ઓસ્ટ્રેલિયન PMના એક નિવેદનથી ક્રિકેટ જગતમાં ખળભળાટ, આ ભારતીય ખેલાડી માટે કાયદો બનશે?

ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની અલ્બાનીઝે આ નિવેદન આપીને સમગ્ર ક્રિકેટ દુનિયામાં હંગામો મચાવી દીધો છે. સિડનીમાં નિર્ણાયક પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ પહેલા ભારતીય અને ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની મેજબાની કરનારા અલ્બનીઝે બુમરાહના ખુબ વખાણ કર્યા. જાણો તેમણે શું કહ્યું. 

ઓસ્ટ્રેલિયન PMના એક નિવેદનથી ક્રિકેટ જગતમાં ખળભળાટ, આ ભારતીય ખેલાડી માટે કાયદો બનશે?

'ઓસ્ટ્રેલિયામાં જસપ્રીત બુમરાહ માટે એક નવો કાયદો બનશે'...ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની અલ્બાનીઝે આ નિવેદન આપીને સમગ્ર ક્રિકેટ દુનિયામાં હંગામો મચાવી દીધો છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પાંચ મેચોની બોર્ડર-ગાવસ્કર સિરીઝમાં જસપ્રીત બુમરાહનું જબરદસ્ત પ્રદર્શન જોવા મળ્યું છે. જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ હાલની ટેસ્ટ સિરીઝમાં 4 મેચોમાં અત્યાર સુધીમાં 30 વિકેટ લીધી છે. જસપ્રીત બુમરાહ આ ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ છે. 

બુમરાહ માટે કાયદો!
ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અલ્બાનીઝે મજાકમાં એક કાયદો બનાવવાનું સૂચન આપ્યું છે. જે હેઠળ ભારતીય ફાસ્ટ બોલરોએ ઘરેલુ ટીમ વિરુદ્ધ 'ડાબા હાથે કે પછી એક પગલું ચાલીને' બોલિંગ કરવાની રહેશે. જમણા હાથના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ તમામ ફોર્મેટમાં દુનિયાના સર્વશ્રેષ્ઠ બોલર ગણાય છે. જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયન બેટર્સને ખુબ પરેશાન કર્યા છે અને હાલની સિરીઝની ચાર ટેસ્ટ મેચમાં 30 વિકેટ  ઝડપી છે. 

ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રીની વાતથી હંગામો
સિડનીમાં નિર્ણાયક પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ પહેલા ભારતીય અને ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની મેજબાની કરનારા અલ્બનીઝે બુમરાહના ખુબ વખાણ કર્યા. સિડની મોર્નિંગ હેરાલ્ડના રિપોર્ટ મુજબ અલ્બનીઝે હળવા અંદાઝમાં કહ્યું કે, 'અમે અહીં એક એવો કાયદો પસાર કરી શકીએ છીએ કે જે મુજબ તેમણે ડાબા હાથથી કે પછી ફક્ત એક પગલું ચાલીને બોલિંગ કરવી પડશે. દર વખતે જ્યારે પણ તેઓ બોલિંગ કરવા આવે છે તો ખુબ રોમાંચક અનુભવ રહ્યો છે.'

એન્થની અલ્બાનીઝે શું કહ્યું
ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની અલ્બાનીઝે કહ્યું કે ઓસ્ટ્રેલિયા અને ભારતની ટીમે અમને પહેલા જ ગરમીઓમાં શાનદાર ક્રિકેટની રમત દેખાડી છે. જ્યારે શુક્રવારે પાંચમી ટેસ્ટ શરૂ થશે તો મેકગ્રા ફાઉન્ડેશનના મહાન કામના સમર્થનમાં એસસીજી  ગુલાબી રંગથી ભરાઈ જશે. ચલો ઓસ્ટ્રેલિયા. ભારતીય ટીમ તરફથી મુખ્ય કોચ ગૌતમ ગંભીરે વાત કરી. ગંભીરે કહ્યું કે, ઓસ્ટ્રેલિયા પ્રવાસ કરવા માટે એક સુંદર દેશ છે. પરંતુ ક્રિકેટ પ્રવાસ માટે એક કપરી જગ્યા છે. દર્શકો શાનદાર રહ્યા છે. અમારે એક વધુ ટેસ્ટ રમવાની છે. આશા છે કે અમે દર્શકોનું મનોરંજન કરી શકીએ. 

ઓસ્ટ્રેલિયા સિરીઝમાં આગળ
ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે સિડની મેચ પહેલા જ પોતાની ટીમને 2-1થી આગળ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ગત સપ્તાહે આ વિશે કમિન્સે કહ્યું કે, 'મેલબર્નમાં ગત અઠવાડિયું અમારા માટે સૌથી સારી ટેસ્ટ મેચમાંથી એક હતું. આ અઠવાડિયાની આતુરતાથી રાહ જોઈએ છીએ. આ એક નિર્ણાયક મેચ છે. આ સિરીઝ જીતવાની અમને તક છે અને રાહ જોઈ શકતા નથી.' સિડની ટેસ્ટનું પરિણામ એ નક્કી કરશે કે મેજબાન ટીમ એક દાયકાથી પણ વધુ સમય બાદ ટ્રોફી મેળવી શકે છે કે નહીં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news