Rahul Gandhi Defamation Case: માનહાનિ કેસમાં રાહુલે 13 એપ્રિલ સુધી જામીન, 3 મેના રોજ સજા પર સુનાવણી

Rahul Gandhi Defamation Case : માનહાનિ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોટી રાહત... સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને આપ્યા જામીન.... સજા અને દોષ સામે સ્ટેની અરજી પર 13 એપ્રિલે સુનાવણી થશે..

Rahul Gandhi Defamation Case: માનહાનિ કેસમાં રાહુલે 13 એપ્રિલ સુધી જામીન, 3 મેના રોજ સજા પર સુનાવણી

Rahul Gandhi In Surat Court : સુરતમાં માનહાની કેસમાં નીચલી કોર્ટને પડકારતી અરજી દાખલ થઈ છે. રાહુલ ગાંધીના વકીલે અરજી દાખલ કરી છે. જેમાં રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહ્યા હતા. રાહુલ ગાંધીના વકીલ કિરીટ પાનવાલાએ સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. ત્યારે રાહુલ ગાંધીને જામીન મળ્યા છે. હવે કોર્ટમાં સુનાવણી 3જી મેના રોજ થશે. રાહુલ ગાંધીની સાથે તેમના બહેન પ્રિયંકા ગાંધી પણ પહોંચ્યા હતા. તો સુરક્ષાને પગલે પોલીસ દ્વારા રૂટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાહુલ ગાંધીના આગમન પહેલા અનેક નેતાઓને ડિટેઈન કરાયા હતા. તો રાહુલ ગાંધીના સમર્થનમાં મુંબઈથી પણ કોંગ્રેસના કાર્યકરો આવ્યાં છે.

માનહાનિ કેસમાં બે વર્ષની સજા મળ્યા બાદ મહિનાના જામીન પર રહેલા રાહુલ ગાંધીએ આજે સુરત કોર્ટમાં અપીલ દાખલ કરી છે. જેમાં રાહુલ ગાંધીના વકીલ કિરીટ પાનવાલાએ કોર્ટમાં અપીલ કરી છે. જેનો નંબર 254/2023 કોર્ટ દ્વારા રજીસ્ટર કરવામાં આવ્યો છે. સુરતની કોઈ કોર્ટમાં કેસ જશે એ હજુ સુધી નક્કી થયું નથી.જો કે હવે પછીની સુનાવણી આ કેસમાં 13 એપ્રિલના રોજ રોજ થશે. સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીના જામીન મંજૂર કર્યાં છે. 

કોંગ્રેસના નેતા રાહુલ ગાધીને સુરતની સેશન્સ કોર્ટે 13 એપ્રિલ સુધી જમાનત મળી ગયા છે. હવે આ મામલે સુનાવણી 3 મેના રોજ છે. તેમજ રાહુલ ગાંધીને જે વર્ષની સજા સંભળાવવામાં આવી હતી, તેની સજાની વિરુદ્ધ અરજી પર 3 મેના રોજ આગામી સુનાવણી થશે. સજા સંભળાવ્યા બાદ 11 દિવસ બાદ તેઓએ સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. 

શું છે મામલો?
જણાવી દઈએ કે વર્ષ 2019માં રાહુલ ગાંધીએ કર્ણાટકમાં નિવેદન આપ્યું હતું. આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે 'બધા ચોરની અટક મોદી કેમ છે?' કોંગ્રેસના રાહુલ ગાંધીના આ નિવેદનને લઈને તત્કાલિન બીજેપી ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ તેમની વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં સુરતની સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવી બે વર્ષની સજા ફટકારી છે.

રાહુલના સમર્થનમાં જતા નેતાઓને રોકાયા
રાહુલ ગાંધીના આગમન પહેલા સુરત એરપોર્ટ ખાતે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ હતી. દરેક નેતાઓ માટે વાહનનો કાફલો તૈયાર કરાયો છે. એરપોર્ટ બહાર લાગ્યા રાહુલના સમર્થનવાળા વિવિધ પોસ્ટર નેતાઓ દ્વારા લગાવાયા છે. તો રાહુલ ગાંધીના સમર્થનમાં જઈ રહેલા વાપીના કોંગી કાર્યકરોને પોલીસ દ્વારા ડિટેઈન કરાયા હતા. સોનગઢ નજીકથી કોંગ્રેસના નેતાઓને ડિટેઈન કરાયા હતા. 500થી વધુ કાર્યકર્તાઓને ડિટેઇન કરાયા છે. તમામ કાર્યકરો કોર્ટ બહાર રાહુલ ગાંધીના સમર્થનમાં આવ્યાં હતાં. ત્યારે રાહલુ ગાંધીના આગમન પહેલા તમામની અટકાયત કરી લેવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news