આંગડિયા પેઢી

ઈનકમટેક્સ અધિકારી છીએ, કહીને લઈ ગયા આંગડિયા પેઢીના કર્મચારીને પછી બની ચોંકવનારી ઘટના

લૂંટારુઓ લૂંટ માટે પોતાની અવનવી મોડસ ઓપરેન્ડી અપનાવતા થયા છે અને અનેક લોકો આવા લૂંટારુઓના નિશાને પણ આવી જ જાય છે. તાજેતરમાં લૂંટારુઓએ એક નવી મોડસ ઓપરેન્ડી અપનાવી આંગડિયા પેઢીના કર્મચારીને ના માત્ર લૂંટી લીધા પણ અપહરણ પણ કર્યું હતું. 

Feb 24, 2021, 11:27 PM IST

લાખોની લૂંટ ચલાવી અંધારામાં પાડી રહ્યા હતા ભાગલા, પોલીસે કરી 5 લાખની રિકવરી

નરોડા વિસ્તારમાં આવી અંધારામાં પૈસાની વહેંચણી કરી રહ્યાં હતા ત્યારે જ નરોડા પોલીસ ત્રાટકી હતી. ત્યારે અંધારાનો લાભ લઇ એક આરોપી પલાયન થઇ ગયો હતો.

Nov 8, 2020, 01:00 PM IST

સુરત શહેર પોલીસના માથાનો દુખાવો બની આ ગેંગ, બાતમીના મળતા પોલીસે ગોઠવી વોચ

સુરતના મહિધરપુરા પોલીસના હાથે લાગી ખજૂરી ગેંગ. ઘણા સમયથી સુરત શહેર પોલીસના માથાનો દુખાવો બની હતી આ ગેંગ. મહિધરપુરા પોલીસે આ ગેંગના 6 સભ્યોને આંગડિયા પેઢીના સભ્યોને બંધક બનાવી લૂંટ ચલાવે તે પહેલા જ બાતમીના આધારે ઝડપી લીધા છે.

Aug 24, 2020, 04:35 PM IST

વલસાડ : કચ્છ એક્સપ્રેસમાં જઈ રહેલ આંગડિયા પેઢીનો કર્મચારીઓ લૂંટાયો, 5 લૂંટારુઓ તૂટી પડ્યા

કચ્છ એક્સપ્રેસ (Kutch Express) ટ્રેનમાં વલસાડથી સુરત તરફ જઈ રહેલા આંગડિયા પેઢીના કર્મચારીઓ ટ્રેનમાં જ લૂંટાયા ( Loot) હતા. લૂંટારુઓ તેમની પર ત્રાટક્યા હતા, અને તેમની પાસેની મત્તા લૂંટી લીધી હતી. વલસાડની અમ્રતકાંતિલાલ આંગડિયા પેઢીના કર્મચારી વલસાડથી ટ્રેનમાં બેસ્યા હતા. જ્યાં તેમની પર હુમલો થયો હતો. લૂંટારું ઓને પકડવા વલસાડ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.

Nov 20, 2019, 01:33 PM IST
Dead Body Of Youth Was Found From Shaktipura Narmada Canal Near Kalol PT1M53S

પરિવારને ફોન કરી યુવકે કહ્યું- ‘હું કેનાલમાં પડું છું’, ભારે જહેમત બાદ મળ્યો મૃતદહે

પંચમહાલમાં આંગડિયા પેઢીનાં કર્મચારીની લાશ કેનાલમાંથી મળી આવી હતી. કાલોલ નજીક શક્તિપુરા નર્મદા કેનાલમાંથી યુવકની લાશ મળી આવી હતી. એન.ડી.આર.એફની ટિમે ભારે જહેમત બાદ લાશ મળી આવી હતી. હાલોલની આંગડિયા પેઢીમાં નોકરી કરતા યુવાને બે દીવસ અગાઉ કેનાલમાં પડતુ મૂક્યું હતુ. કેનાલમાં પડતાં પહેલા યુવાને પરિવારને ફોન કરી ‘હું કેનાલ માં પડું છું‘ તેમ કહી કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી. જો કે, કાલોલ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથધરી હતી.

Oct 26, 2019, 11:35 AM IST

મુંબઇથી સુરત આવતા આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી કરોડોની કિંમતના ડાયમંડ જપ્ત

મંગળવારના રોજ આંગડિયા પેઢીના કર્મચારીઓ રોજિંદા ક્રમ પ્રમાણે મુંબઇથી સુરત આવી રહ્યા હતા. ત્યારે બોરીવલી ખાતે ટ્રેનમાં ચેકિંગ કરી આંગડિયાઓ પાસેના પાર્સલ જપ્ત કર્યા છે. કરોડો રૂપિયાના ડાયમંડ પાર્સલ સીલ કર્યા છે. સુરત અને મુંબઇના જેમ-જ્વેલરી માર્કેટ વચ્ચે આંગડિયા પેઢીઓ કુરિયર સર્વિસ પૂરી પાડે છે. જેઓ વેપારીઓ-કારખાનેદારોના પાર્સલની ડિલિવરી કરે છે. 

Oct 3, 2019, 05:00 PM IST

ચૂંટણીને કારણે આંગડિયા પેઢીઓના ‘શટર ડાઉન’, હીરા ઉદ્યોગનું ટ્રેડિંગ અટવાયું

ચૂંટણીના કારણે આચારસંહિતા અમલી બનતા જ મોટી રકમની રોકડ અને કિંમતી ચીજવસ્તુઓની હેરફેર પર બ્રેક લાગી ગઇ છે. ત્યારે તેની સૌથી મોટી અસર સુરતના હીરા ઉદ્યોગ પર પડી છે. એક તરફ આંગડિયા પેઢીને ત્યા આઇટી વિભાગના દરોડા અને તપાસ કરી તેમને હેરાન કરવામા આવી રહ્યાં હોવાને કારણે કારણે તેઓએ વેકેશન જાહેર કર્યુ છે. તો બીજી તરફ આંગડિયા પેઢી બંધ થઇ જતા હીરા ઉદ્યોગનું ટ્રેડિંગનુ કામકાજ બંધ થઇ જવા કરોડો રૂપિયાનુ નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે.

Apr 15, 2019, 03:26 PM IST
Surat Meeting Between Diamond Association And Courier Company PT2M34S

સુરત ડાયમંડ એસોસિયેશન-આંગડિયા પેઢીની બેઠક, જુઓ વિગત

ચૂંટણીને લઈને ખોટી કનડગતના ડરથી આંગડિયા પેઢીઓએ એકાએક રજા જાહેર કરી દેતા ડાયમંડ એસોસિયેશન અને આંગડિયા પેઢીના કર્મચારીઓની બેઠક મળી

Apr 15, 2019, 03:20 PM IST
IT Raid In Rajkot Angdia Firm, 1 Carore Cash Collect PT43S

રાજકોટ આંગડિયા પેઢીમાં આઇટીની રેડ, કરોડની રોકડ રકમ જપ્ત

રાજકોટના કરણપરા વિસ્તાર સ્થિત આવેલી નામાંકિત આંગડિયા પેઢીને ત્યાં આવક વિભાગના દરોડા પડ્યા હતા. આઇટી વિભાગ દ્વારા R C આંગડિયા પેઢીમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું. અંદાજે એક કરોડ રોકડ જપ્ત કરવામાં આવી છે. લોકસભા ચૂંટણી સમયે નાણાકીય વ્યવહાર પર ચૂંટણી વિભાગ અને આઇટીની નજર છે.

Apr 10, 2019, 09:40 AM IST

મહેસાણામાં આંગડીયાને લુંટી લેવાયો

Mahesana Angadia workers robbed of Rs 80 lakh at gunpoint

Dec 7, 2018, 12:05 PM IST

માણાવદરમાં આંગડિયા પેઢીના માલિક પર હુમલો કરી 25 લાખ લૂંટનાર બે ઝડપાયા

પોલીસે આરોપીઓ પાસેથી કુલ 13 લાખ 18 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
 

Oct 28, 2018, 10:16 PM IST

સોનગઢ ચેકપોસ્ટ નજીકથી 2.45 કરોડની રોકડ રકમ સાથે બે ઝડપાયા

આંગડિયા પેઢીના કર્મચારીઓ લગક્ઝરી બસમાં રોકડ રકમની હેરફેર કરતા હતા, ઈન્કમટેક્સ વિભાગ તપાસ કરશે 

Aug 30, 2018, 05:55 PM IST