દાહોદના ઝાલોદમાં ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ, 14 ગામના ખેડૂતોએ શરૂ કર્યું આંદોલન

કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હીથી મુંબઈ વચ્ચે નવા હાઈવેનું નિર્માણ થઈ રહ્યું છે. કેન્દ્ર સરકાર ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ વિવિધ જગ્યાએ નવા હાઈવે બનાવી રહી છે. ત્યારે દાહોદ જિલ્લામાં સરકારના આ પ્રોજેક્ટનો વિરોધ શરૂ થયો છે. 

દાહોદના ઝાલોદમાં ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ, 14 ગામના ખેડૂતોએ શરૂ કર્યું આંદોલન

દાહોદઃ ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત દેશમાં અનેક જગ્યાએ ઝડપી પરિવહન માટે હાઈવેનું નિર્માણ થઈ રહ્યું છે. દિલ્લીથી મુંબઈ વચ્ચે હાઈવેનું નિર્માણ થઈ રહ્યું છે, આ હાઈવે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં થઈને પસાર થવાનો છે. પરંતુ જમીન સંપાદન અને ત્યારપછી યોગ્ય સુવિધાઓ તંત્ર તરફથી સ્થાનિકોને ન મળતાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. આવો જ એક વિરોધ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં જોવા મળ્યો..જ્યાં 14 તાલુકાના ગામ લોકોએ ઉગ્ર પ્રદર્શન કર્યું...જુઓ વિરોધના વંટોળમાં ફસાયેલા હાઈવેનો આ અહેવાલ....

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા 14 ગામના ખેડૂતો છે વિરોધ કરી રહ્યાં છે. ખેડૂતોનો આક્ષેપ છે કે ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત બની રહેલા હાઈવેને કારણે તેમને કોઈ પ્રાથમિક સુવિધા નથી મળતી...અગાઉ અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં તંત્રએ કોઈ જ સુવિધા આપી નથી...પ્રાથમિક સુવિધા અને કેટલીક પડતર માગણીઓ સાથે ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું હતું.

Add Zee News as a Preferred Source

હાઈવનું નિર્માણ થતાં ખેડૂતોને પ્રાથમિક સુવિધાઓ પણ મળતી નથી...જેના કારણે ખેડૂતો રોષે ભરાયા હતા...અગાઉ પણ આ જ મુદ્દે પ્રદર્શન કરવામાં આવ્યું હતું...પરંતુ તે વખતે અધિકારીઓેએ બાહેંધરી આપી પ્રદર્શન અટકાવ્યું હતું...જો કે બાહેંધરી પછી પણ કોઈ સુવિધા ન મળતાં આ વખતે ખેડૂતો વધારે આક્રોશિત થયા હતા અને પ્રદર્શન કર્યું હતું...રોષે ભરાયેલા ખેડૂતોએ ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત બની રહેલા હાઈવેનું કામ બંધ કરાવી દીધું હતું.

અગાઉ પણ થયો હતો વિરોધ 
અગાઉ પણ આ જ મુદ્દે પ્રદર્શન કરવામાં આવ્યું હતું
અધિકારીઓેએ બાહેંધરી આપી પ્રદર્શન અટકાવ્યું હતું
બાહેંધરી પછી પણ કોઈ સુવિધા ન મળતાં ખેડૂતો આક્રોશિત થયા

તો ખેડૂતોના આક્રોશ અને રોષને જોતાં કોઈ ઘટના ન બને તે માટે મોટી સંખ્યમાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો...પોલીસે પણ ખેડૂતોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો..પરંતુ ખેડૂતો પોતાની માગ પર મક્કમ જોવા મળ્યા હતા...

ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત દિલ્લીથી મુંબઈ વચ્ચે હાઈવેનું નિર્માણ થઈ રહ્યું છે...આ હાઈવે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં થઈને પસાર થવાનો છે...પરંતુ જ્યારથી આ હાઈવેનું નિર્માણકાર્ય શરૂ થયું ત્યારથી જ વિવાદમાં રહ્યું છે...પહેલા જમીન સંપાદનમાં વિવાદ થયો હતો...જોકે માંડ માંડ તે મામલો પત્યો તો હવે હાઈવેના નિર્માણકાર્યથી સ્થાનિક ખેડૂતોને થતી હેરાનગતિને કારણે વિરોધ થઈ રહ્યો છે...ત્યારે હવે જોવાનું રહેશે કે વિરોધના આ વંટોળનો અંત ક્યારે આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ રાજનીતિ અને બિઝનેસ સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્

...और पढ़ें

Trending news