અમદાવાદની 900 બેડની નવી ધન્વન્તરી હોસ્પિટલ ખૂલતાની સાથે જ બહાર દર્દીનું મૃત્યુ
Trending Photos
- DRDO સંચાલિત 900 બેડ હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સના માધ્યમથી જ દર્દીઓને સારવાર માટે દાખલ કરાશે
- 108 વગર એડમિટ ન કરતા મહિલા દર્દીએ હોસ્પિટલની બહાર જ દમ તોડ્યો
આશ્કા જાની/અમદાવાદ :ગુજરાતમાં એક્ટિવ કેસોની સંખ્યા એક લાખને પાર પહોંચી ગઈ છે. તો માત્ર અમદાવાદ શહેરમાં જ સૌથી વઘુ કોરોનાના કેસ છે. આવામાં અમદાવાદની મોટાભાગની હોસ્પિટલો હાઉસફુલ છે. લોકોને કોરોનાના સમયમાં સારવાર મેળવામાં મુશ્કેલી થઈ રહી છે. હોસ્પિટલમાં બેડ મળી રહ્યાં નથી. બેડની આ કમીને દૂર કરવા માટે અમદાવાદમાં DRDO એ 900 બેડની ધન્વન્તરી હોસ્પિટલ તયાર કરી છે. હવે આ હોસ્પિટલ દર્દીઓ માટે ખૂલી ગઈ છે. જોકે, DRDO સંચાલિત 900 બેડ હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સના માધ્યમથી જ દર્દીઓને સારવાર માટે દાખલ કરાશે. જોકે, ધનવતરી હોસ્પિટલના ખૂલતાના પહેલા જ દિવસે એક દર્દીનું મોત નિપજ્યું છે. હોસ્પિટલના દરવાજાની બહાર સારવાર ન મળતા એક દર્દીએ જીવ ગુમાવ્યો છે.
કોરોનાની સ્થિતિ કાબૂ બહાર ગઈ તેના મોટા સંકેત, નવો સ્ટ્રેઈન RTPCR ટેસ્ટમાં પણ નથી પકડાતો
ધન્વન્તરી હોસ્પિટલ ખૂલતાની સાથે જ ખાનગી વાહનમાં અનેક દર્દીઓ પોતાના સ્વજનોને લઈને આવી રહ્યાં છે. પરંતુ હોસ્પિટલમાં માત્ર એમ્બ્યુલન્સના માધ્યમથીજ દર્દીઓને જ એડમિટ કરવામાં આવી રહ્યાં છે. હજી આજે જ હોસ્પિટલ ખૂલી છે, ત્યારે ધન્વન્તરી હોસ્પિટલના દરવાજા બહાર જીવ ગુમાવાના વારો આવ્યો છે. દર્દીના પરિવારજનો અનેક હોસ્પિટલમાં ધક્કા ખાઈ અંતે અનેક આશા સાથે અહીં આવ્યા હતા. પરંતુ જીવતી માતાનો મૃતદેહ લઈ પરત ફરવાનો વારો આવ્યો હતો.
વિરમગામના દર્દીને દરવાજે જ અટકાવાયા
આજે સવારથી જ ધન્વન્તરી હોસ્પિટલ બહાર લોકો ખાનગી એમ્બ્યુલન્સ લઈને દર્દી સાથે આવી રહ્યા છે, પરંતુ તેમને સારવાર નથી મળી રહી. વિરમગામથી પિતાને ખાનગી એમ્બ્યુલન્સમાં લઇ ધન્વન્તરી હોસ્પિટલ પહોંચ્યા હતા, પરંતુ તેમને દરવાજાની અંદર પ્રવેશ આપવા દેવામાં આવ્યો નહિ. તેમને જવાબ મળ્યો કે, 108 કે 104ના માધ્યમ થી આવશો તો જ પ્રવેશ આપવા દેવામાં આવશે. ખાનગી એમ્બ્યુલન્સમાં ઓક્સિજન પર પિતાને લઈ આવેલો પુત્ર આંખમાં આંસુ સાથે હાથ જોડી વિનંતી કરતા રહ્યા હતા કે, માત્ર સારવાર આપો અને તેનું કહેવું છે કે તેના પિતા 3 દિવસથી ઓક્સિજન પર છે. હવે તો માત્ર 30 મિનિટ ચાલે તેટલું ઓક્સિજન છે. અનેક હોસ્પિટલવાળા ના પાડી ચૂક્યા છે.
ધનવતરી હોસ્પિટલ દર્દીઓ માટે શરૂ કરવામાં આવી છે. પરંતુ અહી માત્ર 108 અને 104 ની સેવાના માધ્યમથી દર્દીઓને લેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. 6 જેટલી એમ્બ્યુલન્સથી દર્દીઓને ધન્વન્તરી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી રહ્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે