ગુજરાતઃ રાહુલ ગાંધીનો PLAN, અમિત શાહનું મિશન-26

ભાજપના પ્રમુખ અમિત શાહે 2019માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 સીટ બરકરાર રાખવાનું લક્ષ્ય રાખ્યું છે. 

 

ગુજરાતઃ રાહુલ ગાંધીનો PLAN, અમિત શાહનું મિશન-26

અમદાવાદઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી 2019ની લોકસભા ચૂંટણી માટે પ્રચાર અભિયાનની શરૂઆત 11 અને 15 જુલાઈએ ગુજરાતના પ્રવાસથી શરૂ કરી રહ્યાં છે. ભાજપના ગઢ ગુજરાતથી કોંગ્રેસના ચૂંટણી પ્રચાર શરૂ કરવાના અનેક રાજકીય અર્થ છે. રાહુલ ગાંધીએ ગત વર્ષે 2017માં વિધાનસભાની ચૂંટણી દરમિયાન રાજ્યમાં ઘણી યાત્રાઓ કરી હતી અને ચૂંટણીમાં પાર્ટીના પ્રદર્શનમાં સુધારાની સાથે 77 સીટો જીતવાનો શ્રેય તેમની યાત્રાને આપવામાં આવ્યો હતો. કોંગ્રેસે 182 સભ્યોવાળી ગુજરાત વિધાનસભામાં 2012માં માત્ર 54 સીટો જીતી હતી જે 2017માં વધીને 77 પર પહોંચી ગઈ છે. 

ભાજપ માટે મોટો પડકાર
ભાજપ પ્રમુખ અમિત શાહે 2019માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 સીટ બરકરાર રાખવાનું લક્ષ્ય રાખ્યું છે, પરંતુ 2017ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના પ્રદર્શનને જોતા આ મુશ્કેલ લાગી રહ્યું છે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપને માત્ર 99 સીટો મળી હતી. તેમછતાં પાર્ટીનું કહેવું છે કે 2019માં તમામ 26 સીટો પર જીત મેળવવાનો વિશ્વાસ છે. કારણ કે તેમનું માનવું છે કે, લોકસભા અને વિધાનસભાની ચૂંટણી અલગ-અલગ મુદ્દા પર લડવામાં આવે છે. 

ભાજપની ચિંતન શિબિર
પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે, બે દિવસીય ચિંતન શિબિર દરમિયાન પાર્ટીના 2019ની તૈયારી પર ચર્ચા કરી. આ બેઠકનું આયોજન 24 અને 25 જૂને કરવામાં આવ્યું હતું. સમાપન સત્રમાં અમિત શાહે પાર્ટી કાર્યકર્તાઓને તમામ 26 સીટ જીતવા માટે મહેનત કરવાનું કહ્યું હતું. ભાજપના સૂત્રએ જણાવ્યું કે, સત્ર દરમિયાન અમિત શાહે પાર્ટી નેતાઓને કેન્દ્રમાં નરેન્દ્ર મોદી અને ગુજરાતમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સરકાર દ્વારા કરાયેલા સારા કોમો વિશે જનતાને જાણકારી આપવાનો નિર્દેશ આપ્યો. તેમણે કહ્યું કે, પાર્ટી કાર્યકર્તાઓ તે મતદાન કેન્દ્રોને મજબૂત કરવા પર ધ્યાન આપે જ્યાં પાર્ટીની સંગઠનાત્મક સંચરના નબળી છે. તે મતદાન કેન્દ્રો સુધી મુખ્ય વ્યક્તિઓને સંપર્ક કરવાનું કહ્યું છે. 

તેમણે ભાજપના કાર્યકર્તાઓને કોંગ્રેસના જાતિના નામ પર સમાજને વિભાજીત કરવાનો પ્રયાસોને લઈને ચેતવ્યા અને હિંદુઓની એકતા પર ભાર આપીને તમામ જાતિઓના મત જીતવાની દિશામાં કામ કરવાનું કહ્યું હતું. અમિત શાહે પાર્ટીને માટી ના લાલ હોવાને કારણે પીએમ મોદીને બીજી વખત વડાપ્રધાન બનાવવા માટે અભિયાન ચલાવવાનો નિર્દેશ આપ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news