વકીલોની ફોજ સાથે રાહુલ ગાંધી સુરત પહોંચ્યા, 68 પાનાંની અપીલ અરજી તૈયાર કરાઈ

Rahul Gandhi Surat Court : રાહુલ ગાંધીની પેશીને લઈ કોંગ્રેસના તમામ નેતાઓનો સુરતમાં જમાવડો... ત્રણ રાજ્યોના મુખ્યમંત્રી, બહેન પ્રિયંકા ગાંધી સુરતમાં હાજર... ભાજપે કોંગ્રેસ પર કર્યા પ્રહાર કહ્યું કોંગ્રેસ નેતાઓના જમાવડો ન્યાય પાલિકા પર દબાવ બનાવવાનો...

વકીલોની ફોજ સાથે રાહુલ ગાંધી સુરત પહોંચ્યા, 68 પાનાંની અપીલ અરજી તૈયાર કરાઈ

Rahul Gandhi Parliament Membership Cancel : માનહાનિના કેસમાં સજા પર સ્ટે માટે આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સુરત આવી પહોંચ્યા છે. રાહુલ ગાંધી અને તેમની લીગલ ટીમ સુરત કોર્ટમાં અપીલ કરશે. દિલ્હીના નિષ્ણાત વકીલોની ટીમ રાહુલ ગાંધીનો કેસ લડશે. માનહાનિ કેસમાં સુરત કોર્ટે રાહુલને બે વર્ષની સજા ફટકારી છે. રાહુલ ગાંધીની સાથે ત્રણ રાજ્યોના મુખ્યમંત્રી, બહેન પ્રિયંકા ગાંધી સુરતમાં હાજર રહેશે. તેઓ પોતાની લિગલ ટીમ સાથે સુરત આવી પહોંચ્યા છે. છત્તીસગઢના CM ભૂપેશ બઘેલ, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત તેમની સાથે આવી પહોંચ્યા છે. હિમાચલ પ્રદેશ ના મુખ્યમંત્રી સુખવીન્દર સિંહ રાહુલ સાથે આવશે. તો રાહુલ ગાંધીના આગમન પહેલા કોર્ટના બહાર મોટી સંખ્યામાં કોંગ્રેસના કાયકર્તાઓનો જમાવડો થયો છે. 

માનહાનિ કેસ મામલે રાહુલ ગાંધી સુરત કોર્ટમાં અપીલમાં જશે. આ માટે 68 પાનાંની અપીલ અરજી તૈયાર કરવામાં આવી છે. રાહુલ ગાંધી થોડા સમયમાં અપીલ અરજી સુરત કોર્ટમાં દાખલ કરશે.

રાહુલના સમર્થનમાં જતા નેતાઓને રોકાયા
રાહુલ ગાંધીના આગમન પહેલા સુરત એરપોર્ટ ખાતે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ હતી. દરેક નેતાઓ માટે વાહનનો કાફલો તૈયાર કરાયો છે. એરપોર્ટ બહાર લાગ્યા રાહુલના સમર્થનવાળા વિવિધ પોસ્ટર નેતાઓ દ્વારા લગાવાયા છે. તો રાહુલ ગાંધીના સમર્થનમાં જઈ રહેલા વાપીના કોંગી કાર્યકરોને પોલીસ દ્વારા ડિટેઈન કરાયા હતા. સોનગઢ નજીકથી કોંગ્રેસના નેતાઓને ડિટેઈન કરાયા હતા. 

અર્જુન મોઢવાડીયાએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું છે કે રાહુલ ગાંધીએ દેશનું ધન ચોરી જનાર ચોરને ચોર કીધું છે. એટલે રાહુલ ગાંધી ને 2 વર્ષની સજા થઈ છે. ચોર સલામત છે, દેશનું ધન ચોરી ચોરો વિદેશમાં ચાલ્યા ગયા છે. ચોર લલિત મોદી ઇંગ્લેન્ડમાં જઈ કહે છે કે રાહુલ ગાંધીની ઉપર ઇંગ્લેન્ડની કોર્ટમાં કેસ કરીશ. આ કેવો મહોલ ઉભો થયો છે એની આ પ્રતીતિ ખરાબ છે. આઝાદીની સંગ્રામને લડાઈની અંદર બધા લડ્યા હતા. અંગ્રેજોને દેશ છોડવો પડ્યો હતો આખરે આ લડાઈ ની અંદર સત્યનો વિજય થવાનો છે.

ભાજપના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી મામલે ભાજપના નેતાઓએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. ભાજપ પ્રવક્તા સંબિત પાત્રા અને કિરણ રીજિજુએ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યાં. ભાજપે રાહુલ ગાંધી પર OBC સમાજનું અપમાન કરવાનાં આક્ષેપ કર્યા. તેમજ અપીલના નામે કોંગ્રેસ બબાલ કરવા માગતી હોવાના લગાવ્યા આરોપ મૂક્યા. સાંબિત પાત્રાએ કહ્યું કે, રાહુલ ગાંધીએ OBC સમાજનું અપમાન કર્યું છે. રાહુલ ન્યાય પ્રક્રિયા પર પ્રેસર રાખવા માગે છે? તામજામ સાથે રાહુલે સુરત જવાની શું જરૂર છે? શું રાહુલ ન્યાય પાલિકાથી પોતાને ઉપર માને છે? હોબાળો મચાવવા માટે તમે સુરત જઈ રહ્યા છો? મુખ્યમંત્રીઓને લઈ જવાનો શું મતબલ છે? સુરતમાં જઈ તમે સળગતામાં ઘી હોમવા માગો છો? સુરતમાં કોંગ્રેસ નાટક કરવા જઈ રહી છે. રાહુલ દેશની ન્યાય પ્રણાલી પર દબાણ બનાવી રહ્યા છે. OBC સમાજ પ્રત્યે ગાંધી પરિવારને નફરત કેમ? તો ન્દ્રીય કાયદા મંત્રી કિરણ રીજિજુના કોંગ્રેસ પર પ્રહાર કહ્યું કે દોષિત માટે વ્યક્તિગત રીતે જવું જરૂરી નથી. જૂથ સાથે રાહુલ ગાંધીનું અંગત રીતે જવું એ માત્ર નાટક છે. રાહુલ ગાંધી કોર્ટ પર દબાણ કરવા પ્રયાસ કરી રહ્યા છે.

લોકશાહી ખતરામાં છે - ભરતસિંહ સોલંકી
કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ ભાજપ પર પ્રહાર કર્યા છે કે ભારતીય જનતા પાર્ટી કાનૂની લડત દ્વારા રાજકીય લડત લડી રહી છે. ચુકાદો આપવામાં આવ્યા ત્યારબાદ સંસદપદ રદ કરવામાં આવ્યું છે. આ વાતને લઈને જન આંદોલન થવું વ્યાજબી છે. દેશમાં મોટી સમસ્યા આવી જવાની હોય તે રીતે લોકશાહીની સામે ખતરો ઊભા કરી રહ્યા છે. દેશમાંથી લોકશાહી ખતમ થઈ જશે તેઓ દેખાવ કરી સત્તાનો ઉપયોગ આજે કરી રહ્યા છે. રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર સુધી ગયા.નફરત છોડો અને ભારત જોડો ની વાત કરી. જન આંદોલનનો પડખો અને ચોક્કસથી ખાતરી છે કે, આ વખતે કર્ણાટકની જનતા ભાજપને પછાડી કરવાની છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news