મોટેરા સ્ટેડિયમમાં મેચ જોવા માટે પોતાનું વાહન લઈને ના જતા, પોલીસે કરી છે આ તૈયારી!!!
ક્રિકેટ મેચ દરમિયાન બપોરે 3:00 વાગ્યાથી જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમ સુધીનો રસ્તો બંધ રાખવામાં આવશે. જો કે પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે મેચ જોવા માટે જનાર વ્યક્તિ મોટા ભાગે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે.
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ: પહેલી ફેબ્રુઆરીએ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી-ટ્વેન્ટી મેચનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ મેચ દરમિયાન ટ્રાફિકને લઈને કોઈ પણ પ્રકારની વ્યવસ્થા અને સર્જાય તે માટે ટ્રાફિક પોલીસ ખડે પગે રહેશે.
ખાસ કરીને પાર્કિંગ વ્યવસ્થાની વાત કરીએ તો ગુજરાત ક્રિકેટ એસોસીએશન દ્વારા શો માય પાર્કિંગ નામની એપ આપવામાં આવી છે જે પણ ક્રિકેટ રસીકે ટિકિટ લીધી છે તે આ એપ્લિકેશન પર પાર્કિંગ બુક કરાવી શકે છે. જોકે જેને પાર્કિંગ બુક કરાવેલ નથી તે QR કોડ સ્કેન કરીને તેની પાર્કિંગ માટેની જગ્યાની જાણકારી મેળવી શકે છે.
ક્રિકેટ મેચ દરમિયાન બપોરે 3:00 વાગ્યાથી જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમ સુધીનો રસ્તો બંધ રાખવામાં આવશે. જો કે પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે મેચ જોવા માટે જનાર વ્યક્તિ મોટા ભાગે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે. મેટ્રો ટ્રેન મોટેરા સ્ટેડિયમ સુધી લઈ જશે. જ્યારે બીઆરટીએસ અને એએમટીએસનો પણ ઉપયોગ કરી શકાશે. ક્રિકેટ મેચ દરમિયાન 3 DCP અને 5 ACP કક્ષાના અધિકારી સહિત 1300 જેટલા ટ્રાફિક પોલીસ કર્મી બંદોબસ્તમાં ખડે પગે રહેશે.
આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી-20 મેચ રમાશે. જે પહેલા શહેરીજનોમાં ક્રિકેટ ફીરવ છવાયો છે. સ્ટેડિયમ પર લોકો ટિકિટ લેવા માટે ઉમટી પડ્યા છે. તો તેમની પસંદગીના ખેલાડી જેવી ટી-શર્ટની ખરીદી પણ લોકો કરી રહ્યા છે. સ્ટેડિયમની બહાર ટી-શર્ટ અને અન્ય એસેસરીઝનું વેચાણ થઈ રહ્યું છે. હાલ મેચની 500 અને 1000 રૂપિયાની તમામ ટિકિટનું વેચાણ થઈ ગયું છે. જ્યારે અન્ય ટિકિટ હજી મળી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે