surat court

સુરત કોર્ટે દાદી અને પૌત્રીનું કરાવ્યું મિલન, જેને નરાધમ પિતા બાળ આશ્રમમાં મૂકી આવ્યો હતો

સુરતનો એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. જેમાં સુરતમાં એક પિતાએ બીજા લગ્ન કરતા પોતાની દીકરીને બાળ આશ્રમમાં મૂકી દીધી હતી. ત્યારે કોર્ટે આજે દાદી-પૌત્રીનું મિલન કરાવતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. સાથે જ કોર્ટે પિતા અને બાળ આશ્રમને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી. છલકાતી આંખે પીડિત માસુમ દીકરીને સાંભળી કોર્ટ રૂમમાં તમામની આંખો ભરાઈ ગઈ હતી. આવી ભાવુક ક્ષણે દાદીએ જજ સાહેબને ‘તમે જ અમારા ભગવાન છો..’ કહી આભાર વ્યક્ત કર્યો હતો. 

Jul 28, 2021, 12:54 PM IST

Rahul Gandhi આવતીકાલે સુરતની કોર્ટમાં થશે હાજર, મોદી સમાજ વિરૂદ્ધ કરી હતી ટિપ્પણી

સુરતમાં અમિત ચાવડા, પરેશ ધનાણી સહિતના નેતાઓ આવી પહોચ્યા હતા. સુરતના કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક પણ યોજાઈ હતી. 

Jun 23, 2021, 07:01 PM IST

રેમડેસિવિરની કાળાબજારી કરતા બે તબીબોને કોર્ટે એવી સજા આપી કે આખી જિંદગી યાદ રાખશે

કોરોનાની મહામારી વધતા મેડિકલ સુવિધાઓની અછત સર્જાઈ છે. આ વચ્ચે ઈન્જેક્શનથી લઈને અનેક દવાઓની કાળાબજારી થઈ રહી છે. ખાસ કરીને રેમડેસિવિર ઈન્જેક્શન. પરંતુ સુરતમાં રેમડેસિવિરની કાળાબજારી કરનાર ડોક્ટરોને કોર્ટે અનોખી સજા આપી છે. સુરતમાં રેમડેસિવિરની કાળાબજારી કરતા પકડાયેલા બે તબીબોને   દિવસ સિવિલ હોસ્પિટલમાં કામ કરવાનો આદેશ આપ્યો છે. આ બંને તબીબોને મેડિકલ ફરજનું ભાન કરાવવા તેમને દિવસ કોવિડ હોસ્પિટલમાં સેવા કરવી પડશે. 

Apr 30, 2021, 07:14 AM IST
Underworld Don Fazlu Rahman To Be Produced In Court PT1M15S

સુરત: અંડરવલ્ડ ડોન ફઝલુ રહેમાનને કોર્ટમાં કરાશે હાજર

અંડરવલ્ડ ડોન ફઝલુ રહેમાનને સુરતની કોર્ટમાં હાજર કરવામાં આવશે. કોર્ટમાં હાજર રાખવા સાબરમતી જેલને યાદી મોકલવામાં આવી છે. સુરતના વેપારીની સોપારી લીધી હતી. શિલ્પા શેટ્ટી સહિત 4 વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. 17મીએ કોર્ટમાં હાજર રાખે તેવી શકયતા છે.

Oct 8, 2019, 02:10 PM IST

નારાયણ સાંઇ બાદ જૈન મુનિનો વારો, રેપ કેસમાં ન્યાયિક કાર્યવાહી થઇ શરૂ

2017માં સુરતના અઠવાલાઇન્સ પોલીસ મથકમાં જૈન શ્રાવિકા સાથે દુષ્કર્મ અંગેની ફરિયાદના ચકચારી કેસમાં જેલવાસ ભોગવતા દિગમ્બર જૈન મુનિ શાંતિસાગરજી વિરુધ્ધ પુરવણી ચાર્જશીટ તથા ચાર્જફ્રેમની કાર્યવાહી પૂર્ણ થઇ ગઈ છે. ત્યારે આજથી એડીશ્નલ સેશન્સ કોર્ટમાં ન્યાયિક કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 
 

May 2, 2019, 04:16 PM IST

બળાત્કારી નારાયણ સાંઈને થઈ આજીવન કેદ, સુરત કોર્ટે આપ્યો ઐતિહાસિક ચૂકાદો

નારાયણ સાંઇને આજીવન કેદ: સગીરાના યૌન શોષણના મામલે સજા કાપી રહેલા અને પોતાને સ્વંય ભૂ બાબા તરીકે ઓળખાવતા આસારામના લંપટ પુત્ર નારાયણ સાંઈને આજે સુરત સેશન્સ કોર્ટે સજા સંભળાવી છે. નારાયણ સાંઈને આજીવન કેદની સજા ફટકારાઈ છે. 

Apr 30, 2019, 05:26 PM IST

દીકરાની લાલચમાં નારાયણ સાંઈએ ખાસ સાધ્વી સાથે બાંધ્યા હતા શારીરિક સંબંધો

બે બહેનો સાથે દુષ્કર્મના કેસમાં આસારામના દીકરા નારાયણ સાંઈને આજે સજાની જાહેરાત થવાની છે. બે બહેનોએ નારાયણ સાંઈ પર કરેલા કેસ બાદ નારાયણ સાંઈની અનેક કરતૂતો પરથી પર્દાફાશ થયો હતો. 

Apr 30, 2019, 02:45 PM IST

આસારામ નારાયણ સાંઈની લાલ ટોપી અને કાજળ પાછળ છુપાયું છે તંત્રમંત્રનું મોટું રહસ્ય

આસારામ અને તેના દીકરા નારાયણ સાંઈ પર તંત્ર મંત્રી કરવાનો આરોપ પહેલેથી જ લાગતો રહ્યો છે. પરંતુ તેના એક પૂર્વ સેવાદાર અને અંગત સચિવ બંનેના તંત્રમંત્રની ગુપ્ત માહિતી જાહેર કરી હતી. જે તેમની લાલ ટોપી સાથે જોડાયેલી છે.

Apr 30, 2019, 12:34 PM IST

આસારામ નારાયણ સાંઈનું કરોડોનું છે સામ્રાજ્ય, પણ બાપ-દીકરા બંને જેલમાં

લંપટ નારાયણ સાંઈને સુરત સેશન્સ કોર્ટે સજા સંભળાવી છે. ત્યારે તેનો પિતા આસારામ પણ રાજસ્થાનની જેલમાં કેદ છે. ભક્તોને પોતાની માયાજાળમાં ફસાવીને બંને બાપ-બેટાએ કરોડોનું સામ્રાજ્ય બનાવ્યું હતું. 2013માં પોતાની મહિલા ભક્ત સાથે જ દુષ્કર્મ કરવાના મામલે આજે નારાયણ સાંઈને સજા થઈ છે. 

Apr 30, 2019, 12:08 PM IST

નારાયણ સાંઈને થઇ શકે છે આટલી સજા, જાણો શું કહે છે સરકારી વકીલ

સરકારી વકીલ પ્રફુલ સિંહ પરમારે જણાવ્યુ હતું કે, ખુબજ ચર્ચામાં આવેલ નારાયણ સાંઈ દુષ્કર્મ કેસમાં સેન્શન કોર્ટના જજ પ્રતાપદાન ગઢવીએ આજે મહત્વનો ચુકાદો આપ્યો છે. જેમાં કોર્ટે નારાયણ સાંઈને દુષ્કર્મ અને સૃષ્ટી વિરુદ્ધના કૃત્ય બદલ દોષિત જાહેર કર્યા છે.

Apr 26, 2019, 04:29 PM IST

Narayan Sai rape case: નારાયણ સાંઇ દુષ્કર્મ કેસમાં દોષિત, 30મીએ સજા સંભળાવાશે

નારાયણ સાંઇ સહિત અન્ય ત્રણ આરોપીઓ જેમાં ગંગા, જમના અને હનુમાનને પણ કોર્ટે દોષિત ગણાવ્યા છે. તો આ ઉપરાંત મોનીકાને તમામ કેસમાંથી નિર્દોષ જાહેર કરી છે. ત્યારે કોર્ટ દ્વારા નારાયણ સાંઈ સહિત અન્ય ત્રણ આરોપીઓને 30મીએ સજા ફટકારવામાં આવશે.

Apr 26, 2019, 01:49 PM IST
Complaint In Surat Court Against Jitu Vaghani PT1M3S

જીતુ વાઘાણીએ કોંગ્રેસ કાર્યકર્તાઓને કહ્યું 'હરામઝાદા', સુરત કોર્ટમાં નોંધાઇ ફરિયાદ

ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણીને કોંગ્રેસના કાર્યકરોને 'હરામઝાદા' કહેવાનું ભારે પડી શકે છે. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીએ વાઘાણીને પહેલા ક્લીનચીટ આપ્યા બાદ હવે ફરીથી તપાસ શરૂ કરી છે, ત્યારે હવે વાઘાણી સામે કોર્ટમાં પણ ફરિયાદ થઈ છે. કોર્ટે પોલીસને યોગ્ય તપાસ કરી ફરિયાદ દાખલ કરવા આદેશ આપ્યો છે.

Apr 12, 2019, 09:15 AM IST

ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સામે સુરત કોર્ટમાં ફરિયાદ

કોંગ્રેસના કાર્યકર્તાઓને 'હરામઝાદા' કહેવાના નિવેદન બાબતે સુરતની કોર્ટમાં કોંગ્રેસના નેતા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી, કોર્ટે પોલીસને આ બાબતે તપાસ કરી ગુનો દાખલ કરવાનો આદેશ આપ્યો છે 

Apr 11, 2019, 11:34 PM IST