Heart Attack : રાજકોટમાં 22 વર્ષના તબીબનું હાર્ટ એટેકથી મોત, દાહોદમાં દોડની પ્રેક્ટિસ કરી રહેલા TRB જવાનને આવ્યું મોત

Sudden Heart Attack : ગુજરાતમાં યુવાનોના જીવ હાર્ટ એટેક નામના દાનવ લઈ રહ્યો છે... રાજકોટમાં 22 વર્ષીય તબીબનું અને દાહોદમાં પ્રેક્ટિસ કરતા ટીઆરબી જવાનને છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ મોત આવ્યું    

Heart Attack : રાજકોટમાં 22 વર્ષના તબીબનું હાર્ટ એટેકથી મોત, દાહોદમાં દોડની પ્રેક્ટિસ કરી રહેલા TRB જવાનને આવ્યું મોત

Surat News સુરત : ગુજરાતમાં હાર્ટ એટેકની ઘટનાઓ સામાન્ય થઈ ગઈ છે. આંકડા જ પુરાવો આપે છે કે, છેલ્લા એક વર્ષમાં હાર્ટ એટેકથી તત્કાળ મોત થવાના 2853 કેસ નોંધાયા છે. ત્યારે રોજ ગુજરાતના કોઈને કોઈ ખૂણે યુવાનોના હાર્ટ એટેકથી જીવ જઈ રહ્યાં છે. ત્યારે રાજકોટમાં માત્ર 22 વર્ષીય તબીબનું મોત નિપજ્યું છે. તીબ રાજકોટની ગોકુળ હોસ્પિટલમાં નાઈટ શિફ્ટમાં ફરજ બજાવતા હતા. રવિવારના રોજ સાંજના સમયે બેભાન હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જેમાં પીએમ રિપોર્ટમાં નેચરલ હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. 

દોડની પ્રેક્ટિસમાં ટીઆરબી જવાનનું મોત
ગઈકાલે દાહોદ શહેર ના પટેલ ગ્રાઉન્ડ ખાતે વહેલી સવારે 30 વર્ષીય ટીઆરબી જવાબનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું. ગ્રાઉન્ડમાં દોડની પ્રેક્ટિસ દરમિયાન ટીઆરબી જવાનને હાર્ટ એટેક આવ્યો હતો, જ્યાં ગ્રાઉન્ડમાં તેનું મોત નિપજ્યું હતું. યુવા ટીઆરબી જવાનનું મોત થતાં પરિવારજનો તેમજ ટીઆરબી વિભાગમાં શોકની લાગણી ફેલાઈ છે. 

સુરતમાં નથી થંભી રહ્યો મોતનો સિલસિલો
સુરતમાં હાર્ટ એટેકથી મોતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ગઈકાલે સવારે સુરતમાં ત્રણ યુવકોના હાર્ટ એટેકથી મોત નિપજ્યા હતા. તો તેના બાદ સુરતમાં વધુ બે યુવકના છાતીમાં દુઃખાવા બાદ મોતના કિસ્સા બન્યા છે. સુરતમા ચિંતાજનક ઘટનાઓ બની રહી છે. જેથી પરિવારો પણ ચિંતિત બન્યા છે. વરાછા અને ઉતરાણમાં વધુ બે લોકોને છાતીમાં દુઃખાવો આવ્યા બાદ મોત થયા છે. 

ગુજરાતમાં હાર્ટ એટેકનો ચોંકાવનારો આંકડો 
રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં હાર્ટ એટેકની ઘટનાઓમાં મોટા પાયે વધારો થયો છે. છેલ્લા એક વર્ષમાં હાર્ટ એટેકથી તત્કાળ મોત થવાના 2853 કેસ નોંધાયા છે, જ્યારે રાજ્યમાં  છ મહિનામાં હાર્ટ એટેકથી 1052 જણનાં મોત થયાં છે. એમાંથી મોટા ભાગના લોકોની ઉંમર 11થી 25 વર્ષની છે. રાજ્યમાં 108 નંબરની એમ્બ્યુલન્સ સેવાને દરરોજ હૃદયરોગને લગતા સરેરાશ 173 કોલ આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news