ગેહલોત અને રઘુ શર્મા પાસે સમય નથી, ને કોંગ્રેસના ચૂંટણી ઉમેદવારોની પસંદગી અટવાઈ

Rajasthan Political Drama: કોંગ્રેસ હાઇકમાન્ડે સૌથી વફાદાર ગણાતા ગેહલોતને ગુજરાત કોંગ્રેસની જવાબદારી આપી છે. હાલ ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યાં ગેહલોતના પોતાના ઘરમાં જ આગ લાગી છે

ગેહલોત અને રઘુ શર્મા પાસે સમય નથી, ને કોંગ્રેસના ચૂંટણી ઉમેદવારોની પસંદગી અટવાઈ

ગૌરવ પટેલ/અમદાવાદ :રાજસ્થાન કોંગ્રેસનો વિવાદની સીધી અસર જો કોઈને થઈ હોય તો તે ગુજરાત છે. કારણે રાજસ્થાનની રાજકીય આગથી ગુજરાત કોંગ્રેસ બળ્યું છે. રાજસ્થાન વિવાદના કારણે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ ઉમેદવારોની પસંદગી અટવાઈ છે. 1થી 3 ઓક્ટોબર ગુજરાત કોંગ્રેસની ઉમેદવારો માટેની સ્ક્રીનીંગ કમિટીની બેઠક મળવાની હતી. પરંતું ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજસ્થાન કોંગ્રેસના વિવાદમાં વ્યસ્ત છે. ત્યારે જિલ્લા પ્રભારીઓએ કોંગ્રેસના દાવેદારોને સાંભળી રિપોર્ટ તૈયાર કર્યો છે. રિપોર્ટ બાદ કમિટીમાં ઉમેદવારોના નામોને આખરી ઓપ આપવાનો હતો. તે કામ અટક્યું છો. તો બીજી તરફ, રાજસ્થાન વિવાદના કારણે પ્રિયંકા ગાંધીનો ગુજરાત પ્રવાસ પણ અટવાયો છે. 

ગેહલોત કે રઘુ શર્મા, કોઈને ગુજરાત માટે ટાઈમ નથી
રાજસ્થાન વિવાદમાં ગુજરાત કોંગ્રેસની ઉમેદવાર પસંદગી અટવાઈ છે. ગુજરાત કોંગ્રેસના સિનિયર ચૂંટણી નિરીક્ષણ અશોક ગેહલોત રાજસ્થાનના મુખ્યમંત્રી છે. તેઓ હાલ પોતાના રાજ્યમાં વિવાદમાં વ્યસ્ત છે. તો ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા અને કેટલાક નિરીક્ષકો રાજસ્થાન વિવાદમાં વ્યસ્ત છે. એક તરફ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજસ્થાનમાં અને સ્ક્રીનીંગ કમિટી ચેરમેન યાત્રામાં વ્યસ્ત થયા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસમાં હાલ ચૂંટણી અંગે નિર્ણયો લેવામાં કોઈ ધરીધોણી નથી. 

પ્રિયંકા ગાંધીનો પ્રવાસ અટવાયો 
તો બીજી તરફ, રાજસ્થાન વિવાદના કારણે પ્રિયંકા ગાંધીનો ગુજરાત પ્રવાસ પણ અટવાયો છે. પ્રિયંકા ગાંધીનો નવરાત્રિમાં ગુજરાત પ્રવાસ નિર્ધારિત કરાયો હતો. જે બાદમાં લંબાવાયો છે. પરંતુ રાજસ્થાન વિવાદને કારણે તે પ્રવાસ પણ ફાઈનલ થઈ શક્યો નથી. 

રાજસ્થાનમાં સર્જાયેલા રાજકીય ભુકંપના આંચકા ગુજરાત કોંગ્રેસને લાગી શકે છે. ચૂંટણી આવતા જ માંડ માંડ બેઠી થયેલી કોંગ્રેસને રાજસ્થાનનો રાજકીય ભૂકંપ નુકસાન નોતરી શકે છે. વિધાનસભા ચુંટણી પૂર્વે રાજસ્થાનના રાજકીય ઘટનાક્રમની ગુજરાત પર ભારે અસર પડશે. રાજસ્થાન કોંગ્રેસમાં સર્જાયેલ સંકટથી ગુજરાત કોંગ્રેસમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. 

ગુજરાતમાં શું અસર પડશે 
ગુજરાત કોંગ્રેસના સિનિયર ઓબ્ઝર્વર તરીકે અશોક ગહેલોતની નિમણૂંક કરાઈ હતી. જેઓ હાલ રાજસ્થાનના મુખ્યમંત્રી છે. તેમજ ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી રાજસ્થાનના પૂર્વ આરોગ્ય મંત્રી છે. આવામાં હાલ રાજસ્થાનમાં જે ધમાસાણ મચ્યું છે, તેમાં આ બંને નેતાઓનું સંપુર્ણ ધ્યાન હાલ રાજસ્થાનના ઘટનાક્રમ પર છે. એટલુ જ નહિ, લોકસભા દીઠ નિમાયેલ પ્રભારી અને વિધાનસભા મોટાભાગના ઇન્ચાર્જ ગેહલોત ગ્રુપના છે. તેમજ કોંગ્રેસ હાઇકમાન્ડે સૌથી વફાદાર ગણાતા ગેહલોતને ગુજરાત કોંગ્રેસની જવાબદારી આપી છે. હાલ ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યાં ગેહલોતના પોતાના ઘરમાં જ આગ લાગી છે. આવામાં ગેહલોત ગુજરાત પર ફોકસ કરી શકે તેમ નથી. રાજસ્થાન કોંગ્રેસનુ રાજકીય સંકટનો હલ ગુજરાત કોંગ્રેસનું ભવિષ્ય નક્કી કરશે. જો, રાજસ્થાનમા વહેલો ઉકેલ નહિ આવે તો ગુજરાતી મતદારો પણ કોંગ્રેસ પર વિશ્વાસ કરવામાં સફળ નહિ રહે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news