રાજકોટમાં સ્પીડ બ્રેકરને કારણે વધુ એક મહિલા ખાઈ રહી છે જીવન મરણ વચ્ચે જોલા, સર્જાયો ગમખ્વાર અકસ્માત
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આડેધડ સ્પીડ બ્રેકર બનાવી દેવામાં આવે છે જેની નિયત કરેલી સાઈઝ ને બદલે મોટા અને ઊંચા બનાવવામાં આવતા હોવાથી અનેક બાઈક ચાલકો આ પ્રકારે અકસ્માત નો ભોગ બને છે.
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ: રાજકોટમાં સ્પીડ બ્રેકરને કારણે વધુ એક મહિલા જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહી છે. મુંબઈથી રાજકોટ મિત્રને ત્યાં ફરવા આવેલ પરિણીતા કામિનીબેન મોહનભાઇ ભટ્ટી આજે મિત્ર ચિરાગ રાઠોડના બાઇક પાછળ બેસીને આજીડેમ નજીક આવેલું રામવન જોવા માટે જઈ રહ્યા હતા. ત્યારે રામવન પહેલા સ્પીડ બ્રેકર ધ્યાન પર ન આવતા અકસ્માત થયો હતો. જેમાં બાઇક પરથી પડી જતા કામિનીબેન ભટ્ટી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
ઇજાગ્રસ્ત કામિનીબેનના મિત્ર ચિરાગ રાઠોડે કહ્યું હતું કે, કામિનીબેન ભટ્ટી 14 તારીખે મુંબઈ થી તેના ઘરે ફરવા માટે આવ્યા હતા. બન્ને વચ્ચે મિત્રતા હોવાથી તેના જ ઘરે રોકાયા હતા. આજે સવારે બાઇક પર રામવન જોવા માટે જઈ રહ્યા હતા. ત્યારે આજીડેમ થી રામવન તરફ જવાના રસ્તે સ્પીડ બ્રેકર ન દેખાતા બાઇક ઉછળી હતી. સ્પીડ બ્રેકર પર સફેદ પટ્ટા લગાવેલા ન હોવાથી સ્પીડ બ્રેકર છે તેની જાણ થઈ નહોતી. જેમાં પાછળ બેસેલા કામિનીબેન નીચે પટકાતા માથાના ભાગે ઇજા પહોંચી અને બેભાન થઈ ગયા હતા. 108માં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આડેધડ સ્પીડ બ્રેકર બનાવી દેવામાં આવે છે જેની નિયત કરેલી સાઈઝ ને બદલે મોટા અને ઊંચા બનાવવામાં આવતા હોવાથી અનેક બાઈક ચાલકો આ પ્રકારે અકસ્માત નો ભોગ બને છે શહેરમાં અનેક જગ્યાએ સ્પીડ બ્રેકરો પર સફેદ પટ્ટા પણ દોરવામાં આવ્યા ન હોવાથી વાહનચાલકો અકસ્માતનો ભોગ બને છે અને ઇજાઓ પણ પહોંચે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે