હવે આંગડિયા પેઢી કે બેંકમાંથી લાખો રૂપિયાની રોકડ ઉપાડવા જતા હોય તો તમે ચેતી જજો!

રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અમદાવાદના છારા વિસ્તારમાં રહેતા બે આધેડને ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓ દ્વારા ન માત્ર રાજકોટ શહેર પરંતુ મુંબઈ, પુને, દિલ્હી સહિતના વિસ્તારોમાં પણ ચોરીની ઘટનાને અંજામા આપવામાં આવતો હતો.

હવે આંગડિયા પેઢી કે બેંકમાંથી લાખો રૂપિયાની રોકડ ઉપાડવા જતા હોય તો તમે ચેતી જજો!

ગૌરવ દવે/રાજકોટ: જો તમે હવેથી આંગડિયા પેઢીમાંથી કે બેંકમાંથી લાખો રૂપિયાની રોકડ રકમ ઉપાડવા જતા હોય તો તમે ચેતી જજો. કારણકે, રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના હાથે લાગ્યા છે એવી ટોળકીના બે સભ્યો જે આંગડિયા પેઢી તેમજ બેંકમાંથી રોકડ રકમ ઉપાડીને પોતાના ટુ વ્હીલરની ડેકીમાં રાખનારા લોકોને પોતાનો શિકાર બનાવતા હતા. જી, હા રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અમદાવાદના છારા વિસ્તારમાં રહેતા બે આધેડને ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓ દ્વારા ન માત્ર રાજકોટ શહેર પરંતુ મુંબઈ, પુને, દિલ્હી સહિતના વિસ્તારોમાં પણ ચોરીની ઘટનાને અંજામા આપવામાં આવતો હતો. ત્યારે કઈ રીતે આરોપીઓ પોતાના શિકારને અંજામ આપતા હતા.

આ બંને વ્યક્તિઓ એક નહીં બે નહીં પરંતુ અનેક ચોરીની ઘટનાઓને અંજામ આપી ચૂક્યા છે.  વ્યક્તિઓના નામ છે મનીષ ઉર્ફે મનોજ સિંધી અને ચંદ્રકાંત ઉર્ફે સોનુ પરમાર. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછ માં મનીષ ઉર્ફે મનોજ સિંધીએ પોતાના વિરુદ્ધ એક નહીં, બે નહીં પરંતુ 41 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું જણાવ્યું છે. જેમાં મોટાભાગના ગુના ચોરી તેમજ પ્રોહીબિશનનું હોવાનું સામે આવ્યું છે. આરોપી ચંદ્રકાંત ઉર્ફે સોનુ પરમાર વિરુદ્ધ પાંચ જેટલા ગુના ગુજરાત રાજ્યના જુદા જુદા શહેરમાં ચોરીના નોંધાયા હોવાનું સામે આવ્યું છે. 

પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ દ્વારા રાજકોટ શહેરમાં માત્ર દોઢ જ મહિનામાં માલવીયા નગર પોલીસ સ્ટેશન અને આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ જેટલા વ્યક્તિઓએ પોતાના ટુ વ્હીલરની ડેકીમાં રાખેલ અંદાજીત સાત લાખ જેટલી રોકડ રૂપિયાની ચોરી કરી હોવાની કબૂલાત આપી છે. રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બને આરોપીઓને આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બુધવારના રોજ ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓ પાસેથી 6 લાખ રૂપિયાની રોકડ રકમ, છ જેટલી ફેક નંબર પ્લેટ, મોટરસાયકલ, મોબાઈલ ફોન, ડેકી તોડવાનું સાધન કુલ 6,58,700નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપીઓ દ્વારા રાજકોટ શહેરમાં ત્રણ જેટલી જગ્યાએ તેમજ વલસાડ અને દિલ્હીમાં એક એક ગુનો આચાર્યો હોવાનું જણાવ્યું છે. તેમજ મુંબઈમાં મલાડ અને કાંદીવલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ બે જેટલા ગુના આચર્યાની કબુલાત આપી છે.

રાજકોટ શહેરમાં આંગડિયા પેઢી તેમજ બેંકમાંથી રોકડ રકમ ઉપાડ્યા બાદ કેટલાક વ્યક્તિઓએ પોતાના ટુ વ્હીલરની ડેકીમાં રાખેલ રોકડ રકમ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ચોરી કરવામાં આવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે બાબતે ક્રાઈમ બ્રાન્ચ ની જુદી જુદી ટીમ દ્વારા આરોપીઓની શોધખોળ ચાલી રહી હતી. દરમિયાન રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમને હ્યુમન ઈન્ટેલિજન્સના માધ્યમથી બાતમી મળી હતી કે, રાજકોટ શહેરમાં રોકડ ચોરી કરનારી છારા ગેંગના બે જેટલા સભ્યો આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આંટાફેરા મારી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસ દ્વારા બે જેટલા વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે. તેમની પૂછપરછમાં છારા વિસ્તારના અન્ય બે વ્યક્તિઓના નામ પણ ખુલવા પામ્યા છે. જેમાં પંકજકુમાર રાઠોડ અને વિશાલ ગારંગી નામના વ્યક્તિઓની પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. 

આરોપીઓની પૂછપરછ કરતાં તેમણે પોતાની મોડસ ઓપરેન્ડી અંગે જણાવ્યું છે કે, જે તે શહેર વિસ્તારમાં આવેલી આંગડિયા પેઢીની દુકાનોની આજુબાજુ તેઓ રેકી કરતા હતા. તેમજ જે વ્યક્તિ રૂપિયા લઈને પોતાના ટુ વ્હીલરની ડેકીમાં મૂકીને ત્યાંથી આગળ જતા હતા ત્યારબાદ આરોપીઓ તેમનો પીછો કરતા હતા. તેમજ જ્યારે તે વ્યક્તિ પોતાનું વાહન રેઢું મૂકે ત્યારે આરોપીઓ પોતાની પાસે ડેકી તોડવાના સાધનથી ડેકીનો લોક તોડી તેમાં રહેલ રૂપિયાની ચોરી કરતા હતા.

આરોપીઓ દ્વારા ન માત્ર રાજકોટ શહેર પરંતુ અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, સાબરકાંઠા, હિંમતનગર, મોરબી, પુના, દિલ્હી, સહિતના શહેરોમાં પણ ચોરીના ગુનાને અંજામ આપ્યો હોવાનું જણાવ્યું છે. પોલીસ તપાસમાં આ તસ્કરોની પૂછપરછમાં કેટલી ચોરીઓનો ભેદ ઉકેલાય છે તે જોવું રહ્યું
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news