આમ જ ચાલ્યું તો ગુજરાતમાં ડ્રગ્સ પેડલરો- માફિયાઓ રાજ કરશે! જાણો યુવાધનને બરબાદ કરનાર છે કોણ?

ગુનાની વિગતવાર વાત કરીએ તો sog ક્રાઈમ બ્રાન્ચ ને બાતમી મળી હતી કે સારંગપુર પાણીની ટાંકી પાસે આરોપી અબ્દુલ વાજિદ એમ ડી ડ્રગ્સ વેચવા માટે આવી રહ્યો છે અને જેના આધારે Sog ક્રાઈમે વોચ ગોઠવીને આરોપીને ઝડપી પાડી તપાસ કરતા 32 ગ્રામ એમ ડી ડ્રગ્સ મળી આવ્યું હતું.

આમ જ ચાલ્યું તો ગુજરાતમાં ડ્રગ્સ પેડલરો- માફિયાઓ રાજ કરશે! જાણો યુવાધનને બરબાદ કરનાર છે કોણ?

ઉદય રંજન/અમદાવાદ: શહેરમાં એમ ડી ડ્રગ્સ પકડાવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. એસ ઓ જી ક્રાઇમ બ્રાન્ચે શહેરના સારંગપુર વિસ્તારમાંથી એમ ડી ડ્રગ્સ વેચનાર પેડલરને ઝડપી પડ્યો છે. યુવાધનને બરબાદ કરનાર કોણ છે..

Sog ક્રાઈમની કસ્ટડીમાં ઉભેલા આરોપીનું નામ અબ્દુલ વાજિદ શેખ છે. sog ક્રાઈમ બ્રાન્ચે એમ ડી ડ્રગ્સ વેચવાના ગુનામાં આરોપીને ઝડપી પાડયો છે. ગુનાની વિગતવાર વાત કરીએ તો sog ક્રાઈમ બ્રાન્ચ ને બાતમી મળી હતી કે સારંગપુર પાણીની ટાંકી પાસે આરોપી અબ્દુલ વાજિદ એમ ડી ડ્રગ્સ વેચવા માટે આવી રહ્યો છે અને જેના આધારે Sog ક્રાઈમે વોચ ગોઠવીને આરોપીને ઝડપી પાડી તપાસ કરતા 32 ગ્રામ એમ ડી ડ્રગ્સ મળી આવ્યું હતું. જોકે હાલ તો sog ક્રાઈમ બ્રાન્ચ એ ધરપકડનો વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીના ગુનાહિત ઇતિહાસની જો વાત કરીએ તો આરોપી બાળપણથી જ ડ્રગ્સ સાથે જોડાયેલો છે. કારણ કે આરોપીના પિતા અબ્દુલ વાહીદ મોટો ડ્રગ્સ  પેડલર હતો. પિતાની ડ્રગ્સની હેરાફેરીના કારણે આરોપી વાજિદ ડ્રગ્સ એડિક્ટ થયો હતો અને તેના પિતા ની સાથે ડ્રગ્સનો ધંધો શરૂ કર્યો. આરોપી અગાઉ વાહન ચોરીના ગુનામાં પકડાયેલો છે અને છેલ્લા ઘણા વર્ષોથી ડ્રગ્સના વ્યસનની સાથે સાથે ડ્રગ્સ પેડલર તરીકેનું કામ કરતો હતો.

sog ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ કરતા શાહેઆલમ માં રહેતા રાશિદ નામના ડ્રગ્સ પેડલર પાસેથી ડ્રગ્સ લાવ્યો હોવાનું સામે આવ્યું છે. જોકે હાલ sog ક્રાઈમ બ્રાન્ચે વોન્ટેડ પેડલર રાશિદ ને પકડવા માટે જુદી જુદી ટીમો એ શોધખોળ શરૂ કરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news