ચોર પોલીસનું નાક કાપી જતા રહ્યા તે ડોઢ વર્ષે ખબર પડી, પોલીસ સ્ટેશનમાંથી જ મોંઘી બાઇકની ઉઠાંતરી થઇ

શહેરમાં જાહેર સ્થળો પર વાહનોની ચોરી થાય તેવી સેંકડો ઘટનાઓ બનતી હોય છે. જો કે તે બાઇક ક્યારે પણ પોલીસ શોધી શકતી નથી. જો કે પોલીસની નિષ્ક્રિયતાને જોતા હવે તસ્કરો બેખોફ બની ગયા છે અને હદ તો ત્યારે થઇ જ્યારે પોલીસ સ્ટેશનમાં જ રહેલી બાઇકની ચોરી કરી હતી. પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવેલી એક મોંઘી બાઇકની ચોરી તઇ હોવાની ફરિયાદ દોઢ વર્ષ બાદ ઓઢવ પોલીસે નોંધી છે. પોલીસ સ્ટેશનમાંથી ચોરાયેલું બાઇક પોલીસે શોધતા મળ્યું નહોતું. જેના કારણે પોલીસ સ્ટેશનનાં જ કર્મચારી દ્વારા આ મુદ્દે ચોરીની ફરિયાદ નોંધાઇ છે. 

ચોર પોલીસનું નાક કાપી જતા રહ્યા તે ડોઢ વર્ષે ખબર પડી, પોલીસ સ્ટેશનમાંથી જ મોંઘી બાઇકની ઉઠાંતરી થઇ

અમદાવાદ : શહેરમાં જાહેર સ્થળો પર વાહનોની ચોરી થાય તેવી સેંકડો ઘટનાઓ બનતી હોય છે. જો કે તે બાઇક ક્યારે પણ પોલીસ શોધી શકતી નથી. જો કે પોલીસની નિષ્ક્રિયતાને જોતા હવે તસ્કરો બેખોફ બની ગયા છે અને હદ તો ત્યારે થઇ જ્યારે પોલીસ સ્ટેશનમાં જ રહેલી બાઇકની ચોરી કરી હતી. પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવેલી એક મોંઘી બાઇકની ચોરી તઇ હોવાની ફરિયાદ દોઢ વર્ષ બાદ ઓઢવ પોલીસે નોંધી છે. પોલીસ સ્ટેશનમાંથી ચોરાયેલું બાઇક પોલીસે શોધતા મળ્યું નહોતું. જેના કારણે પોલીસ સ્ટેશનનાં જ કર્મચારી દ્વારા આ મુદ્દે ચોરીની ફરિયાદ નોંધાઇ છે. 

મહીસાગરના બાલાસિનોરના રહેવાસી મોહમ્મદ જુનેદ RTO નંબર પ્લેટ વગરની બાઇક ઓઢવ રિંગ રોડ પરથી પોલીસે 15 મે 2019 ના રોજ જપ્ત કરી હતી. બાઇકને પોલીસે ડિટેઇન કરી હતી.  ઓઢવ પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં  મુક્યું હતું. ત્યાર બાદ તે દોહા ખાતે કામ માટે ગયો હતો. લોકડાઉન બાદ 10 જુન 2020ના રોજ પરત ફર્યો હતો. ઓઢવમાં બાઇક લેવા માટે આવ્યા હતા. પોલીસ PSO એ બાઇક પોલીસ સ્ટેશનમાં નહી હોવાનું કહ્યું હતું. બાઇક મળશે તો તમને જાણ કરીશું તેમ કહીને વાત ટલ્લે ચડાવી હતી. જો કે ઓઢવ પોલીસને બાઇક નહોતું મળ્યું. પોલીસની તપાસ કરતા આજદિન સુધી ઓઢવ પોલીસને ડિટેઇન કરેલું બાઇક ન મળી આવતા છેવડે પોલીસ ફરિયાદ નોંધાવી છે. 

ઓઢવ પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી જાડેજાએ જણાવ્યું કે, બાઇક ચોરીની ફરિયાદ નોંધાઇ છે. પોલીસ સ્ટેશનનાં પીએસઓ ફરિયાદી બન્યા છે. વાહન માલિકનું વાહન ડિટેઇન કરી પોલીસ સ્ટેશનમાં રખાયું હતું. લાંબા સમય સુધી તે લેવા આવ્યો નહોતો. ત્યાર બાદ લોકડાઉન સમયે લેવા આવ્યા ત્યારે વાહન છોડવામાં આવ્યું ન હોવાથી તેઓ પરત ગયા હતા. પોલીસ સ્ટેશનમાં બાંધકામ ચાલુ હોવાથી બીજી સાઇડનો દરવાજો ખુલ્લો હોવાથી વાહન ચોરી થયું હોવાની શક્યતા જણાઇ રહી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news