ગુજરાતમાં 25 વર્ષ બાદ મહિલા VS મહિલાનો મહામુકાબલો : ગેનીબેન ઠાકોર રચી શકે છે ઈતિહાસ, આ છે ભૂતકાળ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ત્રીજા તબક્કામાં 7 મેએ મતદાન થવાનું છે. તમામ ઉમેદવારો અને પાર્ટીઓ દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ વચ્ચે ગુજરાતમાં આવેલી બનાસકાંઠા લોકસભા સીટ પર પણ બધાની નજર મંડાયેલી છે. આ સીટ પર બે મહિલા ઉમેદવારો આમને-સામને છે. 
 

ગુજરાતમાં 25 વર્ષ બાદ મહિલા VS મહિલાનો મહામુકાબલો : ગેનીબેન ઠાકોર રચી શકે છે ઈતિહાસ, આ છે ભૂતકાળ

બનાસકાંઠાઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં 19 મહિલા ઉમેદવારો છે. પરંતુ એક એવી બેઠક છે, જ્યાં 25 વર્ષ પછી મહિલા સામે મહિલાનો મહામુકાબલો છે. ગુજરાતની એક માત્ર બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બન્ને મહિલાઓને મેદાનમાં ઉતારી છે. ત્યારે આવો 25 વર્ષ પછી બનાસકાંઠામાં યોજાઈ રહેલા મહામુકાબલા વિશે જાણીએ, કેટલીક રસપ્રદ વાતો.

ગુજરાતમાં 7 મેએ મતદાન થવાનું છે તે માત્ર 25 બેઠક માટે જ થવાનું છે. કારણ કે સુરત પર ભાજપ બિનહરીફ વિજેતા થઈ ગયું છે. જે 25 બેઠક છે તેમાં 266 ઉમેદવારો વચ્ચે મુકાબલો છે. જે 266 ઉમેદવારો છે તેમાં 19 મહિલાઓ મેદાનમાં છે. પરંતુ બનાસકાંઠા એક માત્ર એવી બેઠક છે જ્યાં ભાજપ અને કોંગ્રેસ બન્નેએ મહિલાઓને ટિકિટ આપી છે. ગુજરાતમાં આ પહેલા 1999માં મહિલા સામે મહિલા મેદાનમાં ઉતરી હતી.

ગુજરાતની 26માંથી 25 બેઠક પર આ વખતે બનાસકાંઠામાં રેખા ચૌધરી અને ગેની ઠાકોર વચ્ચે મુકાબલો છે. બન્ને આક્રમક પ્રચાર કરી પોતાના માટે મત માગી રહ્યા છે. બનાસકાંઠામાં મુકાબલો રોમાંચક બન્યો છે. 

બનાસકાંઠા બેઠકના રાજકીય ઈતિહાસની વાત કરીએ તો, 2004માં કોંગ્રેસ, 2009માં કોંગ્રેસ, 2014માં ભાજપ અને 2019માં પણ ભાજપ વિજેતા થયું હતું. બનાસકાંઠામાં આ વખતે પહેલી વખત ભાજપ અને કોંગ્રેસ બન્નેએ મહિલા ઉમેદવાર ઉતાર્યા છે. પરંતુ આ પહેલા ગુજરાતમાં વડોદરામાં આવો જ મુકાબલો થયો હતો....1999માં ભાજપે વડોદરામાંથી જયાબેન ઠક્કર અને કોંગ્રેસે ડૉક્ટર ઉર્મિલા પટેલની ટિકિટ આપી હતી. ભાજપે આ બેઠક 92 હજારથી વધુ મતથી જીતી લીધી હતી. તે વખતે ભાજપનો વોટ શેર 55.17 ટકા અને કોંગ્રેસનો વોટ શેર 39.33 ટકા હતો. 1999ની લોકસભા ચૂંટણીમાં કુલ 159 ઉમેદવારોમાંથી 8 મહિલાઓ હતી. આ 8 મહિલાઓમાં વડોદરાની સાથે સાબરકાંઠામાંથી નીશા ચૌધરી અને જૂનાગઢથી ભાવના ચીખલિયાનો વિજય થયો હતો.  અને અન્ય 5 પાંચ મહિલાએ ડિપોઝીટ ગુમાવી હતી. 

બનાસકાંઠામાં ક્યારે કોણ જીત્યું? 
2004માં કોંગ્રેસ
2009માં કોંગ્રેસ
2014માં ભાજપ 
2019માં ભાજપ 

ક્યારે થયો મહિલાઓ વચ્ચે મુકાબલો? 
1999માં વડોદરાથી જયા ઠક્કર, ડૉ.ઉર્મિલા પટેલ વચ્ચે ટક્કર હતી. ભાજપે આ બેઠક 92 હજારથી વધુ મતથી જીતી લીધી હતી. ભાજપનો વોટ શેર 55.17 ટકા અને કોંગ્રેસનો વોટ શેર 39.33 ટકા હતો. 1999ની લોકસભા ચૂંટણીમાં કુલ 159 ઉમેદવારોમાંથી 8 મહિલાઓ હતી. સાબરકાંઠાથી નીશા ચૌધરી, જૂનાગઢથી ભાવના ચીખલિયાનો વિજય થયો હતો. અન્ય 5 પાંચ મહિલાએ ડિપોઝીટ ગુમાવી હતી 

તો આ વખતની ચૂંટણીમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ ઘટ્યું છે. 2014માં 16 અને 2019માં 28 મહિલા ઉમેદવાર હતી...જ્યારે આ વખતે 19 મહિલાઓ ઉમેદવાર છે. તો ગુજરાતમાં 1962થી લઈ અત્યાર સુધી કુલ 3679 ઉમેદવાર ચૂંટણી લડ્યા છે. તેમાંથી માત્ર 179 મહિલાઓનો સમાવેશ થાય છે. 

ક્યારે કેટલી મહિલા લડી ચૂંટણી? 
2014માં 16, 2019માં 28, 2024માં 19 મહિલાઓ ઉમેદવાર
1962થી લઈ અત્યાર સુધી કુલ 3679 ઉમેદવાર ચૂંટણી લડ્યા 
1962થી અત્યાર સુધી માત્ર 179 મહિલાઓનો ચૂંટણી લડી 

હવે વાત ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં મહિલાઓની કરીએ તો...1962ની ચૂંટણીમાં બનાસકાંઠામાંથી કોંગ્રેસના જોહરાબેન ચાવડાનો વિજય થયો હતો. જોહરાબેને સ્વતંત્ર પાર્ટીના કનૈયાલાલ મહેતા 54 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા. સરદાર પટેલના પુત્રી મણીબેન પટેલનો 1962માં આણંદથી પરાજય થયો હતો. 1973માં મણીબેન પટેલનો સાબરકાંઠાથી કોંગ્રેસના શાંતુભાઈ પટેલ સામે વિજયી થયો હતો. 1977માં પણ મણીબેન પટેલ મહેસાણાથી જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જીત્યા હતા. 1996માં કોંગ્રેસના નીશાબેન ચૌધરી  અરવિંદ ત્રિવેદી સામે જીત્યા હતા. તો ભાવનાબેન ચીખલિયા સળંગ ચાર વખત સાંસદ બનનારા ગુજરાતના પ્રથમ મહિલા છે. ત્યારે બનાસકાંઠામાં 25 વર્ષ પછી થવા જઈ રહેલા મહિલા સામે મહિલાના મુકાબલામાં કોણ મેદાન મારે છે તે જોવું રહ્યું...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news