રાજકોટ : નશાની હાલતમાં આવેલા દર્દીના સ્વજનોએ હોસ્પિટલમાં ડોક્ટરને માર માર્યો
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ :રાજકોટમાં વધુ એક હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલાની ઘટના બની છે. રાજકોટના નાનામવા રોડ પર આવેલ રાજનગર ચોકમાં સાકેત હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલો કરવાની ઘટના બની છે. દર્દીના સ્વજનોએ હોસ્પિટલમાં ઘૂસીને મેડિકલ સ્ટોર સંચાલક અને મેડિકલ ઓફિસરને માર માર્યો હતો.
રાજકોટના નાનામવા રોડ પર આવેલા રાજનગર ચોકમાં સાકેત હોસ્પિટલમાં દર્દીના સગા ઘૂસી મેડિકલ ઓફિસર અને મેડિકલ સંચાલક પર હુમલો કર્યો હતો. નીલદીપ અને હરકિશન સહિત 3 થી 4 લોકો હોસ્પિટલમાં ઘૂસ્યા હતા અને હુમલો કર્યો હતો. હુમલાની સમગ્ર ઘટના CCTV કેમેટામાં કેદ થઈ છે. હુમલાખોરો હોસ્પિટલમાં 2 વ્યક્તિને માર મારી અટક્યા ન હતા. તેઓ પાર્કિંગમાં પડેલ વાહનો પછાડીને બહાર નીકળ્યા હતા. તેમની આ હરકત પણ સીસીટીવીમાં કેદ થઈ છે. હુમલા ખોર નશાની હાલતમાં હોસ્પિટલમાં પ્રવેશ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. ત્યારે IMA દ્વારા માલવીયાનગર પોલીસ સ્ટેશન પહોંચી આરોપી વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ છે.
કહેવાય છે કે, થોડા દિવસ પહેલા હુમલાખોરના સ્વજન દાખલ કર્યા હતા ત્યારે મનદુઃખ થયું હતું. આથી ગત રાત્રે દર્દીના સ્વજનો દોડી આવ્યા હતા અને હુમલો કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે