મુશ્કેલીમાં ખેડૂતો પર વધુ એક માર, 15 દિવસમાં બીજીવખત ખાતરના ભાવમાં વધારો

આ પહેલા ઇફ્કો કંપનીએ ખાતરના ભાવમાં વધારો કર્યો હતો. હવે સરદાર કંપનીએ ભાવમાં વધારો કર્યો છે. 
 

 મુશ્કેલીમાં ખેડૂતો પર વધુ એક માર, 15 દિવસમાં બીજીવખત ખાતરના ભાવમાં વધારો

અમદાવાદઃ રાજ્યમાં એક તરફ ઓછા વરસાદને કારણે ખેડૂતોના પાક બળી રહ્યાં છે. આ માટે અનેક જગ્યાએ ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. તો બીજીતરફ પોતાના વિસ્તારને અછતગ્રસ્ત જાહેર કરવા માટે પણ સરકાર સામે બાંયો ચડાવી છે. તો સતત થઈ રહેલા ભાવ વધારાથી ખેડૂતો પરેશાન છે. 15 દિવસમાં બીજી વખત રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થયો છે. 

આજથી ખેડૂતો વર વધુ એક બોજ પડ્યો છે. ડીએપી અને એએસપીના ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ડીએપી ખાતરના ભાવમાં 60 રૂપિયા તથા એએસપી ખાતરના ભાવમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 

પહેલા ડીએપી ખાતરનો ભાવ 1360 રૂપિયા હતો જે હવે વધીને 1400 રૂપિયા થઈ ગયો છે. તો એએસપીનું ખાતર 1015માં મળતું હતું તે હવે 1040માં મળશે. એકતરફ પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધતા રહે છે તો બીજીતરફ 15 દિવસમાં ખાતરના ભાવમાં બીજી વખત વધારો થતા ખેડૂતો પરેશાન થઈ ગયા છે. 

15 દિવસ પહેલા ઇફ્કો કંપનીએ ખાતરના ભાવમાં વધારો કર્યો હતો. હવે સરદાર કંપનીએ પણ ભાવમાં વધારો કરતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news