પોલીસ સ્ટેશન

Surat Abduction Case: More Than 300 People Arrive At Varachha Police Station PT4M47S

સુરત અપહરણ કેસ: 300થી વધુ લોકો વરાછા પોલીસ મથકે પહોંચ્યા, જુઓ Vidoe

સુરત ના વરાછા વિસ્તારમાં આવેલા એલ એચ રોડ અર્ચના સ્કૂલની બાજુમાંથી ગત 8મી જાન્યુઆરીના રોજ 14 વર્ષ અને 9 માસની કિશોરીનું લગ્નની લાલચે અપહરણ કરવામાં આવ્યું હતું. આ મુદ્દે આરોપી કમલેશ જોધાભાઈ ભાલીયા સામે કિશોરીના પિતાએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે, કિશોરીના પરિવાર અને સમાજના આશરે 300 જેટલા લોકો વરાછા પોલીસ મથકે પહોંચ્યા હતા અને પોલીસ તપાસ તીવ્ર કરવાની માંગ કરી હતી.

Jan 25, 2020, 04:45 PM IST

અરવલ્લી: મોડાસા યુવતીના મોત મામલે 3 આરોપીઓ સરેન્ડર, ગાડી પણ મળી આવી

મોડાસાના સાયરાની સીમમાંથી યુવતીની શંકાસ્પદ સ્થિતીમાં ઝાડ પર લટકતી હાલતમાં લાશ મળી હતી. આ મુદ્દે ભારે હોબાળો સર્જાયો હતો. આ યુવતીનું અપહરણ કરનારા ચારેય યુવકો પર હત્યા અને સામુહિક દુષ્કર્મ અને અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જો કે તમામ આરોપીઓ પોલીસ પકડથી દુર હતા. જો કે મોડી રાત્રે નાટ્યાત્મક રીતે આ સમગ્ર કાંડનાં ચાર આરોપીઓ પૈકીનાં ત્રણ આરોપીઓએ મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું હતું. 

Jan 12, 2020, 12:16 AM IST
Tiktok video from aagthala police station PT2M21S

ફરિયાદ લખાવવા આવેલા યુવકોએ પોલીસ સ્ટેશનમાં બનાવ્યો ટિકટોક વીડિયો

આગથળા પોલીસ મથકમાં ફરિયાદ લખાવવા આવેલા યુવકોએ પોલીસ સ્ટેશનમાં ટિકટોક વીડિયો બનાવીને વાયરલ કર્યો છે. ‘ઈલાકા અપૂન કા કાનૂન અપૂન કા... કાટ ડાલેગા’ ડાયલોગથી બનાવેલો ટિકટોક વીડિયો હાલ વાયરલ થયો છે. લાખણીમાં બે જૂથો વચ્ચે મારામારી થતાં 4 યુવકો આગથળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવવા હતા. ત્યારે આ યુવકોએ પોલીસ મથકમાં બનાવેલ વીડિયોથી ચકચાર મચી હતી. ત્યાર બાદ સામેના જૂથે આ ચારેય યુવકો ઉપર ફરિયાદ નોંધાવતા પોલીસે તેમની પણ ધરપકડ કરી છે.

Oct 15, 2019, 11:25 AM IST
Issue at Vanthli police station PT2M17S

જૂનાગઢના વંથલી પોલીસ સ્ટેશનમાં બ્લેડ અને છરી સાથે યુવાને મચાવી તોડફોડ

જૂનાગઢના વંથલી પોલીસ સ્ટેશનમાં બ્લેડ અને છરી સાથે યુવાને તોડફોડ મચાવી હતી. ઘટના પ્રમાણે દારૂના નશામાં ચૂર કણજાના સંજય વાઘેરા નામના યુવાને પોલીસ સ્ટેશનમાં દંગલ મચાવી દીધું હતું. તે મોડી રાત્રે પોલીસને અપશબ્દો બોલતો ઘુસી ગયો હતો. આ મામલે પોલીસે તપાસ કરી ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.

Oct 9, 2019, 10:40 AM IST

પંચમહાલ: કરાડ નદીના તણાયેલા વિદ્યાર્થીને પોલીસ જવાને જીવના જોખમે બચાવ્યો

જિલ્લાના રાજગઢ વિસ્તારમાં આવેલી કરાડ નદીમાં તણાયેલા એક વિદ્યાર્થીનો પોલીસ જવાને જીવ બચાવ્યો છે. વિદ્યાર્થી સાયકલ લઇને પુલ પરથી પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન એકાએક પાણીના પ્રવાહમાં સાયકલ સાથે તણાયો હતો જેને પોલીસ જવાને જોતા વિદ્યાર્થીઓને બચાવ્યો હતો.

Oct 1, 2019, 09:03 PM IST

અમદાવાદ: મોજશોખ પૂરા કરવા નકલી પોલીસ બની તોડ કરતા 2 વિદ્યાર્થીઓની ધરપકડ

અમદાવાદ (Ahmedabad)શહેરમાં ફરી એક વખત નકલી પોલીસ(fake police)નો આતંક સામે આવ્યો છે. નરોડાના દાસ્તાન સર્કલ પાસે જાહેરમાં સગીર વિદ્યાર્થી તેની સ્ત્રી મિત્રો સાથે ઉભો હતો ત્યારે બે શખ્સો આવ્યા અને ટી-ટી ડ્રગ્સ લે છે, તેવુ કહી પોલીસ સ્ટેશનમાં લઇ ગયા અને તોડ કર્યો હતો. 

Sep 25, 2019, 05:20 PM IST
Kinnar create issues at Dahod police station PT1M41S

દાહોદના પોલીસ સ્ટેશનમાં કિન્નરોનો હોબાળો

દાહોદ જિલ્લાના લીમડી પોલીસ મથકમાં અર્ધનગ્ન અવસ્થામાં કિન્નોરોએ હોબાળો મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના ગત સોમવાર મોડી રાત્રે બની હતી. વડોદના ટોલનાકા ઉપર કિન્નરો દ્વારા વાહન ચાલકો પાસેથી ઉઘરાણા બાબતે લીમડી પોલીસે રોકતા મામલો બીચક્યો હતો

Sep 19, 2019, 01:10 PM IST
Dhanji Aud Reaches Pethapur Police Station PT1M23S

ધનજી ઓડ પેથાપુર પોલીસ સ્ટેશનમાં થયો હાજર, દોઢ કલાક સુધી લેવાયું નિવેદન

ધનજી ઓડે ગાંધીનગર કોર્ટમાં આગોતરા જામીન લેવા માટે અરજી કરી હતી, પરંતુ કોર્ટે આ અરજી ફગાવી દેતાં પોલીસે ધનજી ઓડના ચાંદખેડા નિવાસસ્થાને નોટીસ ફટકારી હતી અને ધનજી ઓડને પેથાપુર પોલીસ સ્ટેશનમાં હાજર થવા ફરમાન આપ્યું હતું

Sep 12, 2019, 10:30 AM IST

પોરબંદર: રાણાવાવ ખાતે તૈયાર થયું ટેકનોલોજીથી સજ્જ ‘સ્માર્ટ પોલીસ સ્ટેશન’

ગુજરાત સરકારના ગૃહ વિભાગની યોજના અંતર્ગત પોરબંદરના જિલ્લાના રાણાવાવ ખાતે સ્માર્ટ પોલીસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવ્યુ છે. રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે નિર્માણ પામેલ આ સ્માર્ટ પોલીસ સ્ટેશનનું આજે રાજ્યના ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાના હસ્તે લોકાર્પણ કરવમાં આવ્યુ હતુ. 

Aug 17, 2019, 06:12 PM IST

અમદાવાદ: સ્યુસાઇડ નોટ લખી નવરંગપુરા પોલીસ સ્ટેશનના 2 કોન્સ્ટેબલ કર્મીઓ ગુમ

નવરંગપુરા પોલીસ મથકના બે કોન્સ્ટેબલ ગુમ થવાના મામલે આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર શરૂ થયો છે. એક તરફ પરિવારજનો પીઆઇ અને ઉચ્ચ અધિકારીઓ પર આક્ષેપ કરી રહ્યા છે. તો બીજી તરફ તપાસ અધિકારીઓ પોલીસ કર્મચારીઓના ગુમ થતા પી.આઈ વિરુદ્ધ લખવામાં આવેલી કથિત સ્યુસાઇટ નોટ અને અરજી તથા ગુમ કોન્સ્ટેબલ વિરુદ્ધ થયેલી ખાતાકીય તપાસની અને અરજીઓની તપાસ હાથ ધરી છે.

Jul 23, 2019, 08:44 PM IST

રાજ્યમાં નવા 16 પોલીસ સ્ટેશનો, 7 નવી આઉટ પોસ્ટ પોલીસ ચોકીને મંજૂરી અપાઈ

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા તથા પોલીસ સ્ટેશનના વધુ સુવિધાયુક્ત બનાવવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની કાયદો અને વ્યવસ્થાને વધુ મજબત કરવા 11 જિલ્લાઓમાં નવા પોલીસ સ્ટેશનોને મંજૂરી આપવામાં આવે છે. રાજ્યમાં નવા 16 પોલીસ સ્ટેશનોને મંજૂરી અપાઈ છે. 8 જિલ્લામાં 8 PSI કક્ષાના પોલીસ સ્ટેશનોને અપગ્રેડ કરવામાં આવ્યા છે. 7 જિલ્લાઓમાં નવી 7 આઉટ પોસ્ટ પોલીસ ચોકીઓને મંજૂરી આપવામાં આવી હતી. બીજા તબક્કામાં 10 જિલ્લાના 10 PSI કક્ષાના પોલીસ સ્ટેશનો અપગ્રેડ કરાશે. કુલ 11 જિલ્લાના 16 નવા પોલીસ  ઇન્સ્પેક્ટર કક્ષાના પોલીસ સ્ટેશનને મંજૂરી આપવામાં આવી છે.  

Jul 21, 2019, 03:45 PM IST

અમદાવાદ: હવે મહિલાની છેડતી કરી તો ખેર નથી, પોલીસે કરી ખાસ 'SHE TEAM'ની રચના

અમદાવાદ શહેરમા મહિલાઓની છેડતી અટકાવવા માટે પોલીસે એક નવો અભિગમ અપનાવ્યો છે. શહેરમાં મહિલા પોલીસમી ખાસ  'શી ટીમ' ની રચના કરવામા આવી છે. પ્રાયોગીક ધોરણે શહેરના ઝોન 1 અને 7 ના 15 પોલિસ મથકોમાં આ ટીમો કાર્યરત કરવામાં આવી છે. 

Jul 19, 2019, 08:37 PM IST

દિલ્હીથી અમદાવાદ ફ્લાઇટમાં ચોરી કરતા આવતી હાઇટેક ગેંગની ધરપકડ

દિલ્લીથી સ્પેશિયલ હવાઈ મારફતે આવતા અમદાવાદમાં અને ચોરી કરતા એક ગેંગને મણિનગર પોલીસે ઝડપી પડી છે. ઝડપાયેલા તમામ આરોપીઓ દિલ્લીના રેહવાસી છે. તમામ સામે ગત 15 દિવસ  અગાઉ મણીનગર વિસ્તારમાંથી 35 લાખ રૂપિયાની ચોરી કર્યાની ફરિયાદ નોધાઇ હતી.

Jul 18, 2019, 11:00 PM IST
Special initiative by katargam police station PT2M31S

સુરતના કતારગામ પોલીસ સ્ટેશન દ્વારા અનોખી પહેલ, જાણવા કરો ક્લિક

સામાન્ય રીતે નાની બાળકીઓ તથા મહિલાઓ પોલીસ મથકના પગથિયા ચઢવામાં ગભરાતી હોય છે. રાજ્યમાં સુરતના કતારગામ પોલીસે મહિલાઓ અને બાળકીઓમાં પોલીસ પ્રત્યે રહેલા આ ભયને દૂર કરવા માટે એક અનોખો પ્રયાસ કર્યો હતો. અલુણા વ્રત નિમિત્તે પોલીસ દ્વારા આ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

Jul 13, 2019, 11:10 AM IST

અમદાવાદ: કિન્નરોની ખુલ્લી દાદાગીરી, રૂપિયા ન આપતા વેપારીને માર્યો માર

અમદાવાદમાં કિન્નરોની દાદાગીરી સામે આવી છે. ૩ મહિના અગાઉ નવી ઓફીસનું ઉદ્ઘાટન કર્યું હતું. જે અંગે વેપારી પાસે ૩૦,૦૦૦નું બોનસ માંગ્યું હતું. જે વેપારીએ રૂપિયા આપવાની ના પાડતા કિન્નરોએ વેપારી સાથે મારામારી કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં થઇ કેદ થઈ હતી. પારીએ આ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોધાવી છે.

Jun 4, 2019, 06:25 PM IST

સુરત: ખડોદરા પોલીસ સ્ટેશનમાં હત્યા મામલે પોલીસ કમીશનર એક્શનમાં

આરોપી ખટોદરા પોલીસ સ્ટેશનમાં આરોપીની હત્યા મામલે સુરત પોલીસ કમીશ્નર સતીષ શર્મા દ્વારા મહત્વનો આદેશ આપવામાં આવ્યો છે. સુરત પોલીસ કમીશ્વર દ્વારા આદેશ આપાવામાં આવ્યો છે, કે પોલીસ સ્ટેશનમાં LIBના માણસો સિવાયના તમામ પોલીસ કર્મચારીઓ યુનિફોર્મમાં નોકરી કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. 

Jun 3, 2019, 09:32 PM IST

અમદાવાદ: સસ્તાદરે મકાનની લાલચ આપીને ગરીબો સાથે થઇ લાખોની છેતરપિંડી

છેતરપીંડીના અનેક કેસો અવારનવાર સામે આવતા હોય છે. એવામાં ગરીબ લોકોને સસ્તાદરે મકાન આપવાની શરત સાથે પૈસા પાડવીને છેતરપીંડી કરવામાં આવી હોય તેવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ચાંદખેડામાં આવેલી ટીપી 44માં 4 માળના બની રહેલા મકાન માત્ર 6 લાખ રૂપિયામાં મળશે તેવી લાલચ ગરીબોને લૂટ્યા છે. 

May 12, 2019, 08:38 PM IST

ભાવનગર: 42.47 લાખના હિરાની લૂંટ, પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો

શનિવારના રોજ ભાવનગર શહેરના રીતા સોસાયટી પાસે આવેલ મારૂતી ઇમ્પેક્ષ હિરાની પેઢીમાં નોકરી કરતા ભીમજીભાઇ કાળુભાઇ ભીકડીયા અમરેલીના લાઠીથી તૈયાર પોલીસ્ડ ડાયમંડ રૂપિયા ૪૨,૪૭,૯૪૪ લઇને ભાવનગર આવતા હતા. અને બપોરના બે વાગ્યાના સુમારે લાઠી ગામના બસ સ્ટેન્ડ પાસે ઉભા હતા તે દરમ્યાન બે અજાણ્યા ઇસમો લાલ કલરની ફોર વ્હીલર ગાડી લઇ આવ્યા હતા અને ભીમજીભાઇ  સાથે કંપનીના અન્ય યુનિટની ઓફીસમાં કામ કરતા હોવાનું કહી તેમને કારમાં બેસાડયા હતા. અને હીરાની લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા. 

May 5, 2019, 08:06 PM IST

અમદાવાદ: ગુસ્સે ભરાયેલા પતિએ પિતાના ઘરે આવેલી પત્ની પર ફેક્યું એસિડ

અમદાવાદના રાણીપ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પતિ પત્નીના ઝઘડાએ પોલીસને દોડતી કરી દીધી છે. અમરાઇવાડીમાં રહેતા દંપતિને ગત મોડી રાત્રે ઝઘડો થતાં જ પત્ની તેના બે બાળકો સાથે રાણીપમાં પિતાના ઘરે આવી ગઇ હતી. જો કે ગુસ્સે ભરાયેલા પતિએ આજે બપોરે રાણીપમાં મહિલાના પિતાના ઘરે આવીને તેની પર એસીડ ફેંક્યું હતું. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં જ પોલીસએ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

Apr 27, 2019, 11:25 PM IST

સુરત: ભાજપની સરકારમાં તેના જ ધારાસભ્યને જાહેરમાં મળી ધમકી

સુરતમાં છેલ્લા કેટલાક સમયમાં ગુનાખોરીની સંખ્યા ખુબ વધી છે, નાની નાની વાતોમાં અસામાજીક તત્વો મારામારી અને હત્યા સુધીને ઘટનાઓને અંજામ આપતા ચુકતા નથી, સામાન્ય લોકો સાથે આવી ઘટનાઓ દરરોજ બની રહી છે, જોકે આ વખતે જેની રાજ્ય સરકાર છે, તેવા ભાજપના જ ધારાસભ્યને ગુંડા તત્વોએ જાનથી મારી નાંખવાની ઘમકી આપી છે, જેના પગલે તેઓ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા દોડ્યા હતા. 

Apr 14, 2019, 07:33 PM IST