હિંમતનગરમાં પીએમ મોદીએ ગજવી સભા, અનામત, ફેક વીડિયો મુદ્દે કોંગ્રેસને લીધી આડેહાથ
ગુજરાતમાં 7 મેએ મતદાન પહેલા પ્રધાનમંત્રી મોદીએ પ્રચારની કમાન સંભાળી છે. પીએમ મોદીએ આજે ડીસા અને હિંમતનગરમાં ચૂંટણી સભા સંબોધી હતી. પીએમ મોદીએ આ દરમિયાન કોંગ્રેસ પર અનેક મુદ્દે આકરા પ્રહારો કર્યાં હતા.
Trending Photos
અમદાવાદઃ ગુજરાતના રણમેદાનમાં ભાજપનું બ્રહ્માસ્ત્ર ઉતરી ચુક્યું છે. પ્રધાનમંત્રી મોદીએ ડીસાથી ગુજરાતમાં પ્રચારના શ્રી ગણેશ કર્યા....બનાસકાંઠાના ડીસાની સાથે સાબરકાંઠાના હિંમતનગરમાં જનસભાઓ ગજવી કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓ પર આકરા પ્રહાર કર્યા...જુઓ ગુજરાતની ધરતીથી PM મોદીના હૂંકારનો આ અહેવાલ....
ગુજરાતમાં બાકી બચેલી 25 લોકસભા બેઠક જીતવા માટે અને કોંગ્રેસની તમામ રણનીતિ ઊંધા પાડવા માટે ભાજપનું બ્રહ્માસ્ત્ર ગુજરાત આવી ચુક્યું છે. ગુજરાતમાં પ્રધાનમંત્રી મોદીએ પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે. સૌથી પહેલા ડીસા અને ત્યારબાદ હિંમતનગરમાં જનસભાઓ કરી વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા..
પ્રધાનમંત્રી સૌથી પહેલા બનાસકાંઠાના ડીસા પહોંચ્યા હતા...જ્યાં તેમણે બનાસકાંઠા અને પાટણથી ભાજપના ઉમેદવાર માટે જનસભા કરી....પોતાના સંબોધનમાં PM મોદીએ બંધારણ બદલવાના કોંગ્રેસના આક્ષેપ પર PMએ જોરદાર પલટવાર કર્યો...
ગુજરાતમાં ભાજપે તમામ બેઠક 5 લાખથી વધુ મતથી જીતવાનો ટાર્ગેટ રાખ્યો છે. ભાજપના દરેક નેતાઓ 5 લાખની લીડની વાત કરી રહ્યા છે. ત્યારે પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં એક નવી જ વાત કરતાં આખુ બુધ જીતવાની વાત કરી....
પ્રધાનમંત્રીએ ગુજરાતના સ્થાપના દિવસે બે સભા કરી 4 બેઠક કવર કરી છે...જ્યારે બીજી મેએ વધુ 4 સભાઓ ગજવશે...તેની વાત કરીએ તો...બીજી મેએ સવારે 11 કલાકે આણંદમાં જનસભાને સંબોધિત કરશે...જ્યારે બપોરે એક વાગ્યે સુરેન્દ્રનગરમાં ચૂંટણી જનસભા સંબોધિત કરશે...તો બપોરે સાડા ત્રણ વાગ્યે જૂનાગઢ અને સાંજે પાંચ વાગ્યે જામનગરમાં વિશાળ જનમેદનીને સંબોધિત કરશે.
બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં બે જનસભાઓ સંબોધિત કરી ઉત્તર ગુજરાતમાં ભાજપની સ્થિતિ વધુ મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે...તો બીજી મેએ હવે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જનસભાઓ ગજવી વિપક્ષની તમામ રણનીતિને ખોટી પાડવાનો પ્રયાસ કરશે...ત્યારે જોવું રહ્યું કે પ્રધાનમંત્રીનો આ પ્રવાસ ભાજપ માટે કેટલો ફાયદાકારક રહે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે