રાજકોટમાં હનીટ્રેપ! આધેડ પાસેથી લગ્નની લાલચે રૂપિયા પડાવનાર બે યુવતિ સહિત ત્રણ ઝડપાયા

આરોપી સોનલે ફરિયાદી સાથે સંપર્ક સાધી 5 મહિના બાદ લગ્નની લાલચ આપી હતી અને કાવતરૂ કરી સોનલ પટેલ તેની સાથે આરોપી જાનકીને ફરીયાદીના ઘરે લગ્ન સબંધ કરાવવા બહાને છોકરી તરીકે બતાવવા લઇ જઇ ત્યાં ફરીયાદી તથા જાનકી બેઠા-બેઠા વાતો કરતા હતા.

રાજકોટમાં હનીટ્રેપ! આધેડ પાસેથી લગ્નની લાલચે રૂપિયા પડાવનાર બે યુવતિ સહિત ત્રણ ઝડપાયા

દિવ્યેશ જોશી/રાજકોટ: રાજકોટમાં વધુ એક હનીટ્રેપની ઘટના સામે આવી છે. જેમાં લગ્નની લાલચ આપી અપહરણ કરી હનીટ્રેપમાં ફસાવી બળજબરીથી 55,000 રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા અને વધુ 50,000 રૂપિયાની માંગણી કરી હતી. જેથી ફરિયાદ આધારે પોલીસે બે મહિલા સહીત 3 આરોપીની ધરપકડ કરી અન્ય એકની શોધખોળ હાથ ધરી છે.

આરોપી સોનલે ફરિયાદી સાથે સંપર્ક સાધી 5 મહિના બાદ લગ્નની લાલચ આપી હતી અને કાવતરૂ કરી સોનલ પટેલ તેની સાથે આરોપી જાનકીને ફરીયાદીના ઘરે લગ્ન સબંધ કરાવવા બહાને છોકરી તરીકે બતાવવા લઇ જઇ ત્યાં ફરીયાદી તથા જાનકી બેઠા-બેઠા વાતો કરતા હતા. તે દરમ્યાન અન્ય આરોપીઓ જીતુદાન ઉર્ફે ભુરો તથા ચીરાગ ઉર્ફે લાલો બન્ને ફરીયાદી તથા આરોપી જાનકી બન્નેના મોબાઇલ ફોનમાં ફોટા પાડી ફરીયાદીને બન્ને ગાલોમાં તથા કાનના ભાગે તથા માથાના ભાગે જાપટો મારી હોન્ડા સીટી કારમાં ફરીયાદીના ઘરેથી બળજબરીથી અપહરણ કરી લઇ ગયા હતા.

આ તો કંઈ નથી! ગુજરાતમાં કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે, જાણો હવામાનની ભયંકર આગાહી

ફરિયાદીનું અપહરણ કરી બાદમાં ફરીયાદીને માર મારવાની ધમકી આપી કોટક મહીન્દ્રા બેન્કના ATM માંથી રૂ.50 હજાર બળજબરી થી કઢાવી તથા ઘરે લઇ જઇ સર સામાન વેર વીખેર કરી રૂ.5 હજાર મળી કુલ રૂ.55 હજાર લઇ જઇ વધુ રૂ.45 હજાર 2 દિવસમાં નહી આપે તો આરોપી જાનકી સાથે પાડેલ ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. 

ફરિયાદ આધારે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે હનીટ્રેપ અને અપહરણની ફરિયાદમાં આરોપી સોનલ ભંડેરી, જાનકી ઉપરા અને જીતુદાન ઉર્ફે ભૂરો જેસાણીની ધરપકડ કરી ફરાર આરોપી ચિરાગ ઉર્ફે લાલો ભરવાડની શોધખોળ હાથ ધરી છે. જયારે પકડાયેલ આરોપી પાસેથી 55,000 રોકડ તેમજ મોબાઈલ સહીત કુલ 1.60 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

નાઈ સમાજના યુવકે પ્રેમલગ્ન કરતા આખા સમાજને સજા! જીવન જરૂરિયાતની વસ્તુ પર પ્રતિબંધ

ઉલ્લેકખનીય છે કે પકડાયેલ આરોપીઓ પૈકી જાનકી અને જીતુ અગાઉ પણ રાજકોટ પોલીસમાં અલગ અલગ ગુનામાં પોલીસના હાથે ઝડપાઇ ચુકી છે. ત્યારે અન્ય કેટલા લોકોને હની ટ્રેપમાં ફસાવ્યા છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે

Trending news