રાજકોટના એક જ પરિવારમાં 1 વર્ષના બાળક સહિત 15 સભ્ય સંક્રમિત, જીતી કોરોના સામેની લડાઈ

રાજકોટના (Rajkot) 22 સભ્યોના એક સંયુક્ત પરિવારે (Joint Family) કોરોનાને સાથે મળીને હરાવ્યો છે. જેમ્સ એન્ડ જવેલરી એસોસિએશનના (Gems & Jewellery Association) અગ્રણી પ્રવીણભાઈ વૈદ્યના (Pravinbhai Vaidya) પરિવારમાં 15 લોકો એક બાદ એક સંક્રમિત (Corona Positive) થયા હતા

રાજકોટના એક જ પરિવારમાં 1 વર્ષના બાળક સહિત 15 સભ્ય સંક્રમિત, જીતી કોરોના સામેની લડાઈ
  • વૈદ્ય પરિવારના 15 સભ્યો થયા હતા કોરોનાગ્રસ્ત
  • 1 વર્ષ થી 68 વર્ષ સુધીના થયા હતા સંક્રમિત
  • 4 સભ્યો કેન્સર, ડાયાબીટીસ અને અસ્થમાની બીમારી થઈ હતા પીડિત

ગૌરવ દવે/ રાજકોટ: રાજકોટના (Rajkot) 22 સભ્યોના એક સંયુક્ત પરિવારે (Joint Family) કોરોનાને સાથે મળીને હરાવ્યો છે. જેમ્સ એન્ડ જવેલરી એસોસિએશનના (Gems & Jewellery Association) અગ્રણી પ્રવીણભાઈ વૈદ્યના (Pravinbhai Vaidya) પરિવારમાં 15 લોકો એક બાદ એક સંક્રમિત (Corona Positive) થયા હતા. જોકે પુરા પરિવારે એક બીજાને સહારો આપીને કોરોના સામેની લડાઈ જીતી છે. 

સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોનાનો (Gujarat Corona Cases) હાહાકાર જોવા મળી રહ્યો છે. રોજબરોજ કોરોના પોઝિટિવ (Corona Positive) કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યા છે અને મોત આંકડામાં પણ ઉછાળો થઇ રહ્યો છે. ત્યારે લોકો પણ ભયભીત છે. આવા સમયે લોકોને પ્રેરણા મળે તેવો કિસ્સો રાજકોટમાં (Rajkot) સામે આવ્યો છે. કોરોના પોઝિટિવ દર્દીઓ (Corona Patients) હિંમત હારી રહ્યા છે ત્યારે રાજકોટના પ્રવીણભાઈ વૈદ્યના (Pravinbhai Vaidya) 22 લોકોના પરિવારના 15 સભ્યો એકસાથે કોરોના સંક્રમિત થયા હતા.

આ પરિવારના 15 સભ્યોએ કોરોનાને મ્હાત (Defeated Corona) આપી હતી. પરિવારમાં 1 વર્ષના બાળકથી લઇને 68 વર્ષના વૃદ્ધ સહિત 15 સભ્ય સંક્રમિત થયા હતા. જેમાં 4 એવા લોકો હતા કે જેમને ડાયાબીટીસ, કેન્સર અને અસ્થમાની બીમારી હતી. પરિવારમાં દર બીજા-ત્રીજા દિવસે એક પછી એક સભ્યના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે 22 જણના પરિવારમાં સંક્રમિત થયેલાઓમાં 1 વર્ષના બાળકથી લઈને 68 વર્ષના વડીલ પણ સામેલ હતા.

4 દર્દી ડાયાબિટિસ, અસ્થમા તથા કેન્સરથી પણ પીડિત હતા. પરંતુ પરિવારીની સાથે સયુંક્ત કુટુંબની ભવાના સાથે જોડાયા છે એટલા માટે અમે કોરોના જેવી મહામારી સામે અમે જંગ જીત્યાં હતા. 22 જણાના કોરોના મ્હાત આપવાનું મુખ્ય કારણ સંયુક્ત પરિવાર રહયા અને પરિવાર એક બીજા સદશ્યોને પોઝિટિવ વિચાર આપતા હતા. હૂંફ મળતા કોરોના જેવી ગંભીર બીમારીને મ્હાત આપી હતી. 

પરસ્પરની હૂંફ, હકારાત્મક અભિગમથી બધા સાજા થઈ ગયા
જ્યારે આ પરિવારના 1 વર્ષના બાળકને પોઝીટીવ આવતા જ પરિવારમા ચિંતાનો માહોલ છવાયો હતો. પરંતુ 1 વર્ષના બાળક અને તેની માતાએ કોરોનાને મ્હાત આપી અને એક ઉમદા ઉદાહરણ પુર પાડ્યું હતું. માતા અમ્રિતાબેન વૈદ્યએ જણાવ્યું હતું કે માનસિક રીતે સ્ટ્રોગ રહો પ્રોપર ડાઈટ ફોલો કરો અને મેડીસીન્સ આપો અને સ્ટીમ લો અને કોઇ ચિંતા કરવાની જરૂર નથી. એક તબક્કે 3 BHK નું કોવિડ સેન્ટર ભાડે લેવું પડ્યું. છતાં પરસ્પરની હૂંફ, હકારાત્મક અભિગમથી બધા સાજા થઈ ગયા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news