Success Story: સલામ છે ગુજરાતના આ પ્રગતિશીલ ખેડૂતને! પશુપાલનના મળમૂત્રમાંથી વર્ષે કરે છે લાખોની કમાણી!
નર્મદા જીલ્લાના રાજપરા ગામના એક પ્રગતિશીલ ખેડૂત નરપતસિંહની ઓરિયાએ. ખેતીમાં નીકળતા ઘાસચારામાંથી પશુપાલન અને પશુપાલનના મળમૂત્રમાંથી છાણીયું ખાતર બનાવીને વધુ નફાકારક ઓર્ગેનિક ખેતી કરી વર્ષે દહાડે લાખોની કમાણી કરતા આ પ્રગતિશીલ ખેડૂત અન્ય ખેડૂતો માટે પણ અનુકરણીય છે.
Trending Photos
જયેશ દોશી/નર્મદા: ખેતીને માત્ર ખેતી જ નહિ પણ વ્યવસાયની દ્રષ્ટી રાખીને કરવામાં આવે તો તે વ્યવસાય સારો નફો કમાઈને આપે છે તે વાત સાબિત કરી છે નર્મદા જીલ્લાના રાજપરા ગામના એક પ્રગતિશીલ ખેડૂત નરપતસિંહની ઓરિયાએ. ખેતીમાં નીકળતા ઘાસચારામાંથી પશુપાલન અને પશુપાલનના મળમૂત્રમાંથી છાણીયું ખાતર બનાવીને વધુ નફાકારક ઓર્ગેનિક ખેતી કરી વર્ષે દહાડે લાખોની કમાણી કરતા આ પ્રગતિશીલ ખેડૂત અન્ય ખેડૂતો માટે પણ અનુકરણીય છે. હાલ જ તેમને સરકારની 12 પશુ યોજના હેઠળ એક તબેલો બનાવી દૂધમાંથી અઢળક કમાણી કરી અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણા સ્ત્રોત બન્યા છે.
આમ તો માત્ર ખેતી કરી ખેતીમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા અન્ય ખેડૂતો માટે નર્મદા જિલ્લાના રાજપરા ગામના પ્રગતિશીલ ખેડૂત એક ઉદાહરણ રૂપ છે, કેમકે તેઓ ખેતી તો કરે છે પરંતુ ખેતીની સાથે સાથે પશુ પાલન કરી ગાય અને ભેસો રાખી દૂધ ઉત્પાદન દ્વારા તો નાણાં કમાય છે. પરંતુ આ પશુઓના મળમૂત્રમાંથી છાણ્યું ખાતર બનાવી ખેતીમાં પણ બમણી આવક મેળવવા ઉપરાંત જમીન પણ ફળદ્રુપ રાખે છે.
શરૂઆતમાં માત્ર 6 જાનવરોથી પશુપાલનની શરૂઆત કરનાર આ ખેડૂત પાસે આજે સરકારની 12 પશુ યોજના હેઠળ 50થી વધુ દૂધાળા પશુ છે અને દર માસે 1500 લીટર દૂધની સાથે સાથે તેઓ દર માસે 30 ટ્રેક્ટર જેટલું ખાતર પણ ઉત્પાદિત કરે છે. વિલાયતી ખાતર બંધ કરી તેઓ હવે માત્ર છાણીયા ખાતર દ્વ્રારા જ ખેતી કરવા માંગે છે. તેઓ માને છે કે વિલાયતી ખાતર દ્વારા ખેતીની જમીન બગડી જાય છે. વળી તેઓ ખેતીમાં જે પાક લે છે તેમાં બાર મહીને નાણા મળે છે, પરંતુ દૂધ ઉત્પાદનના નાણા દસ દિવસમાં જ મળી જાય છે. તેમની આર્થિક સ્થિતિ પણ સુધરી છે અને લગભગ 30 માણસોને તેઓ રોજગાર પણ આપે છે. તેઓનું ખેડૂતોને પણ આ દૂધ ઉત્પાદનમાં આવવા પ્રેરણા આપે છે અને દૂધ ઉત્પાદન વધુ મેળવવા શું કરવું જોઈએ તે પણ સમજાવે છે.
નાનકડા એવા આ ગામમાં સ્થાનિક દૂધ મંડળી છે અને આ દૂધ મંડળી દ્વારા દૂધ ભરૂચ મુકામે મોકલવામાં આવે છે, ત્યારે આ બંને દૂધ ઉત્પાદક મંડળીના પદાધિકારીઓ આ પ્રગતિશીલ ખેડૂતના દૂધ ઉત્પાદનની સરાહના કરે છે અને આ પ્રગતિશીલ ખેડૂતમાંથી પ્રેરણા લઇ આજ પ્રમાણેનું દૂધ ઉત્પાદન જીલ્લામાં વધુ દૂધ ઉત્પાદન ઉત્પાદન થાય તેમ ઈચ્છી રહ્યા છે, કેમ કે જિલ્લામાં આવેલ દૂધ ધારા ડેરીના પશુ દાણ મારફતે આ ખેડૂત પશુઓને સારા પ્રકારનું દાણ ખવડાવે છે અને જેથી પશુઓ સારા પ્રમાણમાં દૂધ આપી રહ્યા છે. જેથી સરકાર યોજનાઓ સાથે દૂધ ધારા ડેરી પણ ખેડૂતોના ઉથ્થાનમાં સહભાગી બની રહી છે. સરકારની 12 દૂધાળા પશુ યોજના દરેક ખેડૂતો માટે લાભદાયી છે અને તેનો લાભ લેવા પણ દૂધ ધારા ડેરી અપીલ કરે છે.
સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈને આ પ્રગતિશીલ ખેડૂતે વિવિધ સરકારી પ્રમાણપત્રો અને શિલ્ડ પણ મેળવ્યા છે અને એક સારા ખેડૂતની સાથે સાથે સારા પશુપાલક પણ બન્યા છે, ત્યારે જિલ્લાના અન્ય ખેડૂતો પણ આ પશુપાલકથી પ્રેરાઈને આ પશુપાલનના વ્યવસાય અપનાવવા તરફ વાળ્યાં છે, પણ આ ખેડૂતની સરાહના કરી અન્ય ખેડૂતો પણ આ માંથી પ્રેરણા લે તેમ ઈચ્છી રહ્યા છે કેમ કે તેઓની આ પ્રગતિ મોદી સરકારની 12 પશુ યોજનાને આભારી છે.
ખેતીને માત્ર ખેતી જ નહિ પણ વ્યવસાયની દ્રષ્ટી રાખીને કરવામાં આવે તો તે વ્યવસાય સારો નફો કમાઈને આપે છે અને તે વાત નર્મદા જીલ્લાના આ ખેડૂતે સાબિત કરી છે. આ પ્રગતિશીલ ખેડૂતની માફક જ જો ખેતી સાથે પશુપાલન કરવામાં આવે તો તે નફા દાયક બની રહે તે વાત ચોક્કસ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે