'નવરાત્રિ પૂર્ણ થયા બાદ પણ ગરબાનો લઈ શકાય છે ઉપયોગ', જામનગરના પુજાબેનનો લોકોને ખાસ સંદેશ
જામનગરમાં કુંભાર પરિવારના ગરબા બનાવનાર પૂજાબેને ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ અમુક વેપારીઓ દ્વારા જૂના ગરબાઓ લઈ બજારમાં વેચવામાં આવે છે. જેના કારણે માતાજીની આસ્થાને ઠેસ પહોંચે છે.
Trending Photos
મુસ્તાક દલ/જામનગર: જામનગર મહાપ્રભુજીની બેઠક પાસે રહેતા પૂજાબેન ગૌતમભાઈ સંચાણીયા દ્વારા વર્ષોથી નવરાત્રિ નિમિતે ઘર બેઠા આકર્ષક ગરબા બનાવવામાં આવે છે. ઘરના બધા સભ્યો દ્વારા અવનવી જાતના નવા ગરબા બનાવીને જેમાં આકાર આપીને કલર કરી ગરબાને એક નવું રૂપ આપવામાં આવે છે.
જામનગરમાં કુંભાર પરિવારના ગરબા બનાવનાર પૂજાબેને ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ અમુક વેપારીઓ દ્વારા જૂના ગરબાઓ લઈ બજારમાં વેચવામાં આવે છે. જેના કારણે માતાજીની આસ્થાને ઠેસ પહોંચે છે. જેથી ગ્રાહકોને ગરબાની તપાસ કરી પછી જ નવા ગરબા લેવા અનુરોધ કરેલ છે તથા ગરબાને નવરાત્રિ પૂર્ણ થયા બાદ ગરબાનો કંઈક અલગ રીતે ઉપયોગ કરવા પણ જણાવ્યું હતું.
જેમાં કહ્યું હતું કે, માતાજીના નવ દિવસ પૂર્ણ થતાં લોકો ગરબા પધરાવી દયે છે. પણ તમે એ જ ગરબાને પોતાના ઘર પાસે કે અન્ય જગ્યાએ ચકલી સહિતના પક્ષીઓના મારા તરીકે પણ ખૂબ સુંદર ઉપયોગ કરી શકો છો. પક્ષીના ચણ નાખીને પક્ષીઓને ખાવાનું આપી શકો છો. તે એક ઉત્તમ કાર્ય રહેશે.
પૂજાબેનના ઘરે તમામ સદસ્યો દ્વારા વર્ષોથી ગરબા બનાવવાની પરંપરા ચાલી રહી છે. તે આ ગરબા બનાવીને પોતાનું ઘરનું ગુજરાન ચલાવે છે. તેમજ માતાજીને પૂરી શ્રદ્ધાથી અવનવા ગરબા બનાવીને બજારમાં વેંચાણ કરે છે અને ચકલી જેવા પક્ષીઓ માટે પણ લોકોને અનોખી પ્રેરણા આપે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે