ટેશનમાં જુગારના આરોપી 47 વર્ષીય સરમુદ્દીનનું મોત થતાં મામલો પેચીદો બન્યો હતો. જેના પગલે પરિવારે યોગ્ય તપાસ કરવાની અને પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવાની માગ કરી હતી. ગઈકાલે મૃતકના પરિવારે તથા અન્ય લોકોના ટોળાએ પથ્થરમારો કરીને વાહનોમાં તોડફોડ કરી હતી. જેના પગલે પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. 

Dec 6, 2018, 09:14 AM IST

કસ્ટોડિયલ ડેથ કેસ: વટવામાં મોડી રાત્રે પથ્થરમારો થતા પોલીસનો લાઠીચાર્જ

અમદાવાદનાં વટવામાં આરોપીનાં શંકાસ્પદ મોત મામલે લોકો મૃતદેહને લઇ વટવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

Dec 5, 2018, 10:44 PM IST

અમદાવાદઃ વટવા વિસ્તારમાંથી કોલ સેન્ટર ઝડપાયું, પોલીસ 6 ઓરોપીની કરી ધરપકડ

મહત્વનું છે કે, વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી કરવાના ઉદ્દેશથી શહેરમાં આવા અનેક કોલસેન્ટર ચાલી રહ્યાં છે. 
 

Oct 10, 2018, 11:01 PM IST

VIDEO અમદાવાદ: આજે સાણંદથી વટવા સુધી પાટીદાર યાત્રાનું આયોજન

પાટીદારોના અનામત આંદોલનને વેગવંતુ કરવા માટે આજે અમદાવાદ શહેરમાં પાટીદાર શહીદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

Jul 8, 2018, 09:31 AM IST