રાજકોટના કલાકાર ભુપેન્દ્ર વસાવડાએ લતા મંગેશકર સાથેની સંસ્મરણો વાગોળ્યા, કરી સ્મૃતિ મંદિર બનાવવાની જાહેરાત
રાજકોટના ભુપેન્દ્રભાઇ વસાવડાની લત્તા મંગેશકર સાથે વર્ષ 1954માં મુલાકાત થઇ હતી. અમદાવાદ ખાતેની એક સુગમ સંગીતની હરિફાઇમાં ભુપેન્દ્રભાઇએ ભાગ લીધો હતો, અને તેના જજ તરીકે લતા મંગેશકરજી ઉપસ્થિત રહ્યા હતા.
Trending Photos
ઝી ન્યૂઝ/રાજકોટ: સુર સમ્રાજ્ઞિ લતા મંગેશકરે આ દુનિયાને અલવિદા કરી લીધી છે. તેમના નિધનથી દેશ અને દુનિયાના તેમના ચાહક વર્ગમાં દુ:ખની લાગણી જોવા મળી છે. લતા મંગેશકરને લોકો અલગ અલગ રીતે આજે યાદ કરે છે અને તેની સાથેના પોતાના સંસ્મરણો વાગોળે છે.
રાજકોટના આવા જ એક કલાકાર જેમનું નામ ભુપેન્દ્રભાઇ વસાવડા છે. તેઓનો પણ લત્તાજી સાથેનો નાતો વિશેષ છે. ભારે હ્રદય સાથે તેઓ આજે લત્તાદીદીને યાદ કરે છે. ભુપેન્દ્રભાઇ લત્તાદીદીને સંગીતના દેવી માની રહ્યા છે અને એટલા માટે જ તેઓએ રાજકોટ ખાતે લત્તાદીદીનું એક સ્મૃતિ મંદિર બનાવવાની લાગણી વ્યક્ત કરી છે. આ મંદિર કેવું અને કઇ રીતનું બનાવવું તે અંગે આગામી દિવસોમાં તેઓ આયોજન ઘડશે.
વર્ષ નવેમ્બર 1954 સુગમ સંગીત હરીફાઇમાં લત્તા મંગેશકર સાથે મુલાકાત થઇ
રાજકોટના ભુપેન્દ્રભાઇ વસાવડાની લત્તા મંગેશકર સાથે વર્ષ 1954માં મુલાકાત થઇ હતી. અમદાવાદ ખાતેની એક સુગમ સંગીતની હરિફાઇમાં ભુપેન્દ્રભાઇએ ભાગ લીધો હતો, અને તેના જજ તરીકે લતા મંગેશકરજી ઉપસ્થિત રહ્યા હતા. દરેક પ્રતિસ્પર્ધીએ એક ગીત ગાવાનું હોય છે, જ્યારે ભુપેન્દ્રભાઇએ ગીત ગાયું ત્યારે સૌ કોઇ મંત્રમુગ્ઘ થઇ ગયા હતા. લત્તાદીદીને પણ ભુપેન્દ્રભાઇનું ગીત ખૂબ ગમ્યું હતુ. તેથી લત્તાદીદીએ ભુપેન્દ્રભાઇને તેની નજીક બોલાવ્યા હતા અને બીજું ગીત ગાવા માટે કહ્યું હતુ. લત્તાજી ભુપેન્દ્રભાઇના ગીતથી ખુબ ખુશ થયા હતા અને સુગમ સંગીતની એ સ્પર્ધામાં ભુપેન્દ્રભાઇને ગોલ્ડ મેડલ મળ્યું હતું.
ગણેશ મહોત્સવમાં ભુપેન્દ્ગભાઇ અચૂક લત્તાજીને મળતા
વર્ષ 1954થી ભુપેન્દ્રભાઇ લત્તાજી સાથે સંપર્કમાં આવ્યા હતા. તેઓના સંગીતે લતાદીદીને પણ મંત્રમુગ્ધ કરી દીધા હતા. જે બાદ ભુપેન્દ્રભાઇ દર વર્ષે લત્તાદીદીએ સ્થાપના કરેલા ગણેશ મહોત્સવના દર્શન માટે જતા હતા. ભુપેન્દ્રભાઇ રાજકોટના પેંડા અને ચુરમાના લાડું ગણેશજીના પ્રસાદ માટે લઇ જતા હતા. દર વર્ષે તેઓ ગણેશજીની સાથે લત્તાજીના દર્શન પણ કરતા હતા અને તેની તબિયતના ખબર અંતર પુછતા હતાં.
લત્તાદીદી બિમાર હતા ત્યારે નિયમિત ખબર પુછતા
ભુપેન્દ્રભાઇના લત્તાદીદી સાથેના સબંધો ખુબ જ લાગણીસભર હતા. દીદીની તબિયત નાજુક થઇ ત્યારથી તેઓ તેના પીએના સંપર્કમાં હતા અને તેની તબિયત વિશે માહિતી મેળવતા રહેતા હતા. લતાજીના નિધનના બે દિવસ પહેલા પણ તેઓએ ખબર અંતર પૂછ્યા હતા. આજે જ્યારે તેઓનું નિધન થયું ત્યારે તેઓએ દુખની લાગણી વ્યક્ત કરી છે. તેઓ લતાદીદીના અંતિમ સંસ્કારમાં પ્રત્યક્ષ તો જઇ શક્યા નથી, પરંતુ તેઓએ ટીવીના માધ્યમથી તેઓના અંતિમ દર્શન કરીને ભાવભીનિ શ્રધ્ધાંજલિ આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે