ફ્રાન્સે Google પર લગાવ્યો 4,400 કરોડનો દંડ, કોપીરાઇટ કાયદાના ઉલ્લંઘનનો મામલો

Fine On Google: ફ્રાન્સે ગૂગલ પર 500 મિલિયન યૂરોનો દંડ ફટકાર્યો છે. ગૂગલ પર આ કાર્યવાહી પબ્લિશર્સ સાથે વિવાદના મામલામાં કરવામાં આવી છે. 
 

ફ્રાન્સે Google પર લગાવ્યો 4,400 કરોડનો દંડ,  કોપીરાઇટ કાયદાના ઉલ્લંઘનનો મામલો

પેરિસઃ ગૂગલ (Google) અને ફ્રાન્સ વચ્ચે ટકરાવ વધી રહ્યો છે. Google પર ફ્રાન્સે 500 મિલિયન યૂરો (આશરે 4,400 કરોડ રૂપિયા) નો દંડ ફટકાર્યો છે. ફ્રાન્સે Google પર સબ્લિશર્સની સાથે વિવાદના મામલામાં કોપીરાઇટના ઉલ્લંઘનનું દોષી ગણાવતા કાર્યવાહી કરી છે.

શું છે મામલો
ફ્રાન્સ કમ્પીટીશન રેગુલેટર  ( France's competition regulator) એ ગૂગલ પર 500 મિલિયન યૂરોનો દંડ ફટકારતા કહ્યું કે, દિગ્ગજ ટેક કંપનીએ પબ્લિશર્સના સમાચારનો ઉપયોગ કરવાના બદલામાં ચુકવણી કરવી પડશે. ફ્રાન્સના એન્ટ્રીટ્રસ્ટ વોચડોગે ગૂગલને અસ્થાયી રીતે તે આદેશોનું પાલન ન કરવાનું દોષી ગણાવ્યું છે. જે હેઠળ ફ્રાન્સના ન્યૂઝ પબ્લિશર્સને તેના કન્ટેન્ટના ઉપયોગ કરવાને બદલે ગૂગલે વળતર આપવાનું છે. 

બે મહિનાનું અલ્ટીમેટમ
આ મામલામાં અમેરિકી ટેક કંપની ગૂગલને બે મહિનાનો સમય આપવામાં આવ્યો છે. કંપનીએ બે મહિનાની અંદર એક પ્રસ્તાવ રજૂ કરી જણાવવું પડશે કે આખરે તે ન્યૂઝ એજન્સીઓ અને પબ્લિશર્સને તેના કન્ટેન્ટના બદલામાં વળતર કઈ રીતે આપશે. જો ગૂગલ બે મહિનામાં આ કરવામાં નિષ્ફળ રહ્યું તો તેણે દરરોજના હિસાબથી 900,000 યૂરો (આશરે 1 મિલિયન ડોલર) નો વધારાનો દંડ આપવો પડશે. 

આ આદેશના ઉલ્લંઘનનો છે આરોપ
તો ગૂગલે આ કાર્યવાહીને નિરાશાજનક ગણાવી છે. ગૂગલે કહ્યું છે- કેટલાક પબ્લિશર્સની સાથે એક સમજુતી કરવાની નજીક છે. આ પહેલા ફ્રાંસીસી એન્ટ્રીટ્રસ્ટ એજન્સીએ આ વર્ષની શરૂઆતમાં સમાચાર પ્રકાશકોની સાથે ત્રણ મહિનાની અંદર વાતચીત કરવા માટે ગૂગલને અસ્થાયી આદેશ આપ્યો હતો અને તે આદેશોનું ઉલ્લંઘન કરવા માટે કંપની પર દંડ ફટકારવામાં આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news